તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધતૂરા અને શમીના ફૂલ જ નહીં પાન પણ શિવલિંગ પર ચઢાવવાથી દૂર થઈ શકે છે ખરાબ સમય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ દિવસોમાં શિવજીની અનેક પ્રકારે પૂજા કરવામાં આવે છે. શિવલિંગ પર અનેક પ્રકારની વસ્તુઓ ચઢાવવાની પરંપરા છે. ખાસ કરીને શિવપૂજામાં બીલીપત્ર જ ચઢાવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે બીલીપત્રની સાથે જ બીજા કેટલાક પાન પણ શિવલિંગપર ચઢાવી શકાય છે, જાણો આ પાન કયા-કયા છે.

 

શમીના પાન-


ખાસ કરીને શમીના પાન શનિદેવને જ ચઢાવવામાં આવે છે, પરંતુ આ પાન શિવલિંગ પર પણ ચઢાવી શકાય છે. શ્રાવણ મહિનામાં રોજ સવારે શિવલિંગ પર ગંગાજળ ચઢાવો અને ત્યારબાદ બીલીપત્રની સાથે જ શમીના પાન જરૂર ચઢાવો.

 

ધતૂરાના પાન-


શિવલિંગ પર ધતૂરાને ઘણા લોકો ચઢાવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ છોડના પાન પણ પૂજામાં ચઢાવી શકાય છે. આ છોડ ઝેરીલો હોય છે, પરંતુ તેનો ઉપયોગ ઔષધીના રૂપમાં પણ કરવામાં આવે છે. આ પાન શિવલિંગ પર ચઢાવવાથી ભક્તના ખરાબ વિચારો નષ્ટ થઈ જાય છે અને વિચારો સકારાત્મક બને છે.

 

આંકડાના પાન-


શિવપૂજામાં આંકડાના ફૂલોનું વિશેષ મહત્વ છે. તેના ફૂલોની માળા શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ છોડના પાન પણ શિવજીને ચઢાવી શકો છો. તેની શુભ અસરથી આપણી પરેશાનીઓ દૂર થઈ શકે છે.

 

પીપળાના પાન-


પં. શર્માના બતાવ્યા પ્રમાણે પીપળાની પૂજાથી બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના પાન શિવલિંગ પર પણ ચઢાવી શકાય છે. પીપળાના પાન પણ શ્રીરામનું નામ લખીને હનુમાનજી અને શિવજીને, બંનેને ચઢાવી શકો છો. આ ઉપાયોથી બધા ગ્રહદોષ દૂર થઈ શકે છે.

 

દૂર્વા-


ભગવાન ગણેશજીને વિશેષ રૂપમાં ચઢાવવામાં આવતા દૂર્વાને શિવજીને પણ ચઢાવી શકો છો. જે ભક્તો શિવલિંગ પર દૂર્વા ચઢાવે છે, તેના બધા ભય દૂર થઈ શકે છે.