• Home
  • Kutchh
  • Anjar
  • ભુજમાં કચ્છી ભાષાના તજજ્ઞો માટે તાલીમવર્ગ શરૂ

ભુજમાં કચ્છી ભાષાના તજજ્ઞો માટે તાલીમવર્ગ શરૂ

ભુજમાં કચ્છી ભાષાના તજજ્ઞો માટે તાલીમવર્ગ શરૂ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

Jul 21, 2012, 04:03 AM IST
કચ્છના શિક્ષકોને કચ્છી ભાષાનું પ્રારંભિક જ્ઞાન મળે તે માટેના માસ્ટર ટ્રેઇનર્સ તૈયાર કરવાનો વર્ગ ભુજના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં શરૂ થયો હતો.
કચ્છી ભાષી વિસ્તારોમાં પ્રા.શાળાના પ્રારંભિક વર્ગોમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રત્યાયનની મુશ્કેલી નિવારવા છેલ્લા દાયકાથી ડાયટ દ્વારા બિનકચ્છી ભાષી શિક્ષકોને છ દિવસથી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ આપનારા તજજ્ઞો ૨૦૦૨માં તૈયાર કરવામાં આવ્યા હતા. દસ વર્ષ દરમિયાન કેટલાક તજજ્ઞોની બદલી થતાં તેમજ નિવૃત્ત થતાં નવું જૂથ તૈયાર કરવા માટે તળ કચ્છીના જાણકાર શિક્ષકોને ભવન ખાતે બે દિવસની તાલીમ આપવામાં આવશે,જેઓ નજીકના સમયમાં નવા નિમાયેલા બિનકચ્છી ભાષી શિક્ષકોને કચ્છી ભાષાની તાલીમ આપશે. આ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે વીઆરટીઆઇ-માંડવી દ્વારા તાલીમાર્થીઓને કચ્છી સાહિત્યના પુસ્તકો અપાયાં હતાં તથા બાલગીત અને રાષ્ટ્રગીતની સીડી ‘મુંજો વતન ધૂલારો’નું વિમોચન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સજાવતાં વીઆરટીઆઇના ગોરધન પટેલ ‘કવિભાઇ’એ પોતે કચ્છનું ઋણ ઉતાયૉનું કર્તવ્ય જણાવ્યું હતું. આ પ્રસંગે ડાયટના પ્રાચાર્ય ઇકબાલ લોખંડવાલાએ આવકાર અને પ્રાસંગિક વકતવ્ય આપ્યાં હતાં તથા સંયોજક વ્યાખ્યાતા સંજય પી. ઠાકરે ભૂમિકા બાંધી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં કવિ ચંદ્રવદન મહેતા ‘સારસ’ દ્વારા કચ્છી બાળગીત રજૂ કરવામાં આવ્યું હતું. કવિ વ્રજગજકંધ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ માવજી મહેશ્ર્વરી, હસમુખ અબોટી ‘ચંદન’ દ્વારા અપાઇ રહી છે.સંચાલન અને આભારદર્શન ડો. દક્ષાબેન મહેતાએ કર્યાં હતાં.
X
ભુજમાં કચ્છી ભાષાના તજજ્ઞો માટે તાલીમવર્ગ શરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી