લાઇફ મેનેજમેન્ટ / જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે ત્યાં બધા કામ નિષ્ફળ થઈ જાય છે અને પરિવારનો પણ જલદી જ નાશ થઈ જાય છે

Mahabharat, interesting fact of Mahabharata, Bhishma Pitamah, Yudhishtir, Bhima, Arjun, Shrikrishna

Divyabhaskar.com

Mar 09, 2019, 04:29 PM IST

ધર્મ ડેસ્કઃ- મહિલાઓના સંબંધમાં અનેક ગ્રંથોમાં અનેક વાતો જણાવવામાં આવી છે. કેટલાક ગ્રંથોમાં સ્ત્રીઓના ફરજનું વર્ણન કરવામાં આવ્યું છે તો કેટલાકમાં તેમના વ્યવહાર વિશે જણાવવામાં આવ્યું છે. એવી જ રીતે મહાભારતમાં પણ સ્ત્રીઓના સંબંધમાં કેટલીક વિશેષ વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વાતો મહાભારતના અનુશાસન પર્વમાં તીરોની પથારી પર સૂતા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહી હતી. તેમાંથી કેટલીક વાતો આજના સમયમાં પણ પ્રાસંગિક છે. આ વાતો નીચે જણાવ્યા મુજબ છે -

- ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાં બધા કામ નિષ્ફળ થઈ જાય છે. જે કુળની વહુ-દીકરીઓને દુઃખ મળવાના કારણે શોક હોય છે તે કુળનો નાશ થઈ જાય છે. પ્રસન્ન રહીને પાલન કરવાથી સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે.

- પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને જણાવ્યું કે સ્ત્રીઓ નારાજ થઈને જે ઘરને શ્રાપ આપી દે છે તે નષ્ટ થઈ જાય છે. તેમની શોભા, સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થઈ જાય છે.

- સંતાનની ઉત્પત્તિ, તેનું પાલન-પોષણ અને લોકયાત્રાને પ્રસન્નતાપૂર્વક નિર્વાહ પણ તેમના ઉપર નિર્ભર છે. જો પુરુષ સ્ત્રીઓનું સન્માન કરશે તો તેમના બધા કામ સિદ્ધ થઈ જશે.

- ભીષ્મ પિતામહ મુજબ, જો સ્ત્રીની મનોકામના પૂરી ન કરવામાં આવે તો તે પુરુષને પ્રસન્ન નથી કરી શકતી. એટલે સ્ત્રીઓનું કાયમ સન્માન અને પ્રેમ કરવું જોઈએ.

- જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતા પ્રસન્ન થઈને નિવાસ કરે છે. સ્ત્રીઓ જ ઘરની લક્ષ્મી છે. પુરુષને તેનું યોગ્ય સત્કાર કરવું જોઈએ.


આ પણ વાંચોઃ- પતિ-પત્ની એકબીજા ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દે અથવા જીવનસાથી વારંવાર બીમાર થવા લાગે તો સમજી લેવું જોઈએ કે કંઈક અશુભ થવાનું છે

X
Mahabharat, interesting fact of Mahabharata, Bhishma Pitamah, Yudhishtir, Bhima, Arjun, Shrikrishna
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી