ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જ્યોતિષમાં 9 ગ્રહો બતાવ્યા છે અને રોજિંદા જીવનમાં થતા કામથી કુંડળીમાં આ ગ્રહોનું ફળ બદલાઈ શકે છે. જો ગ્રહોની સ્થિતિ અશુભ થઈ જાય તો આપણને ભાગ્યનો સાથ નથી મળી શકતો. આપણી ટેવો અને આદતોનો સંબંધ પણ આપણા ભવિષ્ય સાથે અને આપણને પ્રાપ્ત થતાં દુઃખ-સુખ સાથે જોડાયેલો હોય છે. આપણી આદતો આપણા વ્યક્તિત્વનો અરીસો માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જ્યોતિષમાં કેટલીક આદતો એવી બતાવી છે, જે ખોટી છે અને અશુભ ફળ પ્રદાન કરે છે. આ આદતોને લીધે કુંડળીના દોષો વધે છે અને વ્યક્તિ ક્યારેય અમીર નથી બની શકતો.
1-ન્હાયા પછી બાથરૂમની સફાઈ ન કરવાથી ચંદ્રગ્રહ દ્વારા અશુભ ફળ પ્રાપ્ત થાય છે. જળ તત્વને ચંદ્ર પૂરી રીતે પ્રભાવિત કરે છે. એટલા માટે ન્હાયા પછી બાથરૂમને ક્યારેય ગંદો ન છોડવો જોઈએ. ગંદકીની સાથે ફર્શ પર ઢોળાયેલાં પાણીને પણ કાઢી દેવું જોઈએ. શાસ્ત્રો પ્રમાણે આ વાતનું ધ્યાન રાખવાથી શરીરનું તેજ વધે છે અને ચંદ્રગ્રહથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
2-ભોજન બનાવ્યા પછી એઠી થાળી છોડીને ઊભા થઈ જવાની આદત સારી નથી માનવામાં આવતી. આ આદતને લીધે અન્ન દેવી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. આ કારણે ભોજનથી સ્વાસ્થ્યલાભ નથી મળતા. વધુ મહેનત કરવા છતાં પણ સંતોષજનક ફળન નથી પ્રાપ્ત થઈ શકતું. ભોજન કર્યા પછી એઠા વાસણોને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો શનિ અને ચંદ્રના દોષો દૂર થાય છે. સાથે જ માતા અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મીની પ્રસન્નતા મળે છે.
3-જો ઘરમાં બૂટ-ચપ્પલ ગમેતેમ વિખેરાયેલાં હોય તો તે ખોટી આદત ગણાય છે. વાસ્તુ પ્રમાણે અવ્યવસ્થિત રીતે વિખેરાયેલાં બૂટ-ચપ્પલથી શત્રુઓનો ભય વધે છે. આ આદતને લીધે માન-સન્માન પણ ઓછું થઈ જાય છે.
4-ઘરમાં પથારી અવ્યવસ્થિત હોય, ચાદર ગંદી રહેતી હોય તો તે અશુભ પ્રભાવ આપનારી ટેવ છે. જે ઘરોમાં આ વાતનું ધ્યાન નથી રાખવામાં આવતું, ત્યાં રહેનાર લોકોની દિનચર્યા પણ અવ્યવસ્થિત જ રહે છે. એ લોકો કોઈપણ કામ સારીરીતે નથી કરી શકતા. સાથે જ આ ટેવ સ્વાસ્થ્ય માટે પણ સારી નથી માનવામાં આવતી.
5-જો કોઈ વ્યક્તિની જોર-જોરથી બોલવાની ટેવ હોય તો તે વ્યક્તિને શનિદોષનો સામનો કરવો પડે છે. શનિ એવા લોકોથી નારાજ થઈ જાય છે જે લોકો જોર-જોરથી બુમો પડતા હોય, ચીસો પાડીને ઊંચા અવાજે વાત કરતા હોય. આ ટેવને લીધે ઘરના બીજા લોકો પણ પરેશાન થાય છે. વાતચીત શાંત થઈને જ કરવી જોઈએ. સાથે જ ફાલતૂ વાતો કરવાથી પણ બચવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.