Home » Jyotish Vastu » Rashi Upay » The story of the pastor, the story of the atheist man, story in gujarati, story for sharing, story for kids, story with learning, story with moral

એક નાસ્તિક વ્યક્તિએ પાદરીને પૂછ્યું, ધર્મગ્રંથોમાં દારૂ પીવો કેમ પાપ માનવામાં આવે છે? પાદરીએ તે વ્યક્તિને 3 સવાલો પૂછ્યાં અને તે વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થયો, શું હતા આ 3 પ્રશ્નો?

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 03:25 PM

જો તમે કોઈનું અપમાન કરશો તો જીવનમાં તમને પણ સન્માન નહીં મળે

  • The story of the pastor, the story of the atheist man, story in gujarati, story for sharing, story for kids, story with learning, story with moral

    ધર્મ ડેસ્કઃ- કોઈ શહેરમાં એક નાસ્તિક વ્યક્તિ રહેતો હતો. તે ધર્મગ્રંથોની મજાક ઉડાવતો હતો. એક દિવસ તે વ્યક્તિ એક પાદરી પાસે ગયો. તેનો ઉદ્દેશ્ય પાદરીને નીચું બતાવવાનો હતો. તેણે પાદરીને પૂછ્યુ કે - જો હું ખજૂર ખાઉં તો શું તમને પાપ લાગશે? પાદરીએ કહ્યુ - ના.

    પછી તે વ્યક્તિએ પૂછ્યુ - જો હું ખજૂર સાથે થોડું પાણી પી લઉં લો શું મને પાપ લાગશે? પાદરીએ ફરી નામાં જવાબ આપ્યો. તે વ્યક્તિએ ફરી પ્રશ્ન કર્યો - જો હું તે ખજૂરમાં પાણીની સાથે થોડું ખમીર મિક્સ કરી લઉં તો શું આ ધાર્મિક દ્રષ્ટિએ ખોટું હશે?

    પાદરી તેનો ઉદ્દેશ્ય સમજી ગયો અને સહજતાથી જવાબ આપતા બોલ્યો - જરાય નહીં. તેના પછી તે વ્યક્તિએ કહ્યુ કે તો પછી ધર્મગ્રંથોમાં દારુ પીવો પાપ કેમ માનવામાં આવે છે જ્યારે દારુ આ જ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને બને છે. પાદરીને સમજમાં આવી ગયું કે આ વ્યક્તિ નાસ્તિક છે.

    હવે પાદરીએ તે વ્યક્તિને પ્રશ્ન કર્યો - જો હું તારા ઉપર માટી ફેંકૂ તો શું તને ઇજા થશે? તે વ્યક્તિએ જવાબ આપ્યો - ના. પાદરીએ પછી પૂછ્યુ - જો હું ધૂળમાં થોડું પાણી મિક્સ કરીને ફેંકૂ તો શું તને ઇજા થશે? તે વ્યક્તિએ માથું હલાવતી કહ્યુ - ના.

    તેના પછી પાદરીએ પૂછ્યુ - જો હું તે માટી અને પાણીમાં થોડા પત્થર ભેગા કરીને તારા ઉપર ફેંકૂ તો શું થશે? ઇજા થશે કે નહીં. આ પ્રશ્ન સાંભળીને તે થોડો ગભરાઇ ગયો. તેણે થોડું વિચારીને કહ્યુ - તમે ઇજા થવાની વાત કરી રહ્યા છો, મારું તો માથું જ ફૂટી જાય.

    પાદરીએ કહ્યુ - મને વિશ્વાસ છે કે તને તારા પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે. પાદરીની વાત સાંભળી તે વ્યક્તિ શરમમાં મૂકાઇ ગયો. તેણે પોતાના વ્યવહાર માટે પાદરી પાસે માફી માંગી અને આગળથી તેણે કોઈ વ્યક્તિની સાથે આવી ભૂલ ન કરવાનું વચન આપ્યું.

    લાઇફ મેનેજમેન્ટ


    જીવનમાં જો તમે કોઈનું અપમાન કરો છો તો તમે ક્યારેય સન્માન નથી મેળવી શકતા. એટલે નાના વ્યક્તિ હોય અથવા મોટા વ્યક્તિ બધાનું સન્માન કરો.


    આ પણ વાંચોઃ- ભારતના મહાન લેખકોમાંથી એક મુંશી પ્રેમચંદનું સાચું નામ હતુ ધનપતરાય શ્રીવાસ્તવ, તેમણે જણાવ્યુ હતુ કે ધન-સંપત્તિથી વ્યક્તિને જે સન્માન મળે છે તે વ્યક્તિનું નથી હોતુ, તે સન્માન તેની ધન-સંપત્તિનું છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ