• Gujarati News
  • ગાંધીધામમાં પાણીની કટોકટી અનેક વિસ્તાર તરસ્યા રહ્યા

ગાંધીધામમાં પાણીની કટોકટી અનેક વિસ્તાર તરસ્યા રહ્યા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાં છેલ્લા થોડા સમયથી પાણીની સમસ્યા બંધ થવાનું નામ લઇ રહી નથી, તેવામાં એક સાથે બે સમસ્યાના કારણે શહેરમાં ફરી પાણીની કટોકટી ઊભી થવાથી અનેક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહ્યો હતો, તો કેટલાક વિસ્તારમાં ધીમા પ્રવાહે પાણી આપવાની ફરજ પડી હતી. ટપ્પર ડેમ પર વાલ્વમાં ખરાબી સર્જાવાના કારણે કલાકો સુધી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ હતી, તો બીજી બાજુ છેલ્લા ત્રણથી ચાર દિવસથી રામબાગ વોડર હેટકવાર્ટર પરની મોટરમાં ખરાબી સર્જાતાં પાણી આપવામાં મુશ્કેલી પડી રહી છે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરને પાણી પૂરું પાડતા રામબાગ વોટર હેડકવાર્ટર પર છેલ્લા પાંચ-છ દિવસથી મોટરમાં તકનીકી ખરાબી સર્જાઇ છે. આ ખામીના કારણે રામબાગ ટાંકાના પગલે ત્યાંથી સીધુ લાઇન મારફતે પાણી પૂરું પાડવામાં આવતું હતું, જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં ધીમા પ્રવાહે પાણી આવતું હતું. આ સમસ્યાનો હજી હલ નથી આવ્યો, તેવામાં રવિવારે ચારથી પાંચ કલાક સુધી ટપ્પર ડેમથી પાણીનો સપ્લાય બંધ કરી દેવાતાં સુધરાઇના કર્મચારીઓ ધંધે લાગ્યા હતા. ટપ્પર ડેમમાંથી પાણી બંધ થવાથી ગાંધીધામમાં પણ પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ હતી.
આ અંગે પાણી પુરવઠા બોર્ડનો સંપર્ક સાધતાં જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડેમ ખાતે આવેલા વાલ્વમાં ખામી સર્જાઇ હતી, જેના પગલે વેલ્ડિંગ કામની ફરજ પડતાં ચારથી પાંચ કલાક સુધી પાણી વિતરણની વ્યવસ્થા બંધ કરાઇ હતી. જોકે, રવિવારે સાંજે રાબેતા મુજબ વિતરણ વ્યવસ્થા ફરીથી શરૂ કરી દેવાઇ હતી.