માણિક્ય કોણે અને શા માટે ધારણ કરવો?

divyabhaskar.com

Jun 01, 2018, 12:37 PM IST
importance of ruby stone

ધર્મ ડેસ્ક: જ્યોતિષ મુજબ માણેક (રૂબી) સૂર્યનો રત્ન છે. માણેક જોવામાં લાલ રંગનો પારદર્શી પથ્થર હોય છે જેને સૂર્યના તડકામાં રાખવાથી અગ્નિ સમાન આગ નીકળતી જોવા મળે છે. આ રત્ન શરીરની ઉષ્માને નિયંત્રિત કરીને માનસિક સંતુલન આપે છે.

માણેક પહેરવાથી સૂર્ય અનુકૂળ થઇને તમારા વિકાસનો માર્ગ ખોલી શકે છે. માણેક સિંહ રાશિનો રત્ન છે. માણેકનો ઉપ રત્ન ગાર્નેટ છે, જો તમે મોંઘો માણેક ખરીદી ન શકતા હોવ તો ગાર્નેટ પણ પહેરી શકો છો. માણેક અથવા રૂબી સોના અથવા તાબાંની ધાતુમાં પહેરવો જોઈએ. સૂર્યનું આ રત્ન સિંહ, મેષ, અને ધન જન્મ-લગ્ન ધરાવતા જાતકો ધારણ કરી શકે.

માણેક ત્રીજી આંગળી પર ધારણ કરવો જોઈએ. રવિવાર સૂર્યનો વાર છે, રવિવારે સૂર્યોદય પછીના પ્રથમ કલાકમાં સૂર્યનું રત્ન ધારણ કરવું જોઈએ. અજીર્ણ, ઉદરરોગ, રક્તચાપ, સ્મરણશક્તિ, ગેસ, કેન્સરના રોગીએ આ રત્ન ધારણ કરવો જોઈએ.

X
importance of ruby stone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી