• Gujarati News
  • કેન્સરની બીમારીથી કંટાળી બેંક કર્મચારીનો આપઘાત

કેન્સરની બીમારીથી કંટાળી બેંક કર્મચારીનો આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મવડી વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીએ બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો.
મવડી ચોકડી પાસેના શિવપાર્કમાં આવેલા નોર્થ એવરેસ્ટ એવન્યુ પાર્કમાં રહેતા પટેલ યુવાન રમેશભાઇ લાલજીભાઇ વસોયા (ઉ.વ.૩૧)એ શુક્રવારે પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનુ મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, રમેશભાઇ સહકારી બેંકમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. અને ૧૧ મહિનાથી આંતરડાના કેન્સરની બીમારીથી પીડાતા હતા. બીમારીથી કંટાળી તેમણે જીવનનો અંત આણી લીધો હતો. યુવાનના આપઘાતથી પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા વસોયા પરિવારમાં શોકનું મોજું ફરી વ¬યું હતું.