• Gujarati News
  • કંડલામાં ફરી એક વખત નાનું જહાજ પણ ગ્રાઉન્ડ થઇ ગયું

કંડલામાં ફરી એક વખત નાનું જહાજ પણ ગ્રાઉન્ડ થઇ ગયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ દ્વારા જાણે દરિયાઇ ખાડી પર પૂરતું ધ્યાન જ ન અપાતું હોય, તેમ આજે વહેલી પરોઢે ચેનલમાં ૧૨ મીટરનો ડ્રાફ્ટ જાહેર થયો હોવા છતાં ૧૧.૬ મીટરના ડ્રાફટ સાથેનું એક જહાજ ગ્રાઉન્ડ થઇ જતાં પોર્ટના વહાણવ્યવહાર પર તેની અસર થઇ હતી. પોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુુજબ યુનિવર્સલ બેંગ્કોક નામનું એક જહાજ આજે લાંગરવા માટે પોર્ટ પર આવી રહ્યું હતું ત્યારે તે ફસાઇ ગયું હતું અને પછી ભરતી ન હોવાથી મોડી સાંજ સુધી તે ફસાયેલું રહ્યું હતું.
આ જહાજ ગ્રાઉન્ડ થઇ ગયું હોવાથી અન્ય જહાજોનું કંડલા પોર્ટ પર આવાગમન પણ ઠપ થઇ ગયું હતું. એક ૫૫૦૦૦ ટન કાર્ગો ભરેલું જહાજ પણ આ ગ્રાઉન્ડેડ જહાજના ફસાયેલા હોવાના કારણે જેટી સુધી આવી શકયું ન હતું અને તેને લીધે તેને સંબંધિત એજન્સીઓને રોજના હજારો ડોલર લેખે નુકસાની થઇ હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, કેપીટીના ડેપ્યુટી કન્ઝર્વેટર એચ.કે.સબિલના જણાવ્યા મુજબ આ જહાજને રવિવારે સાંજે સાડાસાત વાગ્યાના અરસામાં બહાર કાઢી લેવામાં આવ્યું છે અને જહાજીવ્યવહાર પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં કંડલામાં જહાજો ગ્રાઉન્ડ થવાની ઘટનાઓ વધી ગઇ છે, જો ડ્રેજિંગની કામગીરી વ્યવસ્થિત થાય તો હાલની આ ગ્રાઉન્ડ થવાની ઘટનાઓનો તો અંત આવે જ, સાથોસાથ હરીફ બંદરો પર જ રીતે મોટા ડ્રાફટવાળાં જહાજો લાંગરી શકે છે, તે પણ કંડલા આવતાં થઇ શકે.
ડ્રેજિંગ કંપની પાસે નુકસાની વસૂલવા માંગ
શપિિંગ વ્યવસાય સાથે સંકળાયેલાઓના જણાવ્યા મુજબ કંડલા પોર્ટમાં અવારનવાર વેસલ ગ્રાઉન્ડ થઇ જવાના બનાવો બને છે, ત્યારે કરોડોના ખર્ચે જે પાર્ટી ડ્રેજિંગ કરે છે તે ખરેખર દરિયામાં આ કામગીરી કરે છે કે પછી કચ્છના રણમાં ? વ્યવસાિયકોએ એમ પણ જણાવ્યું હતું કે, આ બનાવને કારણે જહાજોનું આવાગમન ઠપ થઇ જતાં કેટલાંક જહાજો જેટી પર લાંગરી શક્યાં ન હતાં. આવાં નાનકડા બનાવોને કારણે પણ આંતરરાષ્ટ્રીયસ્તરે કંડલાની પ્રતિભાને ખૂબ નુકસાન પહોંચે છે. તેમના કહેવા મુજબ ખરેખર તો જહાજો ગ્રાઉન્ડ થતાં હોવાથી જે આનુસાંગિક નુકસાન થાય છે, તેને આવરી લઇને મોટી પેનલ્ટી ડ્રેજિંગનો કોન્ટ્રાકટ કરનારી કંપની પર ઠોકવી જોઇએ.