રાતના દહીં ખાવાથી અને સવારે મોડા સુધી સૂવાથી ઓછી થાય છે મનુષ્યોની ઉંમર, ગુરુડ પુરાણમાં લખાયેલી છે આ વાતો

Garuda Purana, life management, how can be age, do not eat yogurt in the night

Divyabhaskar.com

Nov 28, 2018, 05:15 PM IST

ધર્મ ડેસ્કઃ- જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. ક્યારે, કેમ તથા કેવી રીતે કોની મૃત્યુ થશે, આ વાત માત્ર ભગવાન જ જાણે છે, પરંતુ આપણાં ધર્મગ્રંથોમાં એવા અનેક કામ જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી આપણી ઉંમર ઓછી થાય છે. ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત ગરુડ પુરાણ અંકમાં પણ મનુષ્યોની ઉંમર ઓછી કરનારા 5 કામ વિશે જણાવવામાં આવ્યું છે. આ 5 કામ નીચે જણાવ્યા મુજબ છે.

1. રાતમાં દહીં ખાવું


દહીં ખાવું શરીર માટે ફાયદાકારક હોય છે, પરંતુ રાતના સમયે દહીંનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગ થવાની શક્યતા વધી જાય છે જેમ કે - પેટના રોગ વગેરે. આયુર્વેદમાં પણ રાતના દહીં ખાવાની મનાઇ છે. કારણ કે રાતના ભોજન કર્યા પછી આપણે વધુ મહેનત નથી કરતા અને થોડી વાર પછી સૂઈ જઈએ છીએ, જેના કારણે ભોજન સરખી રીતે પચી નથી શકતું. પેટમાં દહીં સરખી રીતે ન પચવાના અનેક સાઇટ ઇફેક્ટ હોય છે, જેના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. એટલે રાતના સમયે દહીં ન ખાવું જોઈએ.

2. સૂકું માંસ ખાવું


સૂકા માંસથી અર્થ છે વાસી અથવા થોડા દિવસ જૂનું માંસ. જ્યારે માંસ થોડા દિવસ જૂનું થઈ જાય છે તો તે સૂકાઇ જાય છે અને તેના ઉપર અનેક પ્રકારના ખતરનાક બેક્ટેરિયા તથા વાયરસનું ઇન્ફેક્શન થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ માંસ ખાઇ છે તો માંસની સાથે બેક્ટેરિયા તથા વાયરસ પણ તેના પેટમાં જતા રહે છે અને અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. આ રોગ મનુષ્યની ઉંમર ઘટાડે છે.

3. સવારે મોડા સુધી સૂવું


સવારે મોડા સુધી સૂવાથી પણ મનુષ્યની ઉંમર ઓછી થાય છે. આયુર્વેદની દ્રષ્ટિથી જોવામાં આવે તો આખો દિવસની અપેક્ષા સવારે બ્રહ્મ મુહૂર્તમાં શુદ્ધ વાયુ વધુ હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં વાયુનું સેવન કરવાથી શરીરના અનેક રોગ આપોઆપ જ ઠીક થઈ જાય છે અને શ્વસન તંત્ર પણ સ્વસ્થ રહે છે. જ્યારે તમે મોડા સુધી સૂવો છો તો બ્રહ્મ મુહૂર્તની શુદ્ધ વાયુનું સેવન નથી કરી શકતા અને અનેક પ્રકારના રોગ તમને ઘેરી લે છે. એટલે સવારે મોડા સુધી સૂવાથી મનુષઅયની ઉંમર ઓછી થાય છે.

4. સ્મશાનના ધુમાડાથી


સ્મશાનમાં શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. શરીરના મૃત થતા જ તેના ઉપર અનેક પ્રકારના બેક્ટેરિયા તથા વાયરસનું ઇન્ફેક્શન થઈ જાય છે. એવામાં ન જાણે કેટલાય શબના દરરોજ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યારે આ શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે કેટલાક બેક્ટેરિયા-વાયરસ તો શબની સાથે જ નષ્ટ થઈ જાય છએ અને કેટલાક વાયુમંડળમાં ધુમાડાની સાથે ફેલાઇ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તે ધુમાડાના સંપર્કમાં આવે છે તો આ બેક્ટેરિયા-વાયરસ તેના શરીરથી ચોંટી જાય છે અને વિવિધ પ્રકારના રોગ ફેલાઇ છે. આ રોગોથી મનુષ્યની ઉંમર ઓછી થઈ શકે છે.

5. સવારે તથા વધુ પ્રમાણમાં મૈથુન કરવું


સવારના સમયે મૈથુન કરવા તથા અત્યધિક મૈથુન કરવાથી પણ મનુષ્યોની ઉંમર ઓછી થાય છે. આપણાં મહાપુરુષોએ સવારનો સમય યોગ, પ્રાણાયામ વગેરે માટે નિશ્ચિત કર્યો છે. આ સમયે જો કોઈ મનુષ્ય મૈથુન (સ્ત્રી સાથે શારીરિક સંબંધ) કરે છે તો તેનાથી તેનું શરીર નબળું થઈ જાય છે. અત્યધિક મૈથુનના કારણે શરીર સતત નબળું થતું જાય છે. એટલે સવારનો સમય તથા અત્યધિક મૈથુન ન કરવું જોઈએ, તેનાથી મનુષ્યોની ઉંમર ઓછી થાય છે.


આ પણ વાંચોઃ- સ્નાન કર્યા વિના પૂજા માટે ફૂલ અથવા તુલસીના પાન ન તોડવા જોઈએ, ભગવાન શિવને કેતકીના ફૂલ, હળદર અને શંખથી જળ ચઢાવવાની છે મનાઈ

X
Garuda Purana, life management, how can be age, do not eat yogurt in the night
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી