એક વ્યક્તિને દરિયાકિનારે એક ચાંદીની છડી મળી, જ્યારે તે દરિયામાં સ્નાન કરવા લાગ્યો તો તે છડી તેના હાથથી છૂટી ગઈ, તે વ્યક્તિ ખૂબ ઉદાસ થઈ ગયો

Life management, how to get success, Motivational Story, gujarati stories, inspiring story

Divyabhaskar.com

Dec 05, 2018, 04:41 PM IST

ધર્મ ડેસ્કઃ- એક વ્યક્તિ દરિયાકિનારે ચાલી રહ્યો હતો. અચાનક તેની નજર ચાંદીની એક છડી પર પડી. તે ખુશ થયો અને તેણે તે છડી લઈ લીધી. હવે તે છડી લઈને ચાલવા લાગ્યો. તડકો વધ્યો તો તેનું મન દરિયામાં સ્નાન કરવાનું થયું.

તેણે વિચાર્યુ, જો છડીને કિનારા પર રાખીને સ્નાન કરીશ તો કોઈ લઈ જશે. એટલે તે છડી હાથમાં પકડીને સ્નાન કરવા લાગ્યો. ત્યારે જ એક ઊંચી લહેર આવી અને ઝડપથી છડીને વહાવીને લઈ ગઈ. તે અફસોસ કરવા લાગ્યો અને દુખી થઈને કિનારા પર આવીને બેસી ગયો.

સામેથી એક સંત આવી રહ્યા હતા. વ્યક્તિને ઉદાસ જોઈને સંતે પૂછ્યું - આટલા દુખી કેમ છો? તેણે જણાવ્યું, સ્વામીજી સ્નાન કરતી વખતે મારી ચાંદીની છડી દરિયામાં વહી ગઈ. સંતે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું - છડી લઈને સ્નાન કરી રહ્યા હતા? તે બોલ્યો - શું કરતો? કિનારા પર રાખીને સ્નાન કરવા જાત તો કોઈ લઈને જઈ શકતો હતો.

સ્વામીજીએ કહ્યું, પરંતુ ચાંદીની છડી લઈને સ્નાન કરવા ગયા જ કેમ? વ્યક્તિએ કહ્યું - લઈને નહોતો આવ્યો, તે તો અહીં પડેલી મળી હતી. આ વાત સાંભળીને સ્વામીજી હંસવા લાગ્યા અને બોલ્યા - જ્યારે તે તારી હતી જ નહીં, તો પછી દુખ અથવા ઉદાસી કેમ?

આટલું કહીને સ્વામીજી ત્યાંથી ચાલ્યા ગયા. તે વ્યક્તિને સ્વામીજીની વાત સમજમાં આવી ગઈ. તેણે વિચાર્યુ કે હું તો વ્યર્થમાં જ દુખી થઈ રહ્યો હતો, કારણ કે જે વસ્તુ મારી હતી જ નહીં, તેના જવાથી મારે ઉદાસ પણ ન થવું જોઈએ.

લાઇફ મેનેજમેન્ટ


ક્યારેક-ક્યારેક કેટલીક ખુશીઓ આપણને અચાનક જ મળી જાય છે અને ક્યારેક અથાક મહેનત કરવાથી મળે છે. જે ખુશીઓ મહેનત કર્યા વિના મળે છે, તે પરમાત્માની તરફથી મળે છે. એટલે તેના જવાનો આપણે દુખ પણ ન કરવો જોઈએ. સાચી ખુશી તો એ છે જે આપણને મહેનત કરવાથી મળે છે.


આ પણ વાંચોઃ- રાવણના નાના ભાઈ કુંભકર્ણનો દીકરો હતો ભીમ, ભગવાન વિષ્ણુથી બદલો લેવા માટે તેણે બ્રહ્માજી પાસે વરદાન મેળવીને દેવરાજ ઇન્દ્રને પણ કરાવી દીધા હતા

X
Life management, how to get success, Motivational Story, gujarati stories, inspiring story
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી