• Gujarati News
  • ઘરનું ઘર યોજના રવાપરમાં ૧૨૦૦ ફોર્મ ભરાયાં

ઘરનું ઘર યોજના રવાપરમાં ૧૨૦૦ ફોર્મ ભરાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવાપર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામીણક્ષેત્રે ઘરનું ઘર યોજનાના ફોર્મ વિતરણ કાર્યક્રમનો જિ.પં.વિરોધ પક્ષના નેતા દિનકરભાઇ રૂપારેલ દ્વારા આરંભ કરાયો હતો.
આ પ્રસંગે તા.પં.સીટ હેઠળના ખીરસરા, નાગવીરી, નવાવાસ, લફિરી, મેવાનગર, વગિોડી સહિત રવાપર ૧૨૦૦ ફોર્મનું વિતરણ કરાયું હતું, જેમાં માત્ર ચાર કલાકમાં રૂબરૂ મહિલાઓ દ્વારા ૭૦૦ ફોર્મ ભરીને પરત આવી જવા પામ્યાં હતાં. આ પ્રસંગે ગામના ઉપસરપંચ જેઠાલાલ યાદવ, ગ્રા.પં.સદસ્ય સામજીભાઇ લોચા, વેલુભા ગોહિલ, જેન્તીલાલ મોઢ, જેઠાલાલ જોષી, કોંગ્રેસના કમલસિંહ જાડેજા, પ્રકાશ જોષી, નિંકુજ મોઢ, સુરેશ ગોસ્વામી, લતીફ હજામ, પરેશ રૂપારેલ સહિત આગેવાનો સહયોગ આપ્યો હતો.
તા.પં.સદસ્ય અશિ્ર્વન રૂપારેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કર્યું હતું.