• Gujarati News
  • બાંગ્લાદેશની ટીમ ભીમાસરના પુનર્વસનથી પ્રભાવિત થઇ

બાંગ્લાદેશની ટીમ ભીમાસરના પુનર્વસનથી પ્રભાવિત થઇ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ થયેલાં નવનિમૉણના કાર્યોનો જાત અભ્યાસ કરવા આવેલી બાંગ્લાદેશની ઉચ્ચ અધિકારીઓની ટીમ અંજાર તાલુકાના ભીમાસર ગામના પુનર્વસનની કામગીરીથી પ્રભાવિત થઇ હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.ડી.જોટાણિયાએ ડેલગિેશન ટીમને ૭ર એકરમાં નવનિર્મિત ભીમાસરની પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર સહિત ગામમાં બંધાયેલાં વિવિધ કેટેગરીના નવા મકાનોના બાંધકામની વિગતો આપી હતી. અગ્રણી દ્વારા ભૂકંપ પછીની વિવિધ મુશ્કેલીઓ, માનવીય પાસાઓની પણ ટીમને જાણકારી આપવામાં આવી હતી. ભૂકંપ બાદ ગામ નજીક સ્થપાયેલા ઉદ્યોગો, ટ્રાન્સપોટેંશન માટે રસ્તાનો વિકાસ, ઉદ્યોગોને પરિણામે ઊભી થયેલી આનુષાંગિક આવક સહિતની બાબતોને કારણે થયેલા વિકાસ અંગે ડેલગિેશન ટીમે જાણકારી મેળવી હતી.