Home » Jyotish Vastu » Rashi Upay » quotes of munshi premchand, motivational quotes of munshi premchand

ભારતના મહાન લેખકોમાંથી એક મુંશી પ્રેમચંદનું સાચું નામ હતુ ધનપતરાય શ્રીવાસ્તવ, તેમણે જણાવ્યુ હતુ કે ધન-સંપત્તિથી વ્યક્તિને જે સન્માન મળે છે તે વ્યક્તિનું નથી હોતુ, તે સન્માન તેની ધન-સંપત્તિનું છે

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 02:48 PM

જીવનને સુખી અને સફળ બનાવી રાખવા માટે મુંશી પ્રેમચંદની 10 વાતો કાયમ ધ્યાનમાં રાખો

  • quotes of munshi premchand, motivational quotes of munshi premchand

    ધર્મ ડેસ્કઃ- ભારતના મહાન લેખકોમાંથી એક હતા મુંશી પ્રેમચંદ. તેમનો જન્મ 31 જુલાઈ 1880ના વારાણસી નજીક લમહી ગામમાં થયો હતો અને મૃત્યુ 8 ઓક્ટોબર 1936ના થઈ હતી. તેમની માતાનું નામ આનંદી દેવી હતું અને પિતા મુંશી અજાયબરાય લમડીમાં ડાકમુંશી હતી. પ્રેમચંદનું સાચું નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતુ. તેમણે પોતાની નવલકથાઓ અને કહાણીઓમાં જીવન સાથે જોડાયેલી અનેક વાસ્તવિકતા જણાવી હતી. અહીં જાણો તેમના કેટલાક એવા વિચારો જે આપણને મુશ્કેલીઓથી બચાવી શકે છે.

    - ધન-સંપત્તિથી વ્યક્તિને જે સન્માન મળે છે, તે વ્યક્તિનું નથી હોતુ, તે સન્માન તો તેની ધન-સંપત્તિનું છે.

    - જીવનને સફળ બનાવવા માટે શિક્ષાની જરૂર છે, ડિગ્રીની નહીં. આપણી ડિગ્રી છે સેવા ભાવ, નમ્રતા અને સરળતા. જો આ ડિગ્રી ન મળે અને આત્મા જાગૃત ન થાય તો કાગળની ડિગ્રી વ્યર્થ છે.

    - સાક્ષરતા સારી વસ્તુ છે અને તેનાથી જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે, પરંતુ આ સમજવું કે અભણ ખેડૂત એકદમ મૂરખ છે, તેની સાથે અન્યાય કરવો છે.

    - દુનિયામાં મુશ્કેલીઓ કરતા વધુ અનુભવ શીખવાનારી કોઈ શાળા આજ સુધી નથી ખુલી.

    - ગુસ્સો અતિશય સખત હોય છે. તે જોવા ઈચ્છે છે કે મારો એક-એક શબ્દ નિશાના પર લાગી છે કે નહીં. તે મૌનને સહન નથી કરી શકતો, પરંતુ મૌન એવો મંત્ર છે, જેની આગળ ગુસ્સાની બધી જ શક્તિઓ નિષ્ફળ થઈ જાય છે.

    - કુળની પ્રતિષ્ઠા વિનમ્રતા અને સદવ્યવહારથી થાય છે.

    - સૌભાગ્ય એવા લોકોને જ પ્રાપ્ત થાય છે જે પોતાના કર્તવ્ય પથ પર આગળ વધતા રહે છે.

    - જે પ્રેમ અસહિષ્ણુ હોય, જે બીજાના મનના ભાવની ચિંતા ન કરે, જે ખોટા આરોપ લગાવવામાં સંકોચ ન કરે, તે પાગલપણું છે, પ્રેમ નથી.

    - જીવનનું વાસ્તવિક સુખ, બીજાને સુખ આપવામાં છે, તેમનું સુખ છીનવામાં નહીં.

    - કોઈ અન્ય આપણી ભૂલ સુધારે એના કરતા સારું છે કે આપણે સ્વયં આપણી ભૂલ સુધારી લઇએ.


    આ પણ વાંચોઃ- દર મંગળવારે કરવા જોઈએ હનુમાનજીના મંત્રોના જાપ, પહેલા પ્રગટાવો શુદ્ધ ઘીનો દીવો અને ધરાવો ગોળ-ચણાનો પ્રસાદ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ