• Gujarati News
  • ભગીરથની ૧૫ કરોડની કબૂલાત

ભગીરથની ૧૫ કરોડની કબૂલાત

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઇન્કમટેકસ દ્વારા હાથ ધરાયેલા દરોડામાં શહેરના બિલ્ડર ભગીરથ પીઠવડીવાળાએ રૂ.૧૫ કરોડના કાળા નાણાની સ્વૈિચ્છક આવક કબુલી હોવાની વગિત આઇટી કચેરીમાં ચર્ચાઇ રહી છે. જોકે, આઇટીએ સત્તાવાર રીતે આ બાબતને સમર્થન આપ્યું નથી.
તે ઉપરાંત જયંતિ બાબરિયા આઇટી અધિકારીઓ સમક્ષ બુધવારનાં બપોરનાં સમયે હાજર થઇ ગયા હતાં. પણ, અન્ય બિલ્ડર લવજી બાદશાહ હજુ પણ ભૂગર્ભમાં છે. બીજા દિવસે પણ ઇનકમ ટેકસ કચેરી દ્વારા તમામ સ્થળોએ દરોડાની કામગીરી ચાલુ રખાઇ હતી.
આ કાર્યવાહીમાં વિદેશી હૂંડિયામણ પણ આઇટીએ સીઝ કર્યુ હોવાની વગિત જાણવા મળી છે.
ભગીરથને ત્યાંથી રૂ.૨ કરોડ રોકડા મળ્યા
આઇટી કચેરીનાં સૂત્રોએ જણાવ્યું કે ભગીરથ પીઠવડીવાળાના લોકરમાંથી ૨ કરોડની રકમ મળી છે. ૧૮ લાખની જવેલરી જપ્ત કરાઇ છે. ૧૫ કરોડના કાળા નાણાની કબૂલાત કરાઇ છે. આ આંક હજુ વધી શકે તેમ છે. જમીન સોદાઓના દસ્તાવેજ જપ્ત કરાયા છે. તેની ચકાસણી ચાલી રહી છે. જોકે, ૧૫ કરોડની કબુલાતને આઇટી દ્વારા સત્તાવાર સમર્થન મળતું નથી.
આ બિલ્ડરો પ્રોજેકટો પર પણ સર્ચ કાર્યવાહી
ર્ડો જીવરાજ ડાખળાવાળા : અંંજનિ ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેકટ, ભગીરથનો માંકડાનો ઓમ ટેક્ષ્ટાઇલ અને સાંસોદ્રા પ્રોજેકટ, દિલીપ ઉધાર-પ્રમોટર અવધ લેકસીટી, વરાછાના પ્રોજેકટો જયંતિ અને લવજી સાથેના પ્રોજેકટો પૈકી અભિષેક રેસીડન્સી,ઇન્દ્ર લોક, વાસ્તુ પૂજય, આંગન રેસીડન્સી, અરૂણ જૈન, રમેશ હાથીગર, પ્રતાપભાઇ બિલ્ડર ઇત્યાદી આગેવાનોને અને સર્ચ કાર્યવાહી ચાલુ હોવાની વગિત મળી છે.
જયંતિ બાબરિયા હાજર થયાં, લવજી બાદશાહ ભૂગર્ભમાં
આઇટીના રડાર પર આવેલા શહેરના અગ્રણી બિલ્ડરો પૈકી જયંતિ બાબરિયા અને લવજી બાદશાહ પૈકી જયંતિ બાબરિયા બુધવારનાં રોજ આઇટી અધિકારીઓ સમક્ષ હાજર થઇ ગયા હતાં. જ્યારે લવજી બાદશાહ ભૂગર્ભમાં હોવાની વગિત જાણવા મળી છે. આ કિસ્સામાં ઉલ્લેખનીય છે કે આ બે બિલ્ડરો સાથે સંકળાયેલા અન્ય નાના મોટા બિલ્ડર પર પણ દરોડા કાર્યવાહી કરાઇ હતી.
જાણીતા બિલ્ડરને ત્યાંથી મહિલાઓના આંતરવસ્ત્ર મળ્યા
શહેરનાં બિલ્ડરો પર કરાઇ રહેલી સર્ચ કાર્યવાહીમાં ટોચના બિલ્ડરની ઓફીસમાંથી મહિલાઓના ન્યુ બ્રાન્ડ આંતરવસ્ત્રો મળી આવ્યા છે. આ ઉપરાંત ફોરેન કોન્ડોમની કોથળીઓ પણ મળી આવી હોવાની ચર્ચા બિલ્ડર વર્તુળમા છેડાઇ છે. આમ શહેરના બિલ્ડરોમાં હાલમાં આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. આઇટીના અધિકારીઓએ આ મામલે કોઇ ટીપ્પણી કરી નથી.
શું કહે છે આઇટી અધિકારીઓ
ઇન્વેસ્ટીંગેશન વીંગના ટોચના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુંકે તેઓ પાસે કેટલાક બિલ્ડરોના જમીન લે વેચ અને પ્રોજેકટના જડબેસલાક પૂરાવા મળ્યાં છે. તેમાંથી કરોડો રૂપિયાનું કાળુ નાણુ મળવા પામશે. હાલમાં તપાસ કાર્યવાહી ચાલી રહી છે. તેથી તેઓ વધારે કાંઇ કહેવા માંગતા નથી.