સાપ્તાહિક ભવિષ્યફળ: મેષ સહિત 3ના જાતકોને રોકાણમાં ફાયદો, કર્ક રાશિના લોકોને થશે ખર્ચમાં વધારો

આગામી 7 દિવસો કેવા રહેશે મેષથી મીન સુધીના જાતકો માટે

Dharm Desk | Updated - Sep 10, 2018, 10:36 AM
મેષ- પોઝિટિવ- અઠવાડિયાના શારૂઆતના અને મધ્યના દિવસો સારા રહેશે
મેષ- પોઝિટિવ- અઠવાડિયાના શારૂઆતના અને મધ્યના દિવસો સારા રહેશે

ધર્મ ડેસ્ક: આવનારા સાત દિવસ એટલે કે 10 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર, તમારા માટે કેવા રહેશે, જાણો સાપ્તાહિક ભવિષ્યફળ. આ અઠવાડિયામાં કોને મળશે ધનલાભ અને કોને થઈ શકે છે ખર્ચમાં વધારો. કઈ રાશિના લોકોના સંબંધો થઈ શકે છે મજબૂત, તો કોને પાર્ટનર સાથે થઈ શકે છે અણબન. કેવી રહેશે તમારી પ્રોફેશન લાઇફ અને કોઇને મળી શકે છે નવી નોકરી એ જાણો સાપ્તાહિક રાશિફળથી..

મેષ- પોઝિટિવ- અઠવાડિયાના શારૂઆતના અને મધ્યના દિવસો સારા રહેશે. આ દિવસોમાં તમારી એવી કોઇ ઇચ્છા પૂરી થઈ શકે છે, જેના વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યા હોય. મિત્રો અને ભાઇઓ સાથે મતભેદ દૂર થશે. મહેનત વધશે પરંતુ સન્માન પણ વધશે. સાહિત્ય અને કળામાં રૂચી વધશે. બેરોજરોને નોકરી મળી શકે છે.

નેગેટિવ- તમારાં રહસ્યો અને નબળાઇ વિશે કોઇને વાત ન કરવી. કોઇ ન ગમતું કામ પણ કરવું પડી શકે છે.


ફેમિલી- પરિવાર સાથે કોઇ સાથે યાત્રા પર જઈ શકો છો. માતા-પિતાનો સહયોગ મળી રહેશે. જીવનસાથી સાથે સારી રીતે વર્તવું.


લવ- પ્રેમીઓ માટે સમય ચઢાવ-ઉતારવાળો રહેશે.


કરિયર- કરિયર પર ધ્યાન આપશો તો ચોક્કસથી સફળતા મળશે. નોકરિયાત લોકોને અધિકારીઓની મદદ મળશે. બિઝનેસ કરતા લોકો માટે રોકાણ કરવા માટે સારો સમય છે.


હેલ્થ- પરિવારમાં કોઇનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાવા-પીવાનું ધ્યાન રાખવું.


શું કરવું- સંધ્યા સમયે તુલસી આગળ દિવો કરવો.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો અન્ય રાશિઓ વિશે....

વૃષભ- પોઝિટિવ- બેરોજગારો અને સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે
વૃષભ- પોઝિટિવ- બેરોજગારો અને સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે

વૃષભ- પોઝિટિવ- બેરોજગારો અને સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. પ્રમોશન અને સફળતા મળી શકે છે. ધીરજ રાખવી. અધિકારીઓની મદદ મળી શકે છે. જીવનમાં સુધારો લાવવાની તક મળી શકે છે. કામ પૂરાં થવાથી પ્રસન્નતા મળશે. ધનલાભના યોગ છે.

 

નેગેટિવ- બને ત્યાં સુધી કોઇ સાથે વિવાદમાં ન પડવું. કોઇની પર્સનલ બાબતમાં કોઇ ટિપ્પણી પણ ન કરવી.


ફેમિલી- પરિવાર સાથે ફરવા જવાની તક મળી શકે છે. મહેમાનોની આવન-જાવન રહેશે. દાંપત્યજીવન સુખમય રહેશે.


લવ- લવ લાઇફ રોમાંચક રહેશે. પ્રેમીઓ માટે સમય અનુકૂળ છે. 


કરિયર- કરિયર માટે સમય મહત્વનો છે. નકામી વાતોને ધ્યાન પર ન લેવી. બિઝનેસ કરતા લોકો માટે સમય સારો છે. લેણ-દેણ સમજી-વિચારીને કરવી. કોઇને પૈસા ઉધાર ન આપવા. નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે.


હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. નાનાં બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- બહાર નીકળતાં પહેલાં ગોળ કે ગળી વસ્તુનું સેવન કરવું.

મિથુન- પોઝિટિવ-કોઇ વ્યક્તિ સાથે મહત્વની વાતચીત થઈ શકે છે
મિથુન- પોઝિટિવ-કોઇ વ્યક્તિ સાથે મહત્વની વાતચીત થઈ શકે છે

મિથુન- પોઝિટિવ-કોઇ વ્યક્તિ સાથે મહત્વની વાતચીત થઈ શકે છે. શિક્ષા, રાજકારણ અને કાનૂની બાબતોમાં સારી સફળતા મળવાના યોગ છે. લગભગ દરેક સમસ્યાનું સમાધાન મળી રહેશે. નોકરી અને કામકાજમાં સમય સારો રહેશે. અઠવાડિયાના અંતિમ સમયમાં અટકેલું ધન પાછું મળી શકે છે. 

 

નેગેટિવ- અઠવાડિયાના શરૂઆતના સમયમાં ખર્ચ વધી શકે છે. નવાં કામ શરૂ કરવામાં અડચણો આવી શકે છે. કેટલાક લોકો તમને દગો આપી શકે છે. મહત્વના નિર્ણય ટાળવા

 

ફેમિલી- પારિવારિક સંબંધો મજબુત બનશે. પરિવારનો સહયોગ મળી રહેશે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે, પરંતુ પછી બધુ ઠીક થઈ જશે.


લવ- લવ લાઇફ માટે સમય ઠીક છે. પ્રેમ સંબંધો ગાઢ બનશે.


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. આર્થિક સ્થિતિ ઠીક રહેશે. નોકરિયાત લોકો માટે સમય ઠીક છે. રોકાણ સમજી-વિચારીને કરવું.


હેલ્થ- સ્વાસ્થ્યમાં સાચવવું. ગેસની સમસ્યા સતાવી શકે છે.


શું કરવું- તીખા-તળેલા ભોજનથી દૂર જ રહેવું. 

કર્ક- પોઝિટિવ- અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં ફાયદો મળી શકે છે
કર્ક- પોઝિટિવ- અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં ફાયદો મળી શકે છે

કર્ક- પોઝિટિવ- અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં ફાયદો મળી શકે છે. આ દિવસોમાં અટકેલાં કામ પૂરાં થઈ શકે છે. ધનલાભ થઈ શકે છે. મોટા લોકો સાથે સંપર્ક થઈ શકે છે. ગંભીર અને મોટા નિર્ણયોનાં સારાં પરિણામ મળી શકે છે. 

 

નેગેટિવ- ભૂમિ-ભવન સંબંધિત ખર્ચ વધી શકે છે. ઘર અને મકાન બાબતે વધારે આશાઓ ન રાખવી. અઠવાડિયાના અંતિમ દિવસોમાં ખર્ચ વધી શકે છે. 

 

ફેમિલી- વડીલોનું સન્માન કરશો તો ઘરમાં શાંતિ જળવાઇ રહેશે, નહીંતર પરિસ્થિતિ વણસી શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે સંબંધો સામાન્ય રહેશે.


લવ- કોઇને દિલની વાત કહેવા ઇચ્છતા હોય તો કહી દો, સમય સારો છે તમારા માટે. લવ લાઇફ માટે આ અઠવાડિયું સારું છે.


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા મળી શકે છે. મહેનત વધારે રહેશે. આ મહેનતનો ફાયદો આગામી દિવસોમાં મળશે. નોકરિયાત લોકો માટે સમય થોડો ઠીક છે. ખર્ચ વધી શકે છે. રોકાણ માટે સમય ઠીક નથી. 


હેલ્થ- જૂના રોગ સતાવી શકે છે. પરિવારમાં કોઇને લોહી સંબંધિત બીમારી થઈ શકે છે.


શું કરવું- ખીસામાં લાલ રંગનો રૂમાલ કે કોઇ વસ્તુ રાખવી. 

સિંહ- પોઝિટિવ- તમારી રાશિ માટે આ અઠવાડિયું સારું રહેશે
સિંહ- પોઝિટિવ- તમારી રાશિ માટે આ અઠવાડિયું સારું રહેશે

સિંહ- પોઝિટિવ- તમારી રાશિ માટે આ અઠવાડિયું સારું રહેશે. ધનલાભ થઈ શકે છે. ભૂમિ-ભવન ખરીદવાના યોગ છે. મહેનતનું ફળ ધીરે-ધીરે મળશે. 


નેગેટિવ- નકામા ખર્ચ ન કરવા અને બચત પર પણ ધ્યાન આપવું પડશે. જેમ-જેમ દિવસો પસાર થશે તેમ-તેમ અઠવાડિયાના અંતિમ દિવસોમાં સાવધાન રહેવું. ખર્ચ વધી શકે છે. ઉધાર પૈસા આપવામાં સાચવવું. 


ફેમિલી- પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ બની શકે છે. દાંપત્યજીવન સામાન્ય રહેશે. લગ્નજીવનમાં થોડું ટેન્શન પણ આવી શકે છે. બહુ જલદી બધુ ઠીક થઈ જશે.


લવ- પ્રેમીઓ માટે સમય ઠીકઠાક છે.


કરિયર- સ્ટૂડન્ટ્સને સફળતા મળશે. આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે. કારોબારો સારો રહેશે. નોકરિયાત લોકો માટે સમય સારો છે. 


હેલ્થ- પરિવારમાં કોઇના સ્વાસ્થ્ય બાબતે ટેન્શન રહે. જૂના રોગ સતાવી શકે છે. મોસમી બીમારીઓ સતાવી શકે છે. 


શું કરવું- સૂતી વખતે ઓશિકા નીચે મોરપીંછ રાખવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. 

કન્યા- પોઝિટિવ- આ અઠવાડિયે તમારાં વિચારેલાં કામ યોગ્ય સમયે પૂરાં થઈ શકે છે
કન્યા- પોઝિટિવ- આ અઠવાડિયે તમારાં વિચારેલાં કામ યોગ્ય સમયે પૂરાં થઈ શકે છે

કન્યા- પોઝિટિવ- આ અઠવાડિયે તમારાં વિચારેલાં કામ યોગ્ય સમયે પૂરાં થઈ શકે છે. કોઇ મોટો ફાયદો મળવાના યોગ છે. લોકો તમારી સલાહ લેશે અને તમારા પ્લાનિંગમાં ભાગીદાર પણ બનશે. તમારી યોજનાઓ સફળ થશે. વડીલોની સલાહથી ફાયદો થઈ શકે છે. 


નેગેટિવ- કામકાજનું ભારણ વધી શકે છે. કેટલીક એવી યાત્રાઓ થશે જેનાથી તમને ફાયદો તો કોઇ નહીં મળે, પરંતુ ખર્ચ વધશે. કેટલોક સમય નકામાં કામમાં બગડી શકે છે. 


ફેમિલી- ઘર-પરિવારના સંબંધો ખાસ બની રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને માન-સન્માન વધશે. 


લવ- પ્રેમ સંબંધો માટે સમય ઠીક છે. પાર્ટનર તમારાથી સંતુષ્ટ અને ખુશ થઈ શકે છે.


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સમય ઠીક-ઠાક રહેશે. ટેક્નિકલ લાઇનના સ્ટૂડન્ટ્સને સફળતા મળી શકે છે. ધન સંબંધિત બાબતોમાં કોઇનો વિશ્વાસ ન કરવો. ભાગીદારીનાં કામમાં સાવધાની રાખવી. નોકરિયાત લોકો માટે સમય સામાન્ય છે. અધિકારીઓ સાથે ચર્ચામાં ન પડવું.


હેલ્થ- સ્વાસ્થ્યની ચિંતા રહેશે. જરૂરી ચેક-અપ કરાવી લેવું. વાતાવરણની અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડી શકે છે.


શું કરવું- રાત્રે સૂતાં પહેલાં બેડરૂમમાં કપૂર સળગાવવું.

તુલા- પોઝિટિવ- ઘરેથી કોઇ બિઝનેસ કે પાર્ટટાઇમ કામ શરૂ કરી શકો છો
તુલા- પોઝિટિવ- ઘરેથી કોઇ બિઝનેસ કે પાર્ટટાઇમ કામ શરૂ કરી શકો છો

તુલા- પોઝિટિવ- ઘરેથી કોઇ બિઝનેસ કે પાર્ટટાઇમ કામ શરૂ કરી શકો છો. બિઝનેસ કરતા હોય તો તેમાં સફળતા મળી શકે છે. ધન સંબંધિત બાબતોમાં મહત્વના નિર્ણયો લેવા પડી શકે છે. શેર, જમીન, જાયદાદ વગેરેમાં ફાયદો થઈ શકે છે. 

 

નેગેટિવ- અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં સ્વાસ્થ્ય અને સુરક્ષા બાબતે સાવધાન રહેવું. 

 

ફેમિલી- પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ હશે તો તેનું સમાધાન આવશે. સાસરી પક્ષમાં કોઇ માંગલિક કાર્યક્રમ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળી રહેશે.


લવ- લવ લાઇફ સામાન્ય રહેશે. ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે, નાની-નાની વાતોને મગજ પર ન લેવી. 


કરિયર- કોઇ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો, બહુ જલદી સફળતા મળશે. નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. બિઝનેસમાં ધનલાભના યોગ છે. શેર, જમીન-જાયદાદ અને કપડાંના વ્યાપાર કરતા લોકો માટે સમય સારો છે. 


હેલ્થ- સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે. જુની બીમારીઓ ફરી સતાવી શકે છે.


શું કરવું- ખાવા-પીવામાં ધ્યાન આપવું. તીખી-તળેલી વસ્તુઓ ટાળવી. 

વૃશ્ચિક- પોઝિટિવ- જેટલાં જવાબદારીપૂર્ણ કામ કરશો એટલી જ વધુ સફળતા મળશે
વૃશ્ચિક- પોઝિટિવ- જેટલાં જવાબદારીપૂર્ણ કામ કરશો એટલી જ વધુ સફળતા મળશે

વૃશ્ચિક- પોઝિટિવ- જેટલાં જવાબદારીપૂર્ણ કામ કરશો એટલી જ વધુ સફળતા મળશે. ઓફિસમાં બૉસને મોટા નિર્ણયો લેવામાં તમારી સલાહની જરૂર પડી શકે છે. આગળ વધવાની તક મળી શકે છે. 

 

નેગેટિવ- વિચારેલાં કામ પૂરાં કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. આગામી દિવસોમાં કેટલીક બાબતોમાં સમાધાન પણ કરવું પડે. વાણી પર સંયમ રાખવો. 

 

ફેમિલી- સંતાન સાથે જોડાયેલ કોઇ ખાસ કામ થઈ શકે છે. કોઇ સંબંધી સાથે અણબનાવ થઈ શકે છે. સાસરી પક્ષમાંથી કોઇ સારા સમાચાર મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે કોઇ અણસમજણ હશે તો દૂર થશે. 


લવ- લવ લાઇફ માટે સમય અનુકૂળ છે. પ્રેમીઓના સંબંધો વધુ મજબૂત બનશે.


કરિયર- એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો છે. તમારા કામનાં વખાણ થશે. અધિકારીઓનો સહયોગ મળી રહેશે. બિઝનેસ કરતા લોકો માટે સમય સારો છે. નોકરિયાત લોકો પણ આગળ વધી સકશે.


હેલ્થ- સ્વાસ્થ્ય ઠીક-ઠાક રહેશે. મોસામી બીમારીઓથી સાચવવું.


શું કરવું- ગુરૂવારનું વ્રત કરવું.

ધન- પોઝિટિવ- કેટલાક એવા નિર્ણય લેવા પડે, જેને વારંવાર બદલી ન શકાય, જોકે તેનાથી ફાયદો મળશે
ધન- પોઝિટિવ- કેટલાક એવા નિર્ણય લેવા પડે, જેને વારંવાર બદલી ન શકાય, જોકે તેનાથી ફાયદો મળશે

ધન- પોઝિટિવ- કેટલાક એવા નિર્ણય લેવા પડે, જેને વારંવાર બદલી ન શકાય, જોકે તેનાથી ફાયદો મળશે. મનમાં જમીન-જાયદાદ કે મકાન ખરીદવાના વિચારો ચાલ્યા કરશે. નોકરીમાં બધુ ઠીક રહેશે. અટકેલાં કામ પૂરાં થઈ શકે છે. દુશ્મનો પર તમારો પ્રભાવ પડશે. ધનલાભ થઈ શકે છે. 


નેગેટિવ- અઠવાડિયાના અંતિમ દિવસોમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


ફેમિલી- સામાજિક કાર્યો પૂરાં થશે. પરિવારમાં માન-સન્માન વધશે. માતા-પિતાનો સહયોગ મળી રહેશે. જીવનસાથી સાથે અણબન થઈ શકે છે. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. 


લવ- વાણી પર સંયમ રાખવો. લવ લાઇફ માટે સમય ઠીક-ઠાક છે. 


કરિયર: કરિયર સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે. કોઇપણ નિર્ણય ઉતાવળમાં ન કરવો. નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે. મહેનતનો ફાયદો મળી રહેશે. નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. ભાગીદારીના બિઝનેસમાં ન પડવું. રોકાણમાં સાવધાની રાખવી. ધનલાભ થઈ શકે છે. 


હેલ્થ- સ્વાસ્થ્ય માટે સમય ઠીક નથી. નાનાં બાળકોને મોસમી બીમારીઓ સતાવી શકે છે.


શું કરવું- સવારે એક ગ્લાસ નવશેકું પાણી પીવું. 

મકર- પોઝિટિવ- આ દિવસોમાં કોઇ શુભ સમાચાર મળી શકે છે
મકર- પોઝિટિવ- આ દિવસોમાં કોઇ શુભ સમાચાર મળી શકે છે

મકર- પોઝિટિવ- આ દિવસોમાં કોઇ શુભ સમાચાર મળી શકે છે. પરિસ્થિતિ ધીરે-ધીરે તમારા પક્ષે રહેશે. જેટલી ધીરજ રાખશો એટલી જ વધુ સફળતા અને ખુશી મળશે. ઘરની બહાર લગભગ દરેક બાબતમાં સફળતા મળી શકે છે. મન લગાવીને કામ પૂરાં કરી સકશો. ટેન્શનમાંથી છૂટકારો મળશે. કોઇ નવી વસ્તુ ખરીદવાના યોગ છે. 


નેગેટિવ- આખુ અઠવાડિયું ભાગદોડ ચાલ્યા કરશે, પરંતુ કામ પર ધ્યાન આપવું. કોઇ નાની બાબતમાં ભૂલ રહી જશે, જે તમને પાછળથી જાણવા મળશે. 


ફેમિલી- પરિવારમાં શાંતિ રહેશે. સંબંધીઓ સાથે જોડાયેલા રહેશો.  દાંપત્યજીવન સુખમય રહેશે.  


લવ- પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. પ્રેમીઓ માટે સમય અનુકૂળ છે.


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સમય ઠીક નથી. આ સમયે લીધેલા કેટલાક નિર્ણયો ખોટા ઠરી શકે છે. નિર્ણય લ્તાં પહેલાં અનુભવીની સલાહ લેવી. જરૂર કરતાં વધારે ખર્ચ થઈ શકે છે. બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. નોકરિયાત લોકોને કામનું ભારણ રહેશે. રોકાણ સમજી-વિચારીને કરવું. 
 

હેલ્થ- થાક રહેશે. પરિવારમાં બાળકો અને વડીલોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. 

કુંભ- પોઝિટિવ- મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે
કુંભ- પોઝિટિવ- મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે

કુંભ- પોઝિટિવ- મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. કરિયરમાં બદલાવની તક મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. સામૂહિક કાર્યોમાં સફળતાના યોગ છે. નોલેજમાં વધારો થશે. કામકાજમાં અડચણો આવશે, પરંતુ ધનલાભ પણ થઈ શકે છે. 


નેગેટિવ- નોકરી કે કારોબાર બાબતે કોઇ ટેન્શન રહેશે. કોઇ બાબતે મન ડગમગી શકે છે. પ્રિય વસ્તુ ખોવાવાનો કે ચોરીનો ડર સતાવશે. રોકાણમાં સાવધાની રાખવી.


ફેમિલી- જીવનસાથીનો સહયોગ મળી રહેશે. નસીબનો સાથ મળી રહેશે. દાંપત્યજીવન મધુર રહેશે. 


લવ- કુંવારા લોકોને લગ્નપ્રસ્તાવ મળી શકે છે. પ્રેમીઓ માટે સમય સારો છે. 
 

કરિયર- સ્ટૂડન્ટ્સને સફળતા મળી શકે છે. આગામી દિવસોમાં ફાયદો મળી રહેશે. નોકરિયાત લોકોને મહેનતનું ફળ મળી શકે છે. બિઝનેસમાં અડચણો આવી શકે છે. અઠવાડિયાના અંતિમ દિવસોમાં બિઝનેસમાં ફાયદો મળી શકે છે. બિઝનેસ ટૂર માટે જવાનું થાય.


હેલ્થ- સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. ખાનપાનમાં ધ્યાન રાખવું. જૂના રોગ સતાવી શકે છે.


શું કરવું- જમતી વખતે ભોજન સાથે દહીંનું સેવન કરવું. 

મીન- પોઝિટિવ- સંબંધોનો ફાયદો મળી શકે છે
મીન- પોઝિટિવ- સંબંધોનો ફાયદો મળી શકે છે

મીન- પોઝિટિવ- સંબંધોનો ફાયદો મળી શકે છે. કઈંક બદલાવ ઇચ્છતા હોય તો, એ માટે સમય સારો છે. બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. સ્ટૂડન્ટ્સ માટે સમય સારો રહેશે. કોઇ સારા સમાચાર મળી શકે છે. 


નેગેટિવ- તમારે કામમાં ઘણા બદલાવોનો સામનો કરવો પડી શકે છે. પર્સનલ લાઇફમાં ચઢાવ-ઉતાર આવી શકે છે. કોઇ પાસેથી ઉધાર પૈસા ન લેવા કે લેવાની આશા પણ ન રાખવી. 
 

ફેમિલી- વડીલોનું ધ્યાન રાખવું. કામનું ભારણ વધારે હોવાના કારણે પરિવારજનો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.


લવ- પ્રેમીઓ માટે સમય ઠીક છે. દિલની વાત પાર્ટનર સાથે શેર કરી સકશો. 


કરિયર- કરિયરની દ્રષ્ટિએ સમય સામાન્ય છે. જૉબ માટે તૈયારી કરી શકો છો. કરિયર સારું રહેશે. નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓ નડી શકે છે. બિઝનેસમાં સમજી-વિચારીને કામ કરશો તો મોટો ફાયદો થઈ શકે છે. જોખમી રોકાણથી નુકસાન થઈ શકે છે. 


હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પિતાના સ્વાસ્થ્યની ચિંતા સતાવશે. 


શું કરવું- એક ગરીબને જમાડવો.

X
મેષ- પોઝિટિવ- અઠવાડિયાના શારૂઆતના અને મધ્યના દિવસો સારા રહેશેમેષ- પોઝિટિવ- અઠવાડિયાના શારૂઆતના અને મધ્યના દિવસો સારા રહેશે
વૃષભ- પોઝિટિવ- બેરોજગારો અને સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છેવૃષભ- પોઝિટિવ- બેરોજગારો અને સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે
મિથુન- પોઝિટિવ-કોઇ વ્યક્તિ સાથે મહત્વની વાતચીત થઈ શકે છેમિથુન- પોઝિટિવ-કોઇ વ્યક્તિ સાથે મહત્વની વાતચીત થઈ શકે છે
કર્ક- પોઝિટિવ- અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં ફાયદો મળી શકે છેકર્ક- પોઝિટિવ- અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં ફાયદો મળી શકે છે
સિંહ- પોઝિટિવ- તમારી રાશિ માટે આ અઠવાડિયું સારું રહેશેસિંહ- પોઝિટિવ- તમારી રાશિ માટે આ અઠવાડિયું સારું રહેશે
કન્યા- પોઝિટિવ- આ અઠવાડિયે તમારાં વિચારેલાં કામ યોગ્ય સમયે પૂરાં થઈ શકે છેકન્યા- પોઝિટિવ- આ અઠવાડિયે તમારાં વિચારેલાં કામ યોગ્ય સમયે પૂરાં થઈ શકે છે
તુલા- પોઝિટિવ- ઘરેથી કોઇ બિઝનેસ કે પાર્ટટાઇમ કામ શરૂ કરી શકો છોતુલા- પોઝિટિવ- ઘરેથી કોઇ બિઝનેસ કે પાર્ટટાઇમ કામ શરૂ કરી શકો છો
વૃશ્ચિક- પોઝિટિવ- જેટલાં જવાબદારીપૂર્ણ કામ કરશો એટલી જ વધુ સફળતા મળશેવૃશ્ચિક- પોઝિટિવ- જેટલાં જવાબદારીપૂર્ણ કામ કરશો એટલી જ વધુ સફળતા મળશે
ધન- પોઝિટિવ- કેટલાક એવા નિર્ણય લેવા પડે, જેને વારંવાર બદલી ન શકાય, જોકે તેનાથી ફાયદો મળશેધન- પોઝિટિવ- કેટલાક એવા નિર્ણય લેવા પડે, જેને વારંવાર બદલી ન શકાય, જોકે તેનાથી ફાયદો મળશે
મકર- પોઝિટિવ- આ દિવસોમાં કોઇ શુભ સમાચાર મળી શકે છેમકર- પોઝિટિવ- આ દિવસોમાં કોઇ શુભ સમાચાર મળી શકે છે
કુંભ- પોઝિટિવ- મુશ્કેલીઓ ઓછી થઈ શકે છેકુંભ- પોઝિટિવ- મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે
મીન- પોઝિટિવ- સંબંધોનો ફાયદો મળી શકે છેમીન- પોઝિટિવ- સંબંધોનો ફાયદો મળી શકે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App