બોધ કથા / જીવનમાં મોટી તક મળે તો નાની-નાની ઈચ્છાઓ અને અહંકારને છોડી દેવો જોઈએ

Mahabharat stories in hindi story of lord indra and nahush in bhagwat

divyabhaskar.com

Apr 26, 2019, 05:29 PM IST

ધર્મ ડેસ્ક: શ્રીમદ ભાગવતમાં એક કથા આવે છે જેનો મહાભારતમાં પણ ઉલ્લેખ મળે છે. જ્યારે મનુના વંશની ચોથી-પાંચમી પેઢી ચાલી રહી હતી. સ્વર્ગમાં ઈન્દ્રનું શાસન હતું. એકવાર દુર્વાસા ઋષિનું અપમાન કરવાને લીધે ઈન્દ્રએ પણ તેમના શ્રાપનો શિકાર બનવું પડ્યું હતું. દુર્વાસા ઋષિના શ્રાપને લીધે ઈન્દ્ર બળહીન થઈ ગયો હતો. ઈન્દ્રને બળહીન જોઈને દાનવોએ સ્વર્ગમાં ઉપદ્રવ મચાવવાનું શરૂ કરી દીધું. તેને લીધે ઈન્દ્ર કોઈ જગ્યાએ જઈને છુપાઈ ગયો. તેને લીધે દાનવોની હિંમત વધી ગઈ હતી. દાનવો રોજ સ્વર્ગ પર અલગ-અલગ પ્રકારના હુમલા કરતાં હતાં.

ત્યારે બીજા દેવતાઓએ ભેગા થઈ સપ્ત ઋષિઓની સલાહ લીધી અને તે સમયે ધરતી પર સૌથી તેજસ્વી ગણાતા રાજા નહુષને સ્વર્ગના રાજા બનાવી લીધાં. નહુષ વીર અને પ્રતાપી રાજા હતાં. તેમના પ્રભાવને લીધે દાનવો ફરી શાંત પડ્યાં અને સ્વર્ગમાં શાંતિ સ્થપાઈ. પરંતુ, સ્વર્ગનું રાજપદ અને ઈન્દ્રનું આસન મળવાને લીધે થોડા દિવસોમાં જ નહુષ પર સત્તા અને શક્તિનો નશો ચઢવાં લાગ્યો. તેઓ સ્વર્ગમાં મનમાની કરવા લાગ્યાં. ઈન્દ્રનું પદ મળ્યાં પછી તેમને ઈન્દ્રની પત્ની શચિને પણ પોતાની સામે આવવાનો હુકમ કરી દીધો. નહુષે ઈન્દ્રની પત્નીને કહ્યું કે જ્યારે ઈન્દ્રનું આસન અને તેની શક્તિઓ મારી પાસે છે, તો તું પણ મને પતિ તરીકે સ્વીકાર કર. શચિએ તેમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી તો નહુષે શચિને જુદી-જુદી રીતે પરેશાન કરવાનું શરૂ કરી દીધું. ત્યારે પરેશાન થઈને શચિ દેવગુરુ બૃહસ્પતિ પાસે ગઈ, તેમને બધી વાત જણાવી. નહુષની મનમાનીથી બધા ઋષિઓ પણ પરેશાન હતાં. ત્યારે દેવગુરુએ શચિને એક યુક્તિ બતાવી. ગુરુ બૃહસ્પતિએ શચિને કહ્યું કે તું નહુષનો પ્રસ્તાવ માની લે અને તેને કહેજે કે જો નહુષ સપ્ત ઋષિઓને પાલખીવાળા(ભોઈ) બનાવીને પોતે પાલખીમાં બેસીને આવે તો તું પોતાના પતિ તરીકે સ્વીકાર કરી લઈશ. શચિએ આ સલાહ માની લીધી. તેને નહુષ સુધી આ શરતનો સંદેશો મોકલાવી દીધો.

શચિનો સંદેશ પ્રાપ્ત કરીને નહુષ ખુશ થઈ ગયો અને તેને સપ્ત ઋષિઓને પાલખી ઊઠાવવાનો આદેશ કર્યો. મજબૂરીમાં ઋષિઓએ નહુષની વાત માનવી પડી. પરંતુ વૃદ્ધ હોવાને કારણે ઝડપથી ચાલી શકતાં ન હતાં. તો નહુષે પાલખી ઊઠાવીને ચાલી રહેલાં અગસ્ત ઋષિને લાત મારીને ઝડપથી ચાલવાનું કહ્યું. ત્યારે ઋષિઓની ધીરજ તૂટી ગઈ. સપ્ત ઋષિઓને નહુષને પાલખીમાંથી નીચે પાડીને તરત અજગર બની જવાનો શ્રાપ આપી દીધો. ધરતી પર પડેલો નહુષ રાજા અજગર બની ગયો અને પોતાના કુકર્મનો પસ્તાવો કરવા લાગ્યો. સ્વર્ગના રાજા બનવા યોગ્ય વ્યક્તિ પોતાના અહંકાર અને ભૂલોને લીધે અજગર બની ગયો.

કથાની શીખ-

દરેક વ્યક્તિએ પોતાની યોગ્યતા પ્રમાણે ક્યારેક ને ક્યારેક ભાગ્યને બદલવાની અને જીવનમાં કંઈક કરી બતાવવાની તક જરૂર મળે છે. પરંતુ, ઘણા લોકો આ તક મેળવીને પણ ભૂલો કરે છે અને પોતાનું સર્વસ્વ ખોઈ બેસે છે. જ્યારે પણ જીવનમાં મોટી તક મળે તો નાની-નાની ઈચ્છાઓ અને અહંકારને છોડી દેવો જોઈએ.

X
Mahabharat stories in hindi story of lord indra and nahush in bhagwat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી