કાર્યોમાં સતત આવતી હોય અડચણો અને મળતી હોય તો અસફળતા તો દક્ષિણ દિશામાં ઘોડાનું સ્ટેચ્યૂ અપાવી શકે છે સફળતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મ ડેસ્ક: જો ઘરમાં નકારાત્મકતા હોય તો, આર્થિક કાર્યોમાં અડચણો આવી શકે છે અને અસફળતાનો સામનો કરવો પડી શકે છે. વારંવાર અડચણો આવે છે અને કામ અટકી પડે છે. ઉજ્જૈનની વાસ્તુ અને ફેંગશુઇ વિશેષક ડૉ. વિનિતા નાગરના જણાવ્યા અનુસાર ઘરમાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવાથી કાર્યોમાં ગતિ આવે છે અને અડચણો દૂર થાય છે. સફળતા મળવાની શક્યતા વધી જાય છે. ઘોડાને ઉર્જા અને ગતિનું પ્રતીક માનવામાં આવે છે. માટે તેની તસવીર કે સ્ટેચ્યૂ ઘરમાં ઉર્જા વધારે છે અને નકારાત્મકતા દૂર કરે છે.  
 
 
 
ઘોડાના સ્ટેચ્યૂની કેટલીક મહત્વની વાતો
 
 
ઘરની દક્ષિણ દિશામાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવું જોઇએ.
દક્ષિણ દિશામાં ઘોડાની સુંદર તસવીર પણ લગાવી શકાય છે.
લગામ લગાવેલી હોય તેવી ઘોડાની તસવીર ન રાખવી જોઇએ. તેનાથી કામોની ગતિ અવરોધાય છે.
સુખી લગ્નજીવન માટે બેડરૂમમાં ઘોડાની જોડ રાખવી જોઇએ.  

અન્ય સમાચારો પણ છે...