• Home
  • Dharm Darshan
  • Vastu Shastra
  • Factory
  • બિઝનેસમાં આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો, બચી જશો મોટા નુકસાનથી । Vastu Tips for Business To Avoid Loss In Business

બિઝનેસમાં આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો, બચી જશો મોટા નુકસાનથી

divyabhaskar.com

Jun 01, 2018, 12:40 PM IST
બિઝનેસમાં આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો, બચી જશો મોટા નુકસાનથી । Vastu Tips for Business To Avoid Loss In Business

ધર્મ ડેસ્ક: કેટલીકવાર બિઝનેસમાં સતત નુકસાન વેઠવું પડે છે, ખૂબ જ મહેનત કરવા છતાં નુકસાનીને પહોંચી વળાતી ન હોય તો તે વખતે તમારી દુકાન, ઓફિસ, ફેક્ટરી કે બિઝનેસના સેન્ટરમાં કોઈ વાસ્તુદોષ કારણભૂત હોઈ શકે છે.

પરંતુ જો તમારી દુકાન કે ઓફિસમાં કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખશો તો બિઝનેસમાં થઈ રહેલાં નુકસાનથી બચી શકો છો, સાથે જ આ ઉપાયો કરવાથી તમારી આવક વધારી શકાય છે.

1. ઓફિસ કે દુકાનમાં માલિકનું કેબીન સૌથી પહેલાં નહીં હોવું જોઈએ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આને સારૂ માનવામાં નથી આવતું.

2. ઓફિસ કે દુકાનના કોઈ રૂમમાં બારણાની સામે ટેબલ નહીં હોવું જોઈએ. બારણાની સામેની જગ્યાને ખાલી છોડવાનું સારૂ માનવામાં આવે છે.

3. દુકાન કે ઓફિસની દિવાલો પર ઘેરા રંગ જેમ કે લીલો, ભુરો, કાળો આવા રંગોનો ઉપયોગ નહીં કરવો જોઈએ, હલ્કા રંગ જેમ કે, સફેદ, ક્રીમ, પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ, આનાથી ઓફિસની નેગેટીવ એનર્જી ખતમ થાય છે અને પોઝીટીવ એનર્જીમાં વધારો થાય છે.

4. ઓફિસ કે દુકાનમાં પાણીની વ્યવસ્થા ઉત્તર-પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ. આવું કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને દેવાથી પણ છુટકારો મળે છે.

5. ધનના દેવતાનો વાસ ઉત્તર દિશામાં માનવામાં આવે છે એટલે દુકાન કે ઓફિસમાં કેશિયરની બેસવાની વ્યવસ્થા ઉત્તર દિશામાં જ રાખવી જોઈએ.

6. કમ્પ્યુટર, વીજળીથી ચાલતી મશીનો આગ્નેય કોણ (દક્ષિણ-પૂર્વ દિશા)માં જ રાખવી જોઈએ, વીજળીથી સંબંધિત કાર્યો માટે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

7. વાસ્તુ પ્રમાણે એક ટેબલ પર એકથી વધુ વ્યક્તિઓએ નહીં બેસવું જોઈએ આવું કરવાથી એક બીજાના કામમાં નેગેટીવ પ્રભાવ પડે છે.

8. ઓફીસ અથવા દુકાનમાં બધા જ કર્મચારીઓની બેસવાની વ્યવસ્થા એવી હોવી જોઈએ જેનાથી કોઈની પણ પીઠ ઓફિસના મુખ્ય દ્વારની સામે નહીં હોય.

9. ઓફિસ અથવા દુકાનમાં ઉત્તર-પૂર્વ દિશામાં કાંચ લગાવવો જોઈએ, આવું કરવું વેપારમાં વૃદ્ધિ માટે લાભદાયક હોય છે.

10. દુકાન અથવા ઓફિસમાં ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વને ખાલી નહીં રાખવું જોઈએ, પાણીની વ્યવસ્થા આ જ જગ્યાએ કરવી જોઈએ, આ દિશામાં મંદિર રાખવું પણ લાભદાયક છે.

11. દુકાનમાં ભારી સામાન અથવા જૂતા-ચપ્પલને ઉત્તર-પૂર્વ દિશામાં નહીં રાખવા જોઈએ, આનાથી વેપારમાં નુકસાન થઈ શકે છે.

12. ઓફિસ અથવા દુકાનના પૂર્વી ભાગમાં લાકડાનું ફર્નીચર અથવા લાકડાથી બનેલી વસ્તુઓ જેમ કે કબાટ, શો પીસ, ઝાડ-છોડવા અથવા લાકડાથી બનેલી ફ્રેમમાં લાગેલા ફોટા લગાવવા જોઈએ, વેપારની વૃદ્ધિ માટે આ શુભ માનવામાં આવે છે.

X
બિઝનેસમાં આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો, બચી જશો મોટા નુકસાનથી । Vastu Tips for Business To Avoid Loss In Business
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી