• Home
  • Kutchh
  • Dayapar
  • વીર કવિ નર્મદના નિવાસને પાલિકાએ વેરાન બનાવી દીધું

વીર કવિ નર્મદના નિવાસને પાલિકાએ વેરાન બનાવી દીધું

વીર કવિ નર્મદના નિવાસને પાલિકાએ વેરાન બનાવી દીધું

ભાસ્કર ન્યૂઝ. સુરત | Updated - Aug 23, 2012, 04:05 AM
વીર કવિ નર્મદના નિવાસને પાલિકાએ વેરાન બનાવી દીધું
વીર કવિ નર્મદના આમલીરાન સ્થિત નિવાસ સ્થાનની હાલત ખંડેર જેવી સ્થિતિમાં છે. આ મકાનની જાળવણીનું કામ થયું નથી. શુક્રવારે કવિ નર્મદની જન્મ જયંતી છે. ત્યારે ફરી તેના આમલીરાનના મકાનની અવદશાનો મુદ્દો પ્રસ્તુત બન્યો છે.ભાજપના જ શાસનમાં ભાજપી કોર્પોરેટરે જ પાલિકા સામે આ અંગે મોરચો માંડયોછે. જોકે, વર્ષો વર્ષ આ રીતે રજુઆતો જ થતી રહી છે. કોઇએ નક્કર કામ કર્યું નથી.
જય જય ગરવી ગુજરાત જેવી પંકિતના સર્જક કવિ નર્મદના આમલીરાન સ્થિત નિવાસ સ્થાનની જાળવણીમાં મહાપાલિકાની ભારે બેદરકારી સામે આવી છે. ભાજપના આ વિસ્તારના કોર્પોરેટર દપિક આફ્રિકાવાલાએ જણાવ્યા પ્રમાણે સુરત મહાપાલિકાએ આ મકાનની જાળવણી માટે નર્મદ યુગાવર્ત ટ્રસ્ટને સોંપ્યું હતું. પરંતુ આ ટ્રસ્ટે તેનો વહીવટ પાછો પાલિકાને સોંપી દીધો હતો.ત્યારથી પાલિકા આ નિવાસ સ્થાનને જાળવે છે.પરંતુ કોઇ કાળજી લેવાતી નથી. આ મકાનના રીપેરÃગ તથા અહીં નર્મદજીના સાહિત્ય અંગેની લાયબ્રેરી શરૂ કરવા મારી ગ્રાન્ટમાંથી ૫,૫૫,૫૫૫નું અનુંદાન આપ્યું છે.
પાલિકાએ આ રકમ નર્મદ લાયબ્રેરીને મોકલી આપી છે. ૨૬ જુલાઇ ૨૦૧૦ના રોજ આ રકમ ફાળવી હોવા છતાં આજ સુધી પાલિકાએ કશું જ કયું નથી. વોર્ડ સમિતિના અધ્યક્ષ તરીકે પણ ઠરાવ કરીને આ કામ માટે વારંવાર રજુઆત કરી છે.
લોકો નારાજવીર કવિ નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ સુરતમાં ૨૪ ઓગસ્ટ ૧૮૩૩માં થયો હતો. સમાજ સુધારક તરીકે યાદ કરી તેમના સાહિત્ય સર્જનને ગુજરાત ગર્વ લે છે. તેવા નર્મદના નિવાસ સ્થાનની જાળવણીમાં પાલિકા ઠાગાઠૈયા કરે તે વાતથી નજીકના લોકો નારાજ છે. સ્થાનિકો કહે છે કે નેતાઓ દર વર્ષે નર્મદના જન્મદિન કે પુણ્યતિથિએ જાગે છે અને પછી પાછા એક વર્ષ માટે સુઇ જાય છે. કોઇએ નર્મદ જેવી હિઁમત બતાવી નથી.
ખાનગી માલિક પાસે લેવાયું હતું બે દાયકા પહેલાં નર્મદના આમલીરાન સ્થિત નિવાસ સ્થાનની માલિકી ખાનગી વ્યક્તિની હતી. આ મકાન ત્યારે વેચાઇ ગયું હતું. તે સમયે સ્થાનિક લોકોએ આંદોલન કરીને આ મકાનને તંૂટતું બચાવ્યું હતું. તે સમયે મેયર અજીત દેસાઇ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ ગુલાબદાસ ખસી હતા. તે વખતે પાલિકાએ આ મકાનને લઇને તેની જાળવણીની જવાબદારી યુગાવ્રત ટ્રસ્ટને સોંપી હતી.
વર્ષમાં બે જ વાર રોશની
છેલ્લા ત્રણેક વર્ષથી નર્મદની જન્મ જયંતી તથા પૂણ્યતિથિ એમ વર્ષમાં માંડ બે વાર આ નિવાસ પર રોશની કરવામાં આવે છે. ત્યારે કવિઓ ભેગા થઇ કવિતા તથા સાહિત્યકારો મળે છે. કલાકારો નાટક કરીને નર્મદને યાદ કરે છે અને ફરી આખુ વર્ષ એ જ તાળાં.

X
વીર કવિ નર્મદના નિવાસને પાલિકાએ વેરાન બનાવી દીધું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App