મહાભારત / જે વ્યક્તિની દુશ્મની પોતાના કરતા વધુ બળવાન વ્યક્તિ સાથે થઈ જાય છે અને જેનું ધન કોઈ છીનવી લે છે, તે લોકોની રાતની ઊંઘ ઊડી જાય છે

Mahabharat, interesting fact of Mahabharata, Vidur policy, who was Mahatma Vidur, Vidur niti

Divyabhaskar.com

Feb 22, 2019, 04:03 PM IST

ધર્મ ડેસ્કઃ- મહાત્મા વિદુર મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક હતા. તેમના દ્વારા જણાવેલી નીતિઓ આજના સમયમાં પણ પ્રાસંગિત છે. પોતાની નીતિઓમાં મહાત્મા વિદુરે જણાવ્યું છે કે કયા 4 કારણોથી મનુષ્યને રાતમાં ઊંઘ નથી આવતી. તમે પણ જાણો તે 4 કારણો કયા છે-

શ્લોક
अभियुक्तं बलवता दुर्बलं हीनसाधनम्।
ह्रतस्वं कामिनं चोरमाविशन्ति प्रजागराः।।

પહેલું કારણ
જ્યારે કોઈ સ્ત્રી અથવા પુરુષની દુશ્મની તેનાથી વધુ બળવાન વ્યક્તિ સાથે થઈ જાય છે તો પણ ઊંઘ નથી આવતી. વ્યક્તિ રાતમાં પણ શક્તિશાળી દુશ્મનથી બચવાના ઉપાય વિચારતો રહે છે. કારણ કે તેને કાયમ એવો ડર સતાવતો રહે છે કે ક્યાંય બળવાન શત્રુ તેને કોઈ નુકસાન ન કરી દે.

બીજું કારણ
જેના મનમાં કામ ભાવ જાગી ગયો હોય તેની ઊંઘ ઊડી જાય છે અને જ્યાં સુધી તે વ્યક્તિની કામ ભાવના તૃપ્ત નથી થઈ જતી ત્યાં સુધી તે સૂઇ નથી શકતો. કામ ભાવના મનુષ્યના મનને અશાંત કરી દે છે અને કામી વ્યક્તિ કોઈ પણ કામ યોગ્ય રીતે નથી કરી શકતો. આ ભાવના સ્ત્રી અને પુરુષ બંનેની ઊંઘ ઉડાવી દે છે.

ત્રીજું કારણ
જ્યારે કોઈ વ્યક્તિની ધન-સંપત્તિ કોઈ બીજું છીનવી લે છે તો પણ તેને ઊંઘ નથી આવતી. દરેક પળ તે વ્યક્તિ પોતાની છીનવાયેલી ધન-સંપત્તિને ફરીથી હાંસલ કરવાની યોજનાઓ બનાવતા રહે છે અને જ્યાં સુધી તે પોતાનું ધન મેળવી નથી લેતો ત્યાં સુધી તેને ઊંઘ નથી આવતી.

ચોથું કારણ
જો કોઈ વ્યક્તિ ચોર છે અથવા તેને ચોરી કરવાની આદત પડી ગઈ હોય તો તેને પણ રાતના ઊંઘ નથી આવતી કારણ કે રાતમાં તે બીજાનું ધન ચોરી કરવાની યોજનાઓ બનાવતો રહે છે. ચોર કાયમ રાતમાં ચોરી કરે છે અને દિવસમાં આ વાતથી ડરે છે કે ક્યાંય તેની ચોરી પકડાઇ ન જાય. તેના કારણે તેની ઊંઘ પણ ઊડેલી રહે છે.


આ પણ વાંચોઃ- એક વ્યક્તિએ સંતને જણાવ્યું કે મારા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે, સંતે કહ્યુ કે એક બાળકી એવા રૂમમાં ગઈ, જ્યાં ઘણા બધા અરીસા લાગેલા હતા, તેને લાગ્યું કે રૂમમાં ઘણા બધા બાળકો રમી રહ્યા છે

X
Mahabharat, interesting fact of Mahabharata, Vidur policy, who was Mahatma Vidur, Vidur niti
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી