ધર્મ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં કેટલીક અપવિત્ર વસ્તુઓને પણ પવિત્ર માનવામાં આવે છે. જે આપણને પ્રાણીઓ, પક્ષીઓ અને જીવ-જંતુઓના મળ, વોમિટ અને તેમના મૃત્યુથી મળે છે. જેમ કે ગાયનું દૂધ. પહેલા વાછરડું તેને એંઠું કરી દે છે પછી આપણને દૂધ મળે છે, પરંતુ ગાયના દૂધને પાંચ અમૃતોમાંથી એક માનવામાં આવે છે. સાથે જ તેનો ઉપયોગ દેવી-દેવતાઓના અભિષેક માટે પણ કરવામાં આવે છે. આપણે દૂધથી ખીર અને ઘી બનાવીએ છીએ જેને નૈવેદ્યના રૂપમાં ભગવાનને ચઢાવવામાં આવે છે. આ સિવાય અન્ય પણ કેટલીક વસ્તઓ છે જે અપવિત્ર થઈને મળે છે પરંતુ ભગવાનની પૂજામાં તેને પવિત્ર માનવામાં આવે છે. તેના માટે વિષ્ણુ સ્મૃતિમાં એક શ્લોક પણ છે-
उच्छिष्टं शिवनिर्माल्यं वमनं शवकर्पटम् ।
काकविष्टा ते पञ्चैते पवित्राति मनोहरा॥
અર્થઃ- ઉચ્છિષ્ટ, શિવ નિર્માલ્યં, વમનમ્, શવ કર્પટમ્, કાકવિષ્ટા આ પાંચેય વસ્તુઓ અપવિત્ર હોવા છતાં પણ પવિત્ર છે.
ઉચ્છિષ્ટ
ગાયનું દૂધ, વાછડો તેને પીને ઉચ્છિષ્ટ કરે છે એટલે કે એઠું કરે છે. તેમ છતાં તે અપવિત્ર નથી માનવામાં આવતું. અપવિત્ર ન હોવાના કારણે ગાયના દૂધને અમૃત પણ કહેવામાં આવે છે.
શિવ નિર્માલ્યં
શિવ નિર્માલ્યં એટલે કે ગંગાજળ. ગંગાજીનું અવતરણ સ્વર્ગમાં સીધે શિવજીના મસ્તક પર થયું. નિયમ મુજબ શિવજી પર ચઢાવેલી દરેક વસ્તુઓ નિર્માલ્યં છે પરંતુ ગંગાજળ પવિત્ર છે.
વમનમ્
મધમાખી જ્યારે ફૂલોનો રસ લઈને પોતાની છત પર આવે છે ત્યારે તે પોતાના મુખથી તેને કાઢે છે એટલે કે તે રસની વોમિટ કરે છે. જેનાથી મધ બને છે અને તેમ છતાં તેને પવિત્ર માનવામાં આવે છે. મધનો ઉપયોગ મંગળ કાર્યોમાં કરવામાં આવે છે. પાંચ અમૃતોમાં મધને પણ એક માનવામાં આવે છે.
શવ કર્પટમ્
રેશમી કપડાંને પણ પવિત્ર માનવામાં આવે છે પરંતુ રેશમને બનાવવા રેશમના કીડાઓને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે. તેનાથી રેશમના કીડા મરી જાય છે. તેના પછી રેશમ મળે છે. આ રીતે રેશમ અપવિત્ર હોવા છતાં પવિત્ર છે.
કાકવિષ્ટા
કાગડો પીપળ વગેરે વૃક્ષોના ફળ ખાઇ છે અને એ વૃક્ષના બીજ પોતાની વિષ્ટા એટલે કે મળમાંથી ચારેય તરફ છોડે છે જેનાથી વૃક્ષોની ઉત્પત્તિ થાય છે. પીપળ પણ કાકવિષ્ટા એટલે કે કાગડાના મળમાંથી નીકળેલા બીજથી ઉત્પન્ન થાય છે. તેમ છતાં તેને પવિત્ર માનવામાં આવે છે. પીપળા પર દેવતાઓ અને પિતૃઓનો પણ વાસ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ- ગ્રહોના દોષ દૂર કરવા પૂજાનો સમય ન મળતો હોય તો રોજ કરો નવગ્રહ મંત્રનો 108 વાર જાપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.