તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાયનું ઘી, મધ, ચંદન જેવી વસ્તુ ઘરમાં રાખવાથી દૂર થઈ શકે છે પૈસાની તંગી અને નકારાત્મકતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ઘરમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે, તેની માટે શાસ્ત્રોમાં અનેક ઉપાય બતાવ્યા છે. ઉજ્જૈનના શ્રીમદ ભાગવત કથાકાર પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે મહાભારતકાળમાં યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ હંમેશાં રહે તેની માટે શું કરવું જોઈએ. ત્યારે શ્રીકૃષ્ણએ બતાવ્યું હતું કે કેટલીક એવી વસ્તુઓ છે જેને હંમેશાં પોતાના ઘરમાં રાખવી જોઈએ. જે ઘરમાં આ વસ્તુઓ હંમેશાં રહેતી હોય તે ઘરમાં ધન અને સુખનો સ્થાયી નિવાસ થાય છે. અહીં જાણો આ વસ્તુ કઈ-કંઈ છે...

 

પહેલી વસ્તુ છે ઘી


ઘરના મંદિરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાનનો પ્રસાદમાં ગાયના ઘીનો ઉપયોગ કરીને જ બનાવવો જોઈએ. તેનાથી દેવી-દેવતાની કૃપા વરસતી રહે છે.

 

બીદી વસ્તુ છે શુદ્ધ પાણી


આપણે આપણા ઘરમાં પીવાનું શુદ્ધ પાણી હંમેશાં રાખવું જોઈએ અને ઘરમાં જ્યારે પણ મહેમાન આવે તો સૌથી પહેલાં ઠંડુ પાણી આપો. એમ કરવાથી અશુભ ગ્રહ પણ શુભ બને છે.

 

ત્રીજી વસ્તુ છે મધ


ઘરમાં નકારાત્મક ઊર્જા હોય છે, જે મધની સકારાત્મક ઊર્જાથી દૂર થઈ શકે છે. મધને કોઈ સ્વચ્છ અને સુરક્ષિત જગ્યાએ રાખો. તેનાથી ઘરમાં હંમેશાં બરકત બની રહે છે.

 

ચોથી વસ્તુ છે ચંદન


ચંદનનું તિલક લગાવવાથી હંમેશાં મનને શાંતિ મળે છે. પૂજા-પાઠમાં પણ તેનું વિશેષ મહત્વ છે. તેની સુગંધથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

 

પાંચમી વસ્તુ છે વીણા


વિદ્યા, જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીના હાથમાં સદાય વીણા રહેતી હોય છે. જો તમે તમારું જ્ઞાન વધારવા માગતા હોવ, દેવી સરસ્વતીની કૃપા ઈચ્છતા હોવ તો વીણા જરૂર રાખો.

 

છઠ્ઠી વસ્તુ છે વાંસળી


જે ઘરમાં વાંસળી રાખવામાં આવતી હોય ત્યાં પ્રેમ અને શાંતિનો હંમેશાં નિવાસ થાય છે. ઘરમાં વાંસની વાંસળી રાખવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...