આ 9 લોકોએ ઈછ્યું હોત તો, ન લખાયો હોત મહાભારત યુદ્ધનો કાળો ઇતિહાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ કેટલાક લોકો માટે મહાભારત માત્ર એક મિથ અથવા મહર્ષિ વ્યાસની કલ્પના માત્ર નથી, પરંતુ એક ઇતિહાસ છે અને તેમના મુજબ મહાભારતના પાત્રોએ એક સમયે વાસ્તવમાં પૃથ્વી પર જન્મ લીધો હતો. આ ઇતિહાસ હોય કે ન હોય, પરંતુ મહાભારતનું યુદ્ધ ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ ચોક્કસ હતું. માત્ર એટલા માટે નહીં કે આ યુદ્ધ સૌથી લાંબુ ચાલ્યું હતું અને તેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો, પરંતુ તેની પાછળ છુપાયેલા રહસ્યો અને ગૂઢ વાતોને લીધે પણ. કુરૂક્ષેત્રનું યુદ્ધ શા માટે થયું, તેનોઆ યુદ્ધ તેના પાત્રોના બદલાની ભાવના, લાલચ, લોભ, ઈર્ષ્યા, મહત્વકાંક્ષા અને વાસના વગેરેનું મિશ્રિત પરિણામ હતું.  કોઈ એક ચોક્કસ જવાબ નથી. એવું પણ કહી શકાય છે કે આ યુદ્ધ દુર્યોધનના અનૈતિક કાર્યોની જગ્યાએ પિતામહ ભીષ્મ જેવા સન્માનનીય અને જ્ઞાતા વ્યક્તિના ચૂપ રહેવા અને યોગ્ય સમય પર યોગ્ય પગલું ન ઉઠાવવાનું પરિણામ હતું. આજે આપણે જાણીશું કે આખરે કુરૂક્ષેત્રના યુદ્ધ માટે કોણ જવાબદાર હતું.

 

શાંતનુ અને સત્યવતી

આ યુદ્ધના બીજ કૌરવ અને પાંડવોના જન્મના ઘણા વર્ષો પહેલા જ વાવવામાં આવી ચૂક્યાં હતા. શાંતનુની વાસના અને સત્યવતીની લાલચ અને મહત્વકાંક્ષાએ ભીષ્મને સિંહાસનથી દૂર રાખ્યો. જો ભીષ્મે શાંતનુ પર વિજય મેળવી લીધી હોત તો કદાચ આ યુદ્ધ અટકી શકતુ હતુ. 

 

ભીષ્મ

ભીષ્મ દ્વારા લેવામાં આવેલી શપથને લીધે તેને હસ્તિનાપુરના સિંહાસનના સેવકની જેમ રહેવું પડ્યું. તેનું દૃઢતાપૂર્વક જવાબદારી નિભાવવું અને પોતાના ભાઈઓ તથા તેના બાળકો પ્રત્યેના પ્રેમને કારણે તે ભૂલી ગયા કે શું સાચું છે અને શું ખોટું. તેમણે ગાંધારીને અંધ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા પર મજબૂર કરી જેનાથી તેનો ભાઈ શકુનિ ખૂબ નારાજ થયો. જ્યારે શકુનિના પ્રભાવમાં આવીને કૌરવોએ ચોપડ (પાસાની રમત) રમી અને દ્રોપદીનું અપમાન થયું તો પણ તે ચૂપ રહ્યા. દુર્યોધનને વિશ્વાસ હતો કે જો પિતામહ ભીષ્મ તેમની તરફ રહેશે તો તેમની જીત નક્કી છે, આ પણ ભીષ્મને યુદ્ધ માટે જવાબદાર બનાવે છે. છેલ્લે કૃષ્ણે તેમને પોતાના સમ ન તોડવાના મોહને છોડવા માટે ધમકાવવું પડ્યું હતું. તેનાથી માલુમ થાય છે કે દરેક સમયે ખામોશી રાખીને બેઠાં રહેવું યોગ્ય નથી.

 

ધૃતરાષ્ટ્ર અને ગાંધારી

ધૃતરાષ્ટ્ર માત્ર આંખોથી જ અંધ નહોતા પરંતુ પોતાના પુત્ર પ્રેમમાં પણ અંધ હતા. તેમણે પોતાના પુત્રોના અત્યાચાર પર ધ્યાન ન આપ્યું અને તેમની દરેક ભૂલ પર તેમનો પક્ષ લેતા ગયા. ગાંધારીએ પણ પોતાની આંખો પર પટ્ટી બાંધી લીધી. તેને ખબર હતી કે તેનો ભાઈ શકુનિ તેના પુત્રોને ખોટા માર્ગે લઈ જઈ રહ્યો છે, પરંતુ તેણે કંઈ ન કર્યું.

 

યુધિષ્ઠિર

તેને ધર્મરાજ કહેવામાં આવે છે જે કાયમ સત્યનો જ સાથ આપે છે, પરંતુ પોતાની નબળાઈઓને લીધે પણ તે યુદ્ધનુ કારણ બન્યો. તે પાસા રમવાથી ના કહી શકતો હતો. જો રમતમાં ભાગ લીધો પણ તેમ છતાં તેને પોતાના ભાઈઓ અને દ્રોપદીને દાવ પર લગાવવાની શું જરૂર હતી. જોકે તે ધર્મનો પુજારી હતો, પરંતુ છતાં તેનું આ પગલું યોગ્ય નહોતું. જો તેણે આ રમતમાં ભાગ લેવાની ના કહી દીધી હોત તો યુદ્ધ જ ન થયું હોત.

 

દ્રોપદી

એવું કહેવામાં આવ્યું છે કે દ્રોપદી પણ મહાભારતના યુદ્ધ માટે જવાબદાર હતી. તેણે ઈન્દ્રપ્રસ્થમાં દુર્યોધનના અંધ પિતા વિશે જે ટિપ્પણી કરી તેનાથી દુર્યોધનને શર્મિંદગી મહેસુસ થઈ અને તેને ખૂબ દુઃખ પહોંચ્યું હતું. તેનાથી દુર્યોધને પણ તેને બોધપાઠ શીખવવાનું નક્કી કરી લીધું અને આખરે સભામાં બધાની વચ્ચે દ્રોપદીને અપમાનિત થવું પડ્યું હતું.

 

શકુનિ

કૃષ્ણ પછી જે વ્યક્તિએ મહાભારતના યુદ્ધને પ્રભાવિત કર્યું તે હતા મામા શકુનિ. તે નારાજ હતા કારણ કે ભીષ્મે તેની બહેનના લગ્ન અંધ ધૃતરાષ્ટ્ર સાથે કરાવી દીધા હતા. એટલે તે બદલો લેવા ઈચ્છતા હતા અને હસ્તિનાપુરને સંપૂર્ણપણે બરબાદ કરવા માંગતો હતો. એટલે તેને પોતાના લક્ષ્યમાં સફળતા હાંસલ કરવા માટે પોતાના ભાણેજોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું. તે એક ખૂબ મોટો કાવતરાખોર હતો જે મહાભારતનું એક સૌથી મોટો કારણ બન્યો હતો.

 

કર્ણ

કર્ણ મહાભારતનો સોથી મોટો ધર્મી પુરૂષ હતો. જન્મથી જ માતા દ્વારા ત્યાગ કરવા પર અને એક સારથીના પુત્રના રૂપમાં મોટા થવાને લીધે તે કાયમ સમાનતા, ન્યાય અને પ્રસિદ્ધિ મેળવવા ઈચ્છતો હતો. તેને ક્યારેય ન્યાય ન મળ્યું અને દુર્યોધને તેને પોતાનો મિત્ર બનાવ્યો અને સમાનતા આપી આ જ કારણોસર કર્ણ દુર્યોધનનો ઋણી હતો અને દુર્યોધનને મિત્ર હોવા છતાં તેણે દુર્યોધનને ક્યારેય કોઈ ખોટાં કામ કરવાથી અટાકવ્યો નહીં. તે પોતાને અર્જુન કરતા બહેતર સાબિત કરવા માંગતો હતો. તે એ બધા જ નામ અને પ્રસિદ્ધિ હાંસલ કરવા માંગતો હતો જે જીવને તેનાથી છીનવી લીધા હતા. અને આ યુદ્ધ દ્વારા જ હાંસલ થઈ શકતું હતું. તે માત્ર પોતાના મિત્રની મદદ કરવા માટે યુદ્ધમાં નહોતો ગયો પરંતુ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પણ ગયો હતો. કર્ણની વફાદારી જ હતી જેણે દુર્યોધનને જીત માટે આશ્વાસન આપ્યું હતું.

 


આ પણ વાંચોઃ- શાસ્ત્રો મુજબ ખૂબ જ શુભ છે તુલસી, બીલીપત્ર સહિત 7 પાન, તેના વિના અધૂરી માનવામાં આવે છે પૂજા