મોઢાંમાં સિક્કા લીધેલો ત્રણ પગવાળો દેડકો હોય છે ભાગ્યશાળી, પરંતુ કિચનમાં રાખવાની ભૂલ ન કરતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

 

ધર્મ ડેસ્કઃ ફેંગશુઇમાં ધન અને સુખ-શાંતિ વધારવા માટે અનેક ઉપાય જણાવવામાં આવ્યાં છે. તેને અપનાવવાથી ઘરમાં કાયમ હકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે. સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો ફેંગશુઇની 5 વસ્તુઓ, જેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

 

ત્રણ પગવાળો દેડકો


ફેંગશુઇ મુજબ મોઢાંમાં સિક્કા લીધેલો ત્રણ પગવાળો દેડકો ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને ઘરની અંદર મુખ્ય દ્વારની આજુબાજુ રાખવો જોઈએ. આ દેડકાને કિચન અથવા બાથરૂમમાં ન રાખો. આવું કરવાથી દુર્ભાગ્ય વધી શકે છે.

 

ત્રણ સિક્કા
બારણાંમાં લાલ રિબનથી બંધાયેલા 3 સિક્કા લટકાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ધ્યાન રાખો માત્ર 3 સિક્કા જ લગાવો અને તે પણ બારણાંની અંદરની તરફ. બહાર સિક્કા લગાવવા પર લક્ષ્મી દ્વાર પર જ રોકાય જાય છે.

 

લાફિંગ બુદ્ધા


જો તમારે આર્થિક સફળતા મેળવવી હોય તો લાફિંગ બુદ્ધા તમારી મદદ કરી શકે છે. મુખ્ય દ્વારથી ત્રાંસી દિશામાં એક લાફિંગ બુદ્ધા બેસાડી દો. આવું કરવા પર ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. ધ્યાન રાખો લાફિંગ બુદ્ધા બારણાંની એકદમ સામે ન રાખો.

 

કાચબો


ફેંગશુઇમાં કાચબાને શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી સફળતાની સાથે સુખ-સમૃદ્ધિ પણ આવે છે. કાચબાને ઓફિસ અથવા ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ધ્યાન રાખો કાચબાને જ્યારે પણ રાખો ત્યારે તેનો ચહેરો અંદરની તરફ હોવો જોઈએ. ધ્યાન રાખો તેને જોડામાં ન રાખવો.

 

ગોલ્ડન ફિશ


ઘરમાં માછલીઓ રાખવાથી સૌભાગ્ય વધે છે. આ ધન-સન્માનમાં વૃદ્ધિ કરે છે. ગોલ્ડન ફિશ તમારા બેડરૂમ, કિચન અથવા બાથરૂમમાં ન રાખવી. માછલીને કાયમ તમારા ડ્રોઇંગરૂમમાં રાખવી જોઈએ.

 

ડ્રેગનનો જોડો


ડ્રેગનનો જોડો સમૃદ્ધિનો પ્રતીક માનવામાં આવે છે. તેના પગના પંજાના મોતી હકારાત્મક ઉર્જા વધારે છે. ફેંગશુઇમાં ડ્રેગનને ચાર દિવ્ય પ્રાણીઓમાં ગણવામાં આવે છે. ડબલ ડ્રેગનને કોઈ પણ દિશામાં રાખી શકાય છે, પરંતુ પૂર્વ દિશામાં રાખવા સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

 

 

આ પણ વાંચોઃ- રોજ સવારે સ્નાન કર્યા પછી ગંગાજળમાં કર્પૂર નાખી આખા ઘરમાં કરો છંટકાવ, દૂર થઈ શકે છે ખરાબમાં ખરાબ સમય