ધર્મ ડેસ્કઃ વાસ્તુ મુજબ જો કોઈ વસ્તુ ખોટી દિશામાં રાખેલી છે તો તેની અશુભ અસરનો સામનો કરવો પડે છે. તેનાથી વાસ્તુ દોષ વધે છે અને ધન સંબંધી કામમાં પણ બાધાઓ ઉત્પન્ન થાય છે. બધી જ દિશાઓનું અલગ-અલગ મહત્વ છે. કોલકાતાના એસ્ટ્રોલોજર ડો. દીક્ષા રાઠી પાસે જાણો દક્ષિણ દિશામાં કઈ-કઈ વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ.
પહેલી વસ્તુ છે ઘડિયાળ
દક્ષિણ દિશાને યમરાજ એટલે કે કાળની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કાળ એટલે કે સમય દર્શાવતી ઘડિયાળ રાખવાથી બચવું જોઈએ. જો અહીં ઘડિયાળ રાખવામાં આવે તો ઘરમાં બીમારી બની રહે છે. કોઈ પણ બીમારીમાં દવાઓ જલદી અસર નથી કરતી.
બીજી વસ્તુ છે તિજોરી
ધન રાખવા માટે દક્ષિણ દિશા શુભ માનવામાં નથી આવતી. તેના માટે ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ છે. દક્ષિણ દિશામાં ધન રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી રહેતી. ખર્ચ વધુ થાય છે અને બચત નથી થઈ શકતી.
ત્રીજી વસ્તુ છે અરીસો
આ દિશામાં અરીસો રાખવાથી અહીંની નેગેટિવ એનર્જીને વધુ બળ મળે છે. જો અહીં અરીસો લગાવ્યો હોય તો જ્યારે તેનું કામ ન હોય ત્યારે તેને ઢાંકીને રાખવો જોઈએ.
આ ઉપાય કરી શકો છો
- દક્ષિણ દિશાના દોષ દૂર કરવા માટે અહીં એક્વેરિયમ રાખી શકો છો. આ એક્વેરિયમમાં ગોલ્ડન ફિશ જરૂર રાખો. તેની શુભ અસરથી વાસ્તુ દોષ દૂર થઈ શકે છે.
- તમે ઈચ્છો તો આ દિશામાં એક વાટકી આખું મીઠું પણ રાખી શકો છો. મીઠામાં નકારાત્મકતા ગ્રહણ કરવાની શક્તિ હોય છે. તેના કારણે દક્ષિણ દિશાની ખરાબ અસર ખતમ થઈ શકે છે.
- અહીં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો. અહીં ક્યારેય ગંદકી અથવા અંધારું ન હોવું જોઈએ.
આ પણ વાંચોઃ- વાસ્તુશાસ્ત્રઃ ઘરના મધ્ય ભાગમાં રાખી હશે કોઈ ભારે વસ્તુ તો બીમારીઓ અને ખરાબ સમય નહીં થઈ શકે દૂર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.