ગણેશ ચોથના ઘરે લાવો આકડાની જડથી બનેલી ગણેશ પ્રતિમા, રૂપિયા, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

તિજોરીમાં રાખો શ્વેતાર્ક ગણેશની પ્રતિમા, દૂર થઈ શકે છે વર્ષો જૂની ગરીબી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:14 PM
Ganesh Chaturthi 2018, Ganesh Utsav, Ganesh Chaturthi On September 13, Ganesh Chaturthi's Remedy

ધર્મ ડેસ્કઃ કાલે 13 સપ્ટેમ્બર, ગુરુવારના ગણેશ ચોથ છે. આ દિવસે ઘર-ધરમાં ભગવાન શ્રીગણેશની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે, તેમાંથી એક છે શ્વેતાર્ક ગણેશ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ મુજબ ગણેશ ચોથ પર જો શ્વેતાર્ક ગણેશની સ્થાપના ઘરમાં કરવામાં આવે તો દરેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જ્યોતિષ તથા તંત્ર ઉપાયોમાં પણ શ્વેતાર્ક ગણેશનું મહત્વ છે. માન્યતા છે કે સફેદ આંકડાના ગણેશજીની પૂજાથી ધન- સૌભાગ્ય, ઐશ્વર્ય અને સફળતા પ્રાપ્ત થાય છે.

સફેદ આકડાથી પ્રાપ્ત થાય છે શ્વેતાર્ક ગણેશ


આકડાને આકનો છોડ પણ કહેવામાં આવે છે. આકડાના છોડની એક દુર્લભ પ્રજાતિ છે સફેદ આકડા. આ સફેદ આકડાની જડમાં શ્વેતાર્ક ગણપતિની પ્રતિકૃતિ બને છે. આ છોડની ઓળખ છે તેના સફેદ ફૂલ. કોઈ પણ છોડની જડમાં ગણપતિની પ્રતિકૃતિ બનવામાં અનેક વર્ષોનો સમય લાગે છે.

- ઘરમાં શ્વેતાર્ક ગણેશની સ્થાપના કરવા અને રોજ વિધિ-વિધાનથી પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

- શ્વેતાર્ક ગણેશની પ્રતિમા તિજોરીમાં રાખવાથી સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ઘરમાં રિદ્ધિ-સિદ્ધિની કૃપા બની રહે છે.

- જો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ હોય તો શ્વેતાર્ક ગણેશની સ્થાપના ઘરમાં કરવાથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

- દુકાન અથવા ઓફિસમાં શ્વેતાર્ક ગણેશનીમૂર્તિ સ્થાપિત કરવાથી બિઝનેસ પર કોઈની નજરનો પ્રભાવ નથી થતો.

- શ્વેતાર્ક ગણેશની રોજ પૂજા કરવાથી તમામ પ્રકારના દોષ જેમ કે - પિતૃ દોષ, કાલસર્પ દોષ વગેરેની પણ શાંતિ થાય છે.

આ પણ વાંચોઃ- 13 સપ્ટેમ્બરના ગણેશ ચોથઃ 10 દિવસ ઉજવાશે ગણેશોત્સવ, શુભ યોગમાં સ્થાપિત શ્રીગણેશ દૂર કરશે તમારી દરેક મુશ્કેલી

X
Ganesh Chaturthi 2018, Ganesh Utsav, Ganesh Chaturthi On September 13, Ganesh Chaturthi's Remedy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App