Home » Jyotish Vastu » Rashi Upay » Why Tulsi is Not Offered to Lord Ganesha

વિઘ્નહર્તા શ્રીગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ શા માટે વર્જિત છે?

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 05:49 PM

ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ શા માટે વર્જિત છે તેના સંબંધમાં એક પૌરાણિક કથા પ્રચલિત છે

 • Why Tulsi is Not Offered to Lord Ganesha

  ધર્મ ડેસ્કઃ ધર્મગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુને તુલસી અતિપ્રિય છે, એટલી પ્રિય કે વિષ્ણુના જ એક રૂપ શાલિગ્રામના લગ્ન પણ તુલસી સાથે થાય છે જ્યારે ભગવાન શ્રીગણેશને તુલસી અપ્રિય છે. તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત છે. આમ તો તુલસી દેવી સ્વરૂપા અને પૂજનીય છે પરંતુ ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. તેના સંબંધમાં એક પૌરાણિક કથા પ્રચલિત છે. આજે અમે તમને આ કથા જણાવવા જઈ રહ્યા છીએ.

  એક વખત શ્રીગણેશ ગંગા કિનારે તપ કરી રહ્યા હતા. તે સમયે ધર્માત્મજની પુત્રી તુલસી લગ્નની ઈચ્છા લઈને તીર્થયાત્રા પર નીકળી હતી. તમામ તીર્થસ્થળોનું ભ્રમણ કરતા-કરતા દેવી તુલસી ગંગા તટે પહોંચી. ગંગા તટ પર તુલસીનું ધ્યાન ભગવાન શ્રીગણેશ પણ ગયું, જે તપસ્યામાં લીન હતાં.

  શ્રીગણેશ રત્નજડિત સિંહાસન પર બિરાજમાન હતાં. તેમના સંપૂર્ણ શરીર ચંદન લગાવેલું હતું. તેમના ગળામાં પારિજાતના ફૂલોની સાથે સ્વર્ણમણિ રત્નોના અનેક હાર હતાં. તેમના કમરમાં અત્યંત કોમળ રેશમનું પીતાંબર વીટેલું હતું.

  તુલસી શ્રીગણેશના રૂપ પર મોહિત થઈ ગઈ અને તેના મનમાં ગણેશ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાગૃત થઈ. તુલસીએ લગ્નની ઈચ્છાથી ગણેશનું ધ્યાન ભંગ કર્યું. ત્યારે ભગવાન શ્રીગણેશે તુલસી દ્વારા તપ ભંગ કરવાને અશુભ ગણાવ્યું અને તુલસીની ઈચ્છા જાણી સ્વયંને બ્રહ્મચારી હોવાની વાત જણાવી તુલસીના લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો.

  શ્રીગણેશ દ્વારા લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર કરવાથી તુલસી ખૂબ દુખી થઈ અને ક્રોધમાં આવીને તેણે શ્રીગણેશને બે લગ્નનો શ્રાપ આપી દીધો. તેના પર શ્રીગણેશે પણ તુલસીને શ્રાપ આપ્યો કે તારા લગ્ન એક અસુર સાથે થશે. એક રાક્ષસની પત્ની થવાનો શ્રાપ સાંભળીને તુલસીએ શ્રીગણેશ પાસે માફી માંગી. ત્યારે શ્રીગણેશે તુલસીને કહ્યું કે તારા લગ્ન શંખચૂર નામના રાક્ષસ સાથે થશે. પરંતુ તેમ છતાં તું ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણને પ્રિય હોવાની સાથે જ કળિયુગમાં જગત માટે જીવન અને મોક્ષ આપનારી બનીશ. છતાં મારી પૂજામાં તુલસી ચઢાવવી અશુભ જ માનવામાં આવશે. ત્યારથી ભગવાન ગણેશની પૂજામાં તુલસી વર્જિત માનવામાં આવે છે.

  આ પણ વાંચોઃ- અગ્નિને દેવતાઓનું મુખ માનવામાં આવે છે, તેમની તરફ પગ કરવા અથવા સૂવું બની શકે છે મુશ્કેલીઓનું કારણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ