Hanuman Jayanti 2019 / સ્નાન કર્યા વગર, ભોજન કર્યા પછી પાણી પીધાં વગર, સ્વચ્છ કપડાં પહેર્યા વગર ન કરવી જોઈએ હનુમાનજીની પૂજા

Hanuman Jayanti must remember in Hanuman Puja

divyabhaskar

Apr 17, 2019, 07:53 PM IST

ધર્મ ડેસ્ક- ધર્મગ્રંથો પ્રમાણે ચૈત્ર મહિનાની પૂનમે હનુમાનજીનો જન્મ થયો હતો. એટલા માટે આ દિવસે હનુમાન જયંતીનું પર્વ ખૂબ જ ધામ-ધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતી 19 એપ્રિલ, શુક્રવારે છે. આ અવસરે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવી રહ્યા છે કે કંઈ પરિસ્થિતિઓમાં હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ.

અશુદ્ધ કપડાંમાં-

કેટલાંક લોકો સ્નાન કર્યા પછી તરત જ રૂમાલ વીંટાળીને કે ઈનરવેરમાં જ હનુમાનજીની પૂજા કરી લે છે. આ હનુમાનજીની પૂજાની ખોટી રીત છે. હનુમાનજીની પૂજા કરતી વખતે શુદ્ધતાનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. ગંદા કપડાંમાં હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ.

સ્નાન કર્યા વગર-

હનુમાનજી સહિત બીજા દેવી-દેવતાઓની પૂજા સ્નાન કર્યા વગર ન કરવું જોઈએ. ધર્મશાસ્ત્રોમાં પણ સવારે સ્નાન કર્યા બાદ પણ દેવતાઓની પૂજા કરવાનું વિધાન છે. સ્નાન વગર હનુમાનજીની મૂર્તિનો સ્પર્શ ન કરવો જોઈએ.

ભોજન કર્યા પછી પાણી પીધા વગર-

કંઈપણ ખાધા પછી પાણી જરૂર પીવું જોઈએ કે કોગળા કરવા જોઈએ. તેનાથી મુખની શુદ્ધિ થાય છે. ભોજન પછી એઠાં મુખે હનુમાનજી સહિત કોઈપણ દેવી-દેવતાની પૂજા કરવાનો નિષેધ(મનાઈ) છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

સૂતક દરમિયાન-


પરિવારમાં જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે ઉત્તર કાર્ય(13 દિવસ સુધી) થાય ત્યાં સુધી હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. આ સમયને સૂતક કહે છે.

પરિવારમાં સંતાન જનમ્યું હોય ત્યારે-

પરિવારમાં કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હોય ત્યારે પણ 10 દિવસ સુધી હનુમાનજી અને અન્ય દેવી-દેવતાઓની પૂજા ન કરવી જોઈએ. આ સમયને સુવાવડનો સમય કહે છે.

X
Hanuman Jayanti must remember in Hanuman Puja
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી