• Gujarati News
  • મોબાઇલ ટાવરના વિકિરણો ડી.એન.એ.નું બંધારણ વખિેરવા સક્ષમ !

મોબાઇલ ટાવરના વિકિરણો ડી.એન.એ.નું બંધારણ વખિેરવા સક્ષમ !

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિન-પ્રતિદિન ટેલિકોમ્યુનિકેશન સુવિધામાં વધારો કરવા ગુજરાતભરના શહેર-ગામડાઓમાં મોબાઇલ કંપનીઓની ગળાકાપ હરીફાઇ વચ્ચે ભયજનક રીતે ટાવરોની સંખ્યા વધી રહી છે, ચિંતાની વાત છે કે, કેન્દ્ર સરકારની રેડિયેશન અને પાવર ટ્રાન્સમશિન નોમિનલ વેલ્યુની હળવી નીતિના લીધે હાલ દરેક જગ્યાએ રહેણાક વિસ્તારોમાં મોબાઇલ ટાવરો સ્થપાઇ ગયા છે, જેમાં મોટા ભાગના ટાવરો શરીરને નુકસાન કરતા વિકિરણો ફેંકી રહેણાક વિસ્તારમાં જાણે બિલ્ડિંગના મુગટ સમા મોતના મિનારા બની ઊભા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ભારત સરકારને સુપરત કરાયેલા અહેવાલ મુજબ સામાન્યત: Gફઝ ૯૦૦ બેન્ડ ૯૩૫-૯૬૦ ઝોz ફ્રિકવન્સી પર મોબાઇલ અને ટાવર વચ્ચે થતાં ધ્વનિતરંગોની આપ-લેમાં વધુમાં વધુ ૧-૧.૯૩ ા/ઝ૨ સુધીનો પાવર નોમિનલ છે, ત્યારે ભયજનક બાબત છે કે, હાલ રાજ્યભરમાં સારામાં સારી ઇન્ટરનેટ અને ફોન કોલ સક્ષમ ગુણવત્તા આપવાના બહાને હજારો મોબાઇલ ટાવર એટલે કે મોતના મિનારાઓ નક્કી કરેલી ક્ષમતાથી બમણો પાવર એટલે કે ા/ઝ૨ પાવર ટ્રાન્સ-રિસીવ કરી શરીરમાં યમદૂતોનો સંદેશો લઇ ઘૂસી રહ્યા છે તેમ કચ્છમાં ટાવરોનો કોન્ટ્રાકટ ધરાવતા ઇજનેરે ‘ભાસ્કર’ને જણાવ્યું હતું. જી હા !
...અનુસંધાન પાના નં. ૬
અને ૩G નેટવર્ક આ બેન્ડ ૨૧૦૦-૨૧૭૦ ઝોz નું થઇ જાય છે, જે વધુ ક્ષમતામાં પાવર વાતચીત, Gડદફ, ૩G વીડિયો કોલિંગની સારી સુવિધાઓ માટે વાતાવરણમાં ફેંકે છે, જેને નિયંત્રણ કરવા
સરકાર નિષ્ફળ નીવડી છે, તેમાં કોઇ બેમત નથી, જે આ આંકડાઓ જ દર્શાવે છે.
આવા ટાવરો રાજ્યભરમાં ઠેરઠેર મેટ્રો શહેરોથી લઇને દરેક ગામડાઓમાં પહોંચ્યા છે, ત્યારે નોર્મ્સની મળતી વિગતો મુજબ - ૪૦ ૈઇક તો દ-૫૦ ૈઇક માનવ શરીર માટે શ્રાવ્ય છે.
‘ભાસ્કરે’ આનું ઇન્સ્પેકશન
કરતાં આ વેલ્યુઓ દ- ૮૯ ૈઇક થી લઇને દ-૯૩ૈઇક સુધી મળી હતી, જેને જાણકારોએ હાનિકારક ગણાવી છે !
ટાવર નજીક રેડિયેશન ૧૦,૦૦૦,૦૦૦ ગણુ વધારે !
આઇઆઇટી બોમ્બેના પ્રો. ગિરીશકુમારે આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, દિલ્હીને આ અંગેની ગંભીરતા દર્શાવતો ૫૦ પાનાનો અહેવાલ પણ આપ્યો છે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે રહેણાક વિસ્તારમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ રેડિયેશન ઓકતા મોબાઇલ ટાવર નજીક સગિ્નલની તીવ્રતા ૧૦,૦૦૦,૦૦૦ ગણી વધુ હોય છે અને રહેવાસીઓના શરીરમાં બંધારણીય ફેરફાર જલદી જ થાય છે. આ વસ્તુ એપાર્ટમેન્ટમાં રહેતા બાળકના મગજ પર ૬૦ ટકા જલદી અને વધુ અસર કરે છે, પાવરની નોમિનલ વેલ્યુ અન્ય દેશોમાં ૦.૦૦૧ દા/ઝ૨ફની શકિતથી તરંગો ટ્રાન્સમશિન અને રિસીવિંગ કરી રહ્યા છે.
ડી.એન.એ. પેટર્ન વખિેરવા સક્ષમ !
^ મોબાઇલ ટાવરમાંથી છુટા પડતા વિકિરણો જ્યારે નિયત માત્રા કરતાં વધુ શકિતશાળા રેડિયેશન ફેલાવતા વોટ ધરાવતા કિરણો છોડે છે, ત્યારે માનવીય શરીર બંધારણની ડી.એન.એ. પેટર્ન વખિેરાય છે અને માનવ શરીર પાણીનું બનેલી છે,જેથી આ કિરણો લિકિવડ રીએકશન થકી ઢગલા મોઢે છૂપા રોગોને નોતરે છે અદલ જે કામ માઇક્રોવેવ ઓવન રાંધવાનું કરે છે.
પ્રો.ઉત્પલ મહિચા (નિષ્ણાત પ્રોફેસર-તોલાણી પોલિટેનિક-આદપિુર)
પ્ર. મોબાઇલ ટાવરમાંથી છૂટતા વિકિરણો હાનિકર્તા છે ?
જ. જી હા ! મોબાઇલ અને ટાવર વચ્ચેના કોમ્યુનિકેશનમાં હાઇ ફ્રિકવન્સીના માઇક્રોવેવ્સ શરીરમાં નાની-મોટી બીમારીથી લઇને બ્રેઇન ટÛૂમર સુધી લાંબાગાળાની વપિરીત અસરો પાડી શકે છે, બાળકના મગજ પર આ જલદી અસર કરે છે.
પ્ર. આની વપિરીત અસરો જણાવશો ?
જ. રેડિયો હાઇ ફ્રિકવન્સી વેવ્સ અતિ હાનિકારક છે, જેની ચકાસણી માટે અમે ત્રણ દિવસ સુધી સતત આવા માઇક્રોવેવ્સનો મારો ફેિન્સંગ બાઉન્ડરી પર કર્યો હતો અને નવાઇની સાથે આ વિકિરણોના મારના લીધે એ ફેિન્સંગ ત્રીજા દિવસે પડી ગઇ હતી. તો વિચારો આ રેડિયેશન માનવ શરીરને શું હાનિ પહોચાડતું હોય ?
પ્ર. આ સિસ્ટમ કઇ રીતે કાર્ય કરે છે ?
જ. દરેક જગ્યાએ સારી સુવિધા પૂરી પાડવા કંપનીઓ દ્વારા હાલ ઠેરઠેર રહેણાક વિસ્તારમાં માઇક્રોવેવ રીપિટર સ્ટેશન એટલે કે મોબાઇલ ટાવરો મુકાયા છે, જે અલ્ટ્રા હાઇ ફ્રિકવન્સીમાં માઇક્રોવેવ્સને હવામાં છોડે છે અને આ ધ્વનિતરંગો નક્કી વેવલેન્થ પર મોબાઇલ અને ટાવરો વચ્ચે સગિ્નલ્સની આપ લે કરે છે સમાન કે ટેલિવઝિન અને રડાર જેટલી જ ભયાનકતા જ જોઇ લ્યો !
પ્ર. ટાવરની આસપાસ રહેતા લોકો પર આની શું અસર ?
જ. મોબાઇલ ટાવરની નજીક સગિ્નલની તીવ્રતા અતિ વધી જાય છે, જેથી સીધી વાત છે કે જેટલો સમય તમે ટાવરની આસપાસ રેડિયેશનની છત્રછાયામાં રહેશો એટલું જલદી શરીરનું બંધારણ વખિેરાશે આંખ અને સ્કીન પર સીધી અસર કરતા આ વિકિરણો લાંબાગાળે બ્રેઇન ટÛૂમર અને કેન્સર જેવા ભયંકર રોગો લાગુ પાડી શકે એમાં કોઇ શંકાને સ્થાન નથી, જેને વિજ્ઞાન પણ સાબિતી આપે છે. આની સૌથી વધુ અસર રહેણાક કે એપાર્ટમેન્ટમાં વસતા લોકો પર પડે છે, જે સાબિત થઇ ચૂકયું છે.
કઇ બીમારી થઇ શકે ?

# ટાવર નજીક રહેતા લોકોમાં રેડિયેશન ૧૦,૦૦૦,૦૦૦ ગણી વધુ તીવ્રતાથી અસર કરતું હોવાથી આ મુજબની સમસ્યાઓ આવે છે.
# ડી.એન.એ. બંધારણમાં ફેરફાર
# બ્લડ સકયુંલેશન ડીસીસ
# પ્રેગ્નન્ટ મહિલાને ખતરો
# નપંુસકતા / વ્યંધત્વ
# કેન્સર, બ્રેઇન ડેમેજ
# થાક, હાઇપર ટેન્શન, અનિદ્રા
# ચામડી માટે પણ જોખમ
# કાનમાં બહેરાશ
# આંખની નસો અને રેટીનાને અસર
# લાળગ્રંથિ ગાંઠ, યૂરોલોજિકલ