વારંવાર મળે છે નિષ્ફળતા અને ઘર-પરિવારમાં પણ નથી રહેતી શાંતિ તો ષડવિનાયકોના નામ બોલી ગણેશજીને ચઢાવો દૂર્વા

We Should Worship To Lord Ganesha And Goddess Durga For Happiness, Ganesh Puja

Divyabhaskar.com

Sep 05, 2018, 06:15 PM IST

ધર્મ ડેસ્કઃ જો કોઈ વ્યક્તિને વારંવાર નિષ્ફળતા મળી રહી હોય અને ઘર-પરિવારમાં પણ અશાંતિ રહે છે તો જ્યોતિષમાં જણાવેલા ઉપાય કરવાથી લાભ મળી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો જો તમે નોકરી કરો છો અને પ્રમોશન નથી મળી રહ્યું અથવા લગ્નજીવનમાં પરેશાનીઓ બનેલી છે તો ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે.

પહેલો ઉપાય


ગણપતિ ષડવિનાયકોના નામ જાપ કરો. સાથે જ ગણેશજીની સામે રોજ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. પૂજા કરીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો.

ષડવિનાયકોના નામ


ऊं मोदाय नम:, ऊं प्रमोदाय नम:, सुमुखाय नम:, ऊं दुर्मखाय नम:, ऊं अविध्यनाय नम: ऊं विघ्नकरत्ते नम:

આ 6 નામના રોજ 108 વખત જાપ કરો. સપ્તાહમાં એક દિવસ ઓછામાં ઓછા 8 ગરીબ લોકોને ભોજન કરાવો.

બીજો ઉપાય


કલૌ ચંડી વિનાયકૌ એટલે કળિયગુમાં ગણેશજી અને દુર્ગા સૌથી જલદી પ્રસન્ન થાય છે અને સિદ્ધિ પ્રદાન કરે છે. તેમની પૂજાથી મનોકામનાઓ પૂરી થાય છે અને ભાગ્ય બદલાઈ શકે છે. એટલે શ્રીગણેશ અને માતા દુર્ગાની રોજ પૂજા કરવી જોઈએ.

ત્રીજો ઉપાય


દુર્ગાસપ્તશતીમાંથી દુર્ગા સપ્તશ્લોકીના માત્ર 7 મંત્રોના સૌ પાઠ નવ દિવસ સુધી કરો. પાઠ કર્યા પછી નવ કન્યાઓને ભોજન કરાવો. આ ઉપાય કરવાથી સ્થાનાંતરણના યોગ જલદી બની શકે છે.

ચોથો ઉપાય


નવાર્ણ મંત્રના 108 વખત રોજ જાપ કરો. હર શુક્રવારે બે કન્યાઓને ભોજન કરાવો. તેનાથી નોકરીમાં આવતી બાધાઓ દૂર થઈ શકે છે.


આ પણ વાંચોઃ- પૂજા કરતી વખતે ગુસ્સો કરશો અથવા આસન વિના કરશો મંત્રજાપ તો નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ

X
We Should Worship To Lord Ganesha And Goddess Durga For Happiness, Ganesh Puja
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી