• Gujarati News
  • ફદડ કેમ્પસમાં ભરાતાં પાણીથી રોગચાળાની દેહશત

ફદડ કેમ્પસમાં ભરાતાં પાણીથી રોગચાળાની દેહશત

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરપુરા રોડ પર વરસાદી કાંસના પાણી નિકાલના અવરોધ દુર કરવામાં નહીં આવે તો એસઆરપી ગ્રૂપ-૯ કેમ્પસના તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ અને લાઇનમાં રહેતા પરિવારજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થઇ શકે છે.
મકરપુરા રોડ સ્થિત બારીગેટ લાઇન ખાતે આવેલાં એસઆરપી ગ્રૂપ-૯ના કેમ્પસમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાય છે. આ પાણીના નિકાલ માટે એસઆરપી કેમ્પસમાં વરસાદી કાંસ બનાવેલો છે, પરંતુ પ્રમાણમાં નાનો હોય તેમજ ઉંડો ન હોવાના કારણે તેમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી.
આ વરસાદી કાંસ એસઆરપી કેમ્પસમાંથી પસાર થઇ સુશેન ચાર રસ્તા પાસેના કોર્નર પાસેથી તરસાલી રિંગ રોડને ક્રોસ કરી ત્યાં આવેલી મુખ્ય લાઇનમાં પાણીનો નિકાલ કરે છે. પરંતુ, છેલ્લા ઘણા સમયથી આ વરસાદી કાંસ ઉપર લારી ગલ્લાવાળાનું દબાણ છે અને કચરો નાંખી કાંસનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. જેથી પાણીનો નિકાલ સદંતર બંધ થઇ ગયો છે.
રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૯ના ઇન્ચાર્જ સેનાપતિ આર સી રહેવરે સેવાસદનના વહીવટી સત્તાધીશોને લેખિતમાં રજુઆત કરતાં જણાવ્યું હતું કે, જો વરસાદી કાંસ માટે સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કેમ્પસમાં આવેલી પ્રાથમિક શાળામાં બે પાળીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ૨૫૦ તાલીમાર્થી જવાનો અને લાઇનમાં રહેતા જવાનો તેમજ તેમના પરિવારો ચોમાસામાં રોગચાળાના ભરડામાં સપડાય તેવી દહેશત છે.
આ સંજોગોમાં વરસાદી કાંસ પહોળો અને ઉંડો કરવાની સાથોસાથ તેના ઉપરનાં દબાણો દૂર કરાવીને તરસાલી રોડ ખાતે નવેસરથી ભૂંગળાં નાંખવા અથવા આરસીસી નાળું બનાવાય તો વરસાદી કાંસમાં પાણીનો નિકાલ થઇ શકે તેમ છે તેવું તેમણે સૂચન કયુંg છે.