રાજાનો એક પગ અને એક આંખ નહોતી, તેણે ચિત્રકારોને કહ્યું કે મારી સુંદર તસવીર બનાવો, બધા ચિત્રકારોએ વિચાર્યુ - એક કાણા-લંગડાની સુંદર તસવીર કેવી રીતે બનશે?, પરંતુ એક ચાલાક ચિત્રકારે બનાવી એવી તસવીર કે બધા રહી ગયા દંગ

story of king, motivational story, inspirational story, story of life management

Divyabhaskar.com

Dec 04, 2018, 02:00 PM IST

ધર્મ ડેસ્કઃ- પ્રાચીન સમયમાં કોઈ રાજ્યમાં એક રાજા હતો. રાજા ખૂબ બુદ્ધિમાન હતો, પરંતુ તેનો એક પગ અને એક આંખ નહોતી. રાજાની બુદ્ધિમાની અને યોજનાઓના કારણે તેની પ્રજા ખૂબ ખુશ હતી. એક દિવસ રાજાને વિચાર આવ્યો કે પોતાની તસવીર બનાવવામાં આવે.

રાજાએ દેશ-વિદેશના સૈકડો ચિત્રકારોને બોલાવ્યા. મોટા-મોટા ચિત્રકાર દરબારમાં આવ્યા. રાજાએ બધાને હાથ જોડીને નિવેદન કર્યુ કે તેઓ તેમની એક સુંદર તસવીર બનાવે, જે રાજમહેલમાં લગાવવામાં આવશે.

- બધા ચિત્રકારો વિચારવા લાગ્યા કે રાજા તો વિકલાંગ છે, તેનો એક પગ અને એક આંખ નથી. તેની સુંદર તસવીર કેવી રીતે બની શકે છે. જો તસવીર સુંદર ન બની તો રાજા ગુસ્સે થઈને દંડ આપશે. આ વિચારીને બધા ચિત્રકારોએ રાજાની તસવીર બનાવવાથી ઇન્કાર કરી દીધો.

- એ ચિત્રકારોમાંથી એક ચિત્રકારે પોતાનો હાથ ઊંચો કર્યો અને બોલ્યો મહારાજ હું તમારી સુંદર તસવીર બનાવીશ, જે તમને ચોક્કસ પસંદ આવશે.

- યુવા ચિત્રકાર ખૂબ જ ચાલાક હતો. તેણે રાજાની મંજૂરીથી તસવીર બનાવવાનું શરૂ કર્યુ. થોડા સમય પછી રાજાની તસવીર પૂરી થઈ ગઈ. જ્યારે રાજાએ આ તસવીર જોઈ તો તેઓ ખૂબ ખુશ થયા. સાથે જ, બધા ચિત્રકારો તે યુવાનની ચાલાકી જોઈને આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

- ચિત્રકારે રાજાની એવી તસવીર બનાવી જેમાં રાજા એક પગ વાળીને જમીન પર બેઠા છે અને એક આંખ બંધ કરીને નિશાનો લગાવી રહ્યા છે. રાજા આ જોઈને ખૂબ ખુશ થયા અને ચિત્રકારને ધનવાન બનાવી દીધો.

કથાનો બોધપાઠ


આ કથાનો બોધપાઠ એ છે કે આપણે બીજાની ખામીઓ અથવા બુરાઇઓ ન જોવી જોઈએ, પરંતુ બીજાની અચ્છાઓ જોવી જોઈએ. ચિત્રકારે રાજાની ખામીઓ ન જોઈ. તેણે હકારાત્મક વિચારની સાથે રાજાનો ચિત્ર બનાવ્યો. આવા જ વિચારની સાથે આપણે નકારાત્મકતાથી બચી શકીએ છીએ.


આ પણ વાંચોઃ- ભગવાન શિવના અવતાર હતા ઋષિ દુર્વાસા, તેમનાથી ન બચી શક્યા દેવરાજ ઇન્દ્ર પણ, આ જ કારણે દેવતાઓ અને દાનવોને કરવું પડ્યુ હતુ સમુદ્ર મંથન

X
story of king, motivational story, inspirational story, story of life management
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી