નારદ પુરાણઃ ગ્રંથમાં જણાવ્યું છે, લાલચ અથવા કોઈના કહેવાથી કરશો પૂજા તો નહીં મળે ફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

 

 

ધર્મ ડેસ્કઃ  ભગવાન વિષ્ણુના પરમભક્ત નારદમુનિ સાથે તેમના સંવાદ ઉપર આધારિત નારદ મહાપુરાણ ભક્તિ અને લાઇફ મેનેજમેન્ટ માટે એક ઉત્તમ ગ્રંથ છે. આ પુરાણમાં નારદ મુનિએ જીવનને સરળ અને સુખી બનાવવાની કેટલીક ટિપ્સ આપી છે. પૂજા-પાઠ કરવા છતાં તેમાં સફળતા નથી મળતી તો તેનું કારણ માત્ર આપણી આસ્થા જ નહીં પણ માનસિક સ્થિતિ પણ હોય છે. આ ગ્રંથમાં જણાવ્યું છે, કે લાલચ અથવા ડરથી પૂજા કરવામાં આવે તો તે પૂજાનો લાભ નથી મળતો.

 

 

લાલચ
ભગવાનની પૂજા-અર્ચના નિઃસ્વાર્થ ભાવથી કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ લાલચથી અથવા કોઈ સ્વાર્થથી ભગવાનની પૂજા-અર્ચના કરે છે તો તેનું ફળ નથી મળતું. કોઈ પણ લાલચ વિના કરવામાં આવેલી પૂજા શુભ ફળ આપનારી હોય છે. વિના લાલચથી સંપૂર્ણ સમર્પણ અને શ્રદ્ધા સાથે ભગવાનની પૂજા કરવામાં આવે તો માંગ્યા વિના જ તમામ સુખ મળી જાય છે.

 

બીજાના કહેવા પર
ઘણી વખત લોકો બીજાના કહેવા પર અથવા ઘરના સભ્યોના દબાણમાં આવીને ભગવાનની પૂજા કરતા હોય છે. મન વિના અથવા કોઈના કહ્યા પછી કરવામાં આવેલી પૂજાનું ફળ નથી મળતું. આવી પૂજાનો કોઈ લાભ નથી મળતો. એટલે સાચાં મનથી અને સાચાં ભાવથી ભગવાનની પૂજા કરવી જોઈએ.

 

અજ્ઞાન
ભગવાનની પૂજા કરતા પહેલા પૂજન વિધિનું પૂરેપૂરું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન વિના અથવા અધૂરા જ્ઞાન સાથે ભગવાનની પૂજા-અર્ચના ન કરવી જોઈએ. ખોટી વિધિ સાથે પૂજા અથવા હવન કરવામાં આવે તો તેની નકારાત્મક અસર પણ જોવા મળે છે. એટલે ક્યારેય પણ અધૂરા જ્ઞાન અથવા ખોટી વિધિથી પૂજા ન કરવી જોઈએ.

 

ભય
ઘણાં લોકો કોઈ ન કોઈ ભયથી ભગવાનની પૂજા-અર્ચના કરે છે. આવા ભાવથી કરવામાં આવેલી પૂજાનું ફળ ક્યારેય નથી મળતું. ભગવાનની પૂજા શાંત અને પવિત્ર મનથી કરવી જોઈએ. શાંત મનથી કરેલી પૂજા કાયમ સફળ થાય છે.

 

 

આ પણ વાંચોઃ- ઘરમાં ચંપલ પહેરવાથી વધે છે નેગેટિવ એનર્જી, રસોડું અને મંદિરમાં સહિત 5 જગ્યાઓ પર ક્યારેય ન પહેરવા જૂતા