Home » Dharm Darshan » Sanskar Sanskriti » What did Bhishma advise to Yudhishtira while he was on the bed of arrows?

કુળનો નાશ કરી શકે છે મહિલાઓની નારાજગી, મૃત્યુ પહેલા ભીષ્મે યુધિષ્ઠિરને જણાવી હતી મહિલાઓ વિશે 5 વાતો

Divyabhaskar.com | Updated - Jul 28, 2018, 12:00 PM

ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થતું હોય ત્યાંના બધા જ કામ નિષ્ફળ થઈ જાય છે.

  • What did Bhishma advise to Yudhishtira while he was on the bed of arrows?

    ધર્મ ડેસ્કઃ મહિલાઓના સંબંધમાં ગ્રંથોમાં અનેક વાતો જણાવવામાં આવી છે. કેટલાક ગ્રંથોમાં સ્ત્રીઓના કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે તો કેટલાકમાં તેમના વ્યવહાર વિશે વાત કરવામાં આવી છે. એવી જ રીતે મહાભારતમાં પણ સ્ત્રીઓના સંબંધમાં કેટલીક વિશેષ વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વાતો મહાભારતમાં અનુશાસન પર્વમાં તીરોની શય્યા પર સૂતા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવી હતી. તેમાંથી કેટલીક વાતો આજના સમયમાં પણ પ્રાસંગિક છે. આ વાતો નીચે જણાવ્યાં મુજબ છે.

    - ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થતું હોય ત્યાંના બધા જ કામ નિષ્ફળ થઈ જાય છે. જે કુળની વહુ-દીકરીઓને દુઃખ મળવાના કારણે શોક હોય છે, તે કુળનો નાશ થઈ જાય છે. તેમને પ્રસન્ન રાખવાથી સ્ત્રી લક્ષ્મીનો સ્વરૂપ બની જાય છે.

    - પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને જણાવ્યું કે સ્ત્રીઓ નારાજ થઈને જે ઘરને શ્રાપ આપે છે, તે નષ્ટ થઈ જાય છે. તેમની શોભા, સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થઈ જાય છે.

    - સંતાનની ઉત્પત્તિ, તેનું પાલન-પોષણ પણ મહિલાઓ ઉપર જ નિર્ભર હોય છે. જો પુરૂષ સ્ત્રીઓનું સન્માન કરશે તો તેમના તમામ કાર્ય સિદ્ધ થઈ જશે.

    - ભીષ્મ પિતામહ મુજબ, જો સ્ત્રીની ઈચ્છા પૂરી કરવામાં ન આવે તો તે પુરૂષને પ્રસન્ન નથી કરી શકતી. એટલે સ્ત્રીઓનું કાયમ સન્માન કરવું અને પ્રેમ કરવો જોઈએ.

    - જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું, ત્યાં દેવતા પ્રસન્ન થઈને નિવાસ નથી કરતા. સ્ત્રીઓ જ ઘરની લક્ષ્મી છે. પુરૂષોએ તેમનું સન્માન કરવું જોઈએ.

    આ પણ વાંચોઃ- કર્ક રાશિમાં સૂર્યનો પ્રવેશઃ મેષ, મિથુન સહિત 8 રાશિઓ માટે વધી શકે છે સમસ્યા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Dharm Darshan

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ