તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુકનશાત્ર: એક સાથે છ કાગડા જોવા મળે તો શું સમજવું? કાગડા સાથે જોડાયેલી 20 વાતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક:શુકનશાત્રમાં અનેક વિધ પુશુ-પંખીઓનું આગમન, યત્રા, પ્રસ્થાન, જન્મ, મૃત્યુથી શુકન-અપશુકન કઈ રીતે થાય તે જણાવવામાં આવ્યું છે. જેમાં ચકલી, પોપટ, મોર, ઢેલ, કાગડો, કાબર વગેરે વગેરે પક્ષીઓની આગળી ખાસિયતો ભાવી ઘટનાના અગાઉથી એંધાણ આપે છે. હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ અહીં કાગદર્શનના સંકેતો જણાવે છે. 


1. અચાનક ક્યાંય કાગ દર્શન થાય તો તે શુભ માનવમાં આવે છે.


2. જ્યારે કાગડો સ્વપ્નમાં જોવા મળે તો અશુભ સંકેત નજીકના દિવસમાં જોવા મળશે.


3. ઘરની આજુબાજુમાં કાગડો આવીને કા-કા -કા કરે તો ઘરે મહેમાન આવવાનો સંકેત દર્શાવે છે.


4. બે કાગડાની જોડા જોવા મળે તો સમજવું કે નજીકના સમયમાં સારા સમચાર મળી શકે છે.


5. ત્રણ કાગડાઓ સાથે જોવા મળે તો ઘરમાં-કુટુંબમાં માંગલિક પ્રસંગો નજીકના ભવિષ્યમાં આવી શકે છે.


6. ચાર કાગડાઓ એક સાથે દેખાય તો આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન સુધરતી જણાશે. 


7. પાંચ કાગડાઓનું ટોળું જોવા મળે તો મોટી બિમારીના સમાચાર આપશે કે માંદગી દ્વારા ખર્ચા થશે.


8. છ કાગડાથી વધારે જોવા મળે તો દેશ-વિદેશમાં આફત આવી શકે છે અને નજીકના સમયમાં ટળી જશે તેવો સંકેત દર્શાવે છે. 


9. કાગડાના મોંમાં રોટલી કે પુરી જોવા મળે તો અતિ શુભ સંકેત માનવમાં આવે છે.


10 કાગડો માટી ખોદે તો નજીકના દિવસોમાં વરસાદ આવી શકે છે.


11. કાગડો મરેલો જોવા મળે તો ધંધામાં નુકસાની આવી શકે છે.


12. કાગડો ગામના ઉકરડા પર જઈને કા- કા કરે તો તેને શુભ સંકેત માનવમાં આવે છે, ગામ-નગરનો વિકાસ થઈ શકે છે.


13. કાગડા ઝઘડતા જોવા મળે તો રાજકીય નેતાનું મૃત્યું કે મહા મુસીબત આવી શકે છે તેવો સંકેત દર્શાવે છે. 


14. પાણીના કૂંજ પર કાગડો પાણી પીતો જોવા મળે તો સારા સમાચાર મળી શકે છે.


15. કાગડો ભાગતો જોવા મળે તો ગામ-નગરમાં આગ લાગવાનો સંકેત છે.


16. કાગડો માંદગી અવસ્થામાં જોવા મળે તો તેવા સમયે કરેલી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે.


17. કાગડો વારંવાર આવન-જાવન કરતો જોવા મળે તો નજીકના મહિનામાં કોર્ટ-કચેરીના યોગ બની શકે છે.


18. કાગડો અચાનક નજીક આવી જાય તો સમજવું કે વીલ-વારસાથી લાભ મળી શકે છે.

19. સંધ્યા સમયે કાગ દર્શન થાય તો નજીકના સમયમાં સ્મશાન જવાનું થઈ શકે છે. 


20 ઝાડ પર કાગડો લાંબા સમય સુધી બેસી સહે તો સમજવું કે નજીકના દિવસોમાં કોર્ટ-કચેરીમાં વિજય થશે.


બીજી તરફ ઘણા તાંત્રિકો કાગળાના પીંછાના અદભૂત પ્રયોગો માટે વિધિ-વિધાન કરાવતા હોય છે.જીવીત કાગડાનું પીછું ખૂબજ દૂર્લભ છે. તે સરળતાથી મળતું નથી. કાગડાનું પીછું સાથે રાખવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ધનલાભ થાય છે, મોહ વશીકરણ પ્રાપ્ત તાય છે.  


(માહિતી- જ્યોતિષાચાર્ય આશિષ રાવલ, પ્રદ્યુમન ભટ્ટ).

 

પિતૃઓના શ્રાદ્ધની તિથિ ભૂલાઈ ગઈ હોય તો શું કરવું?

અન્ય સમાચારો પણ છે...