ફિરોઝા રત્ન / ફિરોઝા રત્ન તણાવ ઘટાડશે અને પ્રેમ વધારશે

બુધનું રત્નને છેલ્લી આંગળીમાં ધારણ કરી શકાય

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 05:32 PM
feroza stone benefits

ધર્મ ડેસ્ક : મોટાભાગના લોકોના પ્રેમ સંબંધ અને લગ્નજીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. તેને કારણે જીવન તણાવગ્રસ્ત થઈ જાય છે અને ઘણીવાર સંબંધ તૂટવાની અણીએ પહોંચી જાય છે. આ પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે રત્નશાસ્ત્રમાં રત્નધારણ કરવાના ઉપાયો જણાવાયા છે. પ્રેમ સંબંધ અને લગ્નજીવનમાં મીઠાશ જળવાઈ રહે તે માટે આ રત્નો ધારણ કરો.


જાતકને પ્રેમ સંબંધમાં કોઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેમને ફિરોઝા રત્ન ધારણ કરવું જોઈએ. કોઈ પતિ-પત્ની, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય ત્યારે ફિરોઝા રત્નની બે વીંટીઓ બનાવીને બંનેએ ધારણ કરવી જોઈએ. આ રત્ન ઘાટો નીલો, આસમાની અને અન્ય રંગોના મિશ્રણથી બનેલું છે.


જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને પ્રેમ સંબંધોનો કારક માનવામાં આવે છે અને સુખી લગ્નજીવન માટે પણ આ ગ્રહને મહત્વ અપાયું છે. રત્ન વિજ્ઞાન અનુસાર શુક્ર ગ્રહનું રત્ન હીરો અને ઉપરત્ન ઓપેલ છે. પ્રેમ સંબંધોમાં સફળતા ન મળી રહી હોય કે મુશ્કેલી હોય તો તેને દૂર કરવા માટે હીરો અથવા ઓપેલ રત્ન ધારણ કરવું જોઈએ. હીરો અને ઓપેલ પારદર્શકર હોય છે. ઓપેલ રત્ન સફેદ, ગુલાબી વગેરે રંગોમાં મળી આવે છે .વૃષભ, મિથુન, કન્યા અને તુલા જન્મલગ્નના જાતકો બુધનું રત્નને છેલ્લી આંગળીમાં ધારણ કરી શકે છે.

X
feroza stone benefits
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App