• Home
  • Kutchh
  • Nakatrana
  • સરસ્વતી અને સાંતલપુર સૌથી મોટા તાલુકા બનશે

સરસ્વતી અને સાંતલપુર સૌથી મોટા તાલુકા બનશે

સરસ્વતી અને સાંતલપુર સૌથી મોટા તાલુકા બનશે

ભાસ્કર ન્યૂઝ. પાટણ

Sep 24, 2012, 04:01 AM IST
ભાસ્કર ન્યૂઝ. પાટણ
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પાટણ જિલ્લામાં બે નવા તાલુકા સરસ્વતી અને શંખેશ્ર્વરની રચનાની જાહેરાત કરતાં હવે જિલ્લામાં તાલુકાની સંખ્યા વધીને નવ થશે તેમજ ગામ વિભાજન જોતાં હવે સાંતલપુર અને સરસ્વતી તાલુકા સૌથી મોટા બની રહેશે. જેમાં ૭૩ કે તેથી વધુ ગામોનો સંભવત: સમાવેશ કરાશે. નવા તાલુકાઓની જાહેરાત થતાં લોકોને કચેરીઓને લગતાં કામોમાં ઘણીજ સરળતા સર્જાશે તેવો મત ગ્રામીણ પદાધિકારીઓ અને તંત્રએ વ્યક્ત કર્યો હતો.
જિલ્લામાં પહેલા સાત તાલુકા પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારજિ, સમી, રાધનપુર અને સાંતલપુરનો સમાવેશ થતો હતો. હવે બે મોટા તાલુકા પાટણ અને સમીનું વિભાજન કરવામાં આવનાર છે. પાટણ તાલુકામાંથી અગાઉ વાગડોદ તાલુકો કરાયેલો તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ ધમધમતી થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો.
હવે સરસ્વતી નદીના ઉત્તરકાંઠાના તરફના ગામોનો નવો સરસ્વતી તાલુકો બનાવી હેડ કવાર્ટર પાટણ ખાતે રાખવામાં આવનાર છે.
શંખેશ્ર્વરની વિકાસની ગતિ વધશે
વિશ્વભરમાં જૈન તીર્થ તરીકે ખ્યાતનામ શંખેશ્ર્વર તીર્થને તાલુકાનો દરજજો આપી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અભિનંદનને પાત્ર છે. શંખેશ્ર્વર વિકાસની ગતિ તરફ જઇ રહ્યું હતું તે હવે વધારે ગતિએ વિકાસ કરશે. - જૈનાચાર્ય કે.સી. મ.સા. (૧૦૮ ભિકતવિહાર-શંખેશ્ર્વર, હાલ મુંબઇ)
શંખેશ્ર્વરમાં ગુલાલની છોળો ઉડી
શંખેશ્ર્વર : શંખેશ્ર્વર જૈન તીર્થ અને વિઢયારનું સેન્ટર હોવાથી શંખેશ્ર્વ તાલુકો બને તેવી બે વર્ષ અગાઉથી લોકોની માંગ હતી ત્યારે મુખ્યમંત્રી દ્વારા શંખેશ્ર્વર તાલુકાની જાહેરાત કરાતાં લોકોમાં આનંદ વ્યાપ્યો હતો અને લોકો દ્વારા ગુલાલ ઉડાડી તાલુકાના વધામણા કર્યા હતા. કાન્તીભાઇ બ્રહ્નભટ્ટ, જહુરપુરાના ગુલાજી ઠાકોર, પીરોજપુરાના વનાજી ઠાકોર, રતનપુરાના કાળુજી સરપંચ અને મુતુgજાનગરના સુરેશભાઇ રાવલે આનંદ વ્યક્ત કર્યો હતો.
જૂની માંગ હતી, ચૂંટણી આવી એટલે પૂરી કરી
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, અગાઉની જૂની માગ હતી તે અંગે ચૂંટણીમાં લાભ ખાટવા માટે આ નિર્ણય કરાયો હોય તેવું લાગે છે. જોકે, લોકોની સુવિધા વધે તેમાં અમે રાજી છીએ. કિસાન મજદૂર કોંગ્રેસના પ્રમુખ વદનસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, હજુ તો ઘણીવાર તાલુકો શરૂ થતાં લાગશે તેમ છતાં કામગીરીમાં ઝડપ જરૂર આવશે.
વાગડોદ વિસ્તારના કામોને સરળતા સર્જાશે
પાટણ તાલુકો મોટો હોવાથી વહીવટમાં ઘણી અગવડતાઓ સર્જાતી હતી. ટીડીઓ, મામલતદારને ૧૩૮ ગામોમાં કામ કરવાનું મુશ્કેલ બની રહેતુ હતું પણ હવે અલગ કચેરીઓ શરૂ થશે, તેનું અલગ મહેકમ થશે. કામ વહેચાઇ જશે.તેમજ હેડકવાર્ટર પણ હોઇ કામો ઝડપથી સરળતાથી થઇ શકશે તેવુ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ પટેલ તેમજ કારોબારી ચેરમેન પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું.
શંખેશ્ર્વર તાલુકાના સંભવિત ગામો
શંખેશ્ર્વર, પંચાસર, પાડલા, બોલેરા, કરશનપુરા, મદૉનગંજ, ખંડિયા, રતનપુરા, જહુરપુરા, મુતુgજાનગર, ગણેશપુરા, મુજપુર, રણોદ, રૂની, મંકોડિયા, દાંતીસણા, ધનોરા, ફતેપુરા, કુંવારદ, લોટેશ્ર્વર, ટુવડ, પાલીપુર, ખાખલડી, મનવરપુરા, રસુલપુરા, વાગોસણ, ઇસ્લામપુરા, ઓરૂમાણા, બિલિયા, લોલાડા, સીપર, જુનીકુંવર, નવીકુંવર, સુબાપુરા, જેસડા, રાજપુરા, ફતેગંજ, તારાનગર, જયનગર, પીરોજપુરા, ખીજડીયારી, મેમણા, મોટીચંદુર
સરસ્વતી તાલુકામાં સમાવેશ થનાર સંભવિત ગામો
અબલુવા, અઘાર, અજીમાણા,અજુજા, અમરપુરા,બાલવા,ભૂતિયાવાસણા, ભાટસણ, ભીલવણ, ચારૂપ, દેલીયાથરા, દેલવાડા, ધનાસરા, ધારૂસણ, એદલા, ફુલેસણા, ગણેશપુરા, ઘચેલી, ગોલીવાડા, ગુલવાસણા, હૈદરપુરા, જાખા, જાળેશ્ર્વર પાલડી, જામઠા, જંગરાલ, કાલોધી, કાનોસણ, કાંસા, કાતરાસમાલ, ખલીપુર, ખારેડા, ખોડાણા, કિમ્બુવા, કોઇટા, કોટાવડ, કુંતાવાડા, લાખડપ, લક્ષ્મીપુરા, લોધી, મેલુસણ, મેસર, મોરપા, મુના, નવાબાવાહાજી, નાયતા, ઓઢવા, રખાવ, રવિયાણા, રેચવી, રૂગનાથપુરા, સાગોડિયા, સાંપ્રા, સાણોદરડા, સરીયદ, સિયોલ, સોટાવડ, સુજનીપુર, ટાંકવાસણા, ઉંદરા, ઉંટવાડા, વાછલવા, વાધી, વડીયા, વડુ, વાગડોદ, વધાસર, વાહાણા, વામૈયા, વારેડા, વાસણી, વાયડ, વેલોડા, વોળાવી
X
સરસ્વતી અને સાંતલપુર સૌથી મોટા તાલુકા બનશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી