• Home
  • Kutchh
  • Anjar
  • સમૂહ લગ્નોથી સમાજ ગિઠત થાય

સમૂહ લગ્નોથી સમાજ ગિઠત થાય

સમૂહ લગ્નોથી સમાજ ગિઠત થાય

ભાસ્કર ન્યૂઝ ા અંજ | Updated - Feb 09, 2011, 04:04 AM
સમૂહ લગ્નોથી સમાજ ગિઠત થાય
વસંત પાંચમના શુભ મુહૂતેg કચ્છભરમાં લગ્નો લેવાયા હતા. જેમાં અંજારમાં બે સમાજ દ્વારા પણ સમૂહલગ્નોત્સવ ઉજવાયો હતો. પ્રજાપતિ સમાજમાં ૧૪ અને કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના ૧૨ યુગલ લગ્નબંધને જોડાયા હતા. સમૂહલગ્નોથી સમાજ એક તાંતણે બંધાતો હોવાની લાગણી વ્યક્ત કરાઇ હતી.
પ્રજાપતિ સમાજનાં લગ્નોત્સવ આયોજન ઉપરાંત રજતજયંતીની ઉજવણી પણ કરાઇ હતી. સમાજના સંગઠનને ૨૫ વર્ષ પૂર્ણ થતાં પ્રતિ વર્ષ લગ્નોત્સવમાં સામેલ થતા દાતાઓ, કાર્યકરો, શુભેચ્છકો સહિત કુલ ૨૦૦ સમાજજનોનું સન્માન કરાયું હતું. ૧૪ યુગલના સાત ફેરા સાથે આશીર્વચન આપતા રામદાસજી મહારાજે જણાવ્યું હતું કે, અપરિચિત લોકો લગ્નબંધનથી પરિચિત થાય છે. સમૂહ લગ્નોત્સવ થકી સમાજ પણ એક તાંતણે જોડાય છે. વિધિ આચાર્ય હિતેશ પંડ્યા દ્વારા કરાઇ હતી.
ભોજનના દાતા સ્વ. ડાહ્યાભાઇ બીજલ વારૈયા પરિવાર રહ્યો હતો. પ્રમુખ વાલજી ઓઝા, ઉપપ્રમુખ પ્રેમજી નાથાણી, મંત્રી રમેશ રાઠોડ, સંયોજક રમેશ પ્રજાપતિ, ખીમજી ઓઝાએ કામગીરી સંભાળી હતી. તો કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા ૩૮માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨ નવદપંતીઓ જોડાયા હતા. છેલ્લા ૪ દિવસના વિવિધ આયોજન સાથે આજે સમુહ લગ્નોત્સવમાં મહામંત્રી વિનોદભાઇ એલ. ચૌહાણે મહાસભા દ્વારાથતી અનેક સમાજવિધ પ્રવૃતિઓની માહિતી આપી હતી.
અંજાર ઘટકના પ્રમુખ અનિલભાઇ ટાંક દ્વારા નવ દપંતીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, સમાજની સાક્ષીએશ્રેષ્ઠીઓ દ્વારા અપાતુ કન્યા દાન પવીત્ર તીર્થ સમાન છે.

X
સમૂહ લગ્નોથી સમાજ ગિઠત થાય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App