ઘરમાં ગણેશજીની મૂર્તિઓ 1, 3, 5ની સંખ્યામાં રાખવાથી થઈ શકે છે અશુભ, પૂજાઘરમાં આ 10 વાતો ધ્યાન રાખવાથી વધે છે સકારાત્મકતા

Ganesh Chaturthi how many ganesh statue put in Home
Dharm Desk

Dharm Desk

Sep 11, 2018, 05:04 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ઘરમાં પણ દેવી-દેવતાઓ માટે મંદિર બનાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન સમયથી ચાલતી આવી છે. આજે પણ ઘણા લોકો આ પરંપરાનું પાલન કરે છે અને પોતાના ઘરમાં મંદિર બનાવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે મંદિરમાં રોજ પૂજા કરવાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને હકારાત્મક રહે છે. અહીં જાણો મંદિર સાથે જોડાયેલી ખાસ બાબતો-

1-જો તમે ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવા માગતા હોવ તો 1, 3, 5 જેવી વિષમ સંખ્યાઓમાં ન રાખો. ગણેશજીની મૂર્તિઓ સમ સંખ્યા અર્થાત્ ઘનાત્મક સંખ્યામાં રાખવી જોઈએ જેમ કે, 2, 4, 6 વગેરે.

2-જો આપણે મંદિરમાં શિવલિંગ રાખવા માગતા હોવ તો શિવલિંગ આપણા અંગુઠાના આકરથી મોટું ન હોવું જોઈએ. શિવલિંગ ખૂબજ સંવેદનશીલ હોય છે અને તેને લીધે ઘરના મંદિરમાં નાનકડું જ શિવલિંગ રાખવું શુભ હોય છે.

3-ઘરમાં મંદિર એવી જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં દિવસભર ઘરમાં થોડા સમય માટે સૂર્યની રોશની પહોંચતી હોય. જે ઘરોમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી રહેતી હોય, તે ઘરોમાં અનેક દોષ દૂર થઈ જાય છે.

4-ઘરમાં જ્યાં મંદિર હોય, ત્યાં ચામડાથી બનેલી કોઈ વસ્તુ બૂટ-ચપ્પલ ન લઈ જવા.

5-ઘરના મંદિરની આસપાસ શૌચાલય હોવું અશુભ ગણાય છે. એટલા માટે એવી જગ્યાએ પૂજારૂમ ન બનાવો જ્યાં નજીકમાં ટોયલેટ-બાથરૂમ હોય. જો કોઈ નાનકડા રૂમમાં પૂજારૂમ રાખ્યો હોય તો ત્યાં થોડી જગ્યા ખુલ્લી છોડી દેવી જોઈએ. જ્યાં આસાનીથી બેસી શકાય.

6-મંદિરમાં રોજ સવારે અને સાંજે પૂજા જરૂર કરવી જોઈએ. પૂજામાં ઘંટડી જરૂર વગાડવી જોઈએ. સાથે જ એકવાર આખા ઘરમાં ફરીને ઘંટડી વગાડવી જોઈએ. એમ કરવાથી ઘંટડીના અવાજથી નકારાત્મકતા નષ્ટ થાય છે અને હકારાત્મકતા વધે છે. દિવસમાં ઓછામાં ઓછા એકવાર જરૂર દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી વાસ્તુને લગતા અનેક દોષો દૂર થઈ જાય છે.

7-પૂજામાં વાસી ફૂલ, પાન ન રાખવા જોઈએ. પૂજા માટે તાજા પાણીનો જ ઉપયોગ કરો. આ સંબંધમાં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તુલસીના પાન, બીલીના પાન અને ગંગાજળ લાંબા સમય સુધી પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે તેનો ફરીથી ઉપયોગ પણ કરી શકાય છે.

8-રોજ રાત્રે સૂતા પહેલાં મંદિરના પડદાઓને ઢાંકી દેવા જોઈએ. જે પ્રકારે આપણે સૂતી વખતે કોઈ પ્રકારનો અવાજ કે બાધા પસંદ નથી કરતા એવી જ રીતે એ ભાવથી મંદિર ઉપર પરદા ઢાંકી દેવા જોઈએ. જેથીલ ભગવાન શાંતિથી શયન કરી શકે.

9-જ્યારે પણ કોઈ શ્રેષ્ઠ મુહૂર્ત હોય ત્યારે મંદિરની સાથે જ આખા ઘરમાં પણ ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. ગૌમૂત્રનો છંટકાવથી પવિત્રતા રહે છે અને વાતાવરણ સકારાત્મક થઈ જાય છે.

10-ધ્યાન રાખો કે ઘરના મંદિરમાં પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ હશે તો ખૂબ દ શુભ રહે છે. તેની માટે પૂજા સ્થળનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. જો એમ શક્ય ન હોય તો પૂજા કરતી વખતે વ્યક્તિનું મૂખ પૂર્વ દિશામાં હોય તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.

X
Ganesh Chaturthi how many ganesh statue put in Home
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી