• Gujarati News
  • National
  • Deepawali 2018, Interesting Things Related To Diwali, Goddess Lakshmi, Goddess Lakshmi

દેવતા પણ કરે છે દેવી લક્ષ્મીની આરાધના, મહાભારત, ઋગ્વેદ અને બ્રહ્મપુરાણ વગેરે અનેક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે લક્ષ્મીનું મહત્વ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ આસો મહિનાની અમાસના દિવાળીનો (આ વખતે 7 નવેમ્બર, બુધવાર) તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે મુખ્ય રૂપથી દેવી મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે એટલે તેમની કૃપાથી જ મનુષ્યને ભૌતિક સુખ-સગવડતાઓ પ્રાપ્ત થાય છે. અનેક પૌરાણિક ગ્રંથોમાં દેવી લક્ષ્મીના સંદર્ભમાં વર્ણન કરવામાં આવે છે. દિવાળીના શુભ અવસર પર જાણો ક્યા ગ્રંથમાં દેવી લક્ષ્મી વિશે શું કહેવામાં આવ્યું છે.

 

- મહાભારતના રચિયતા મહર્ષિ વેદવ્યાસ લખે છે - पुरुषां धनं वध: એટલે લક્ષ્મીનો (ધન) અભાવ તો મનુષ્ય માટે મૃત્યુની નિશાની છે. જો મનુષ્ય ઉપર માતા લક્ષ્મીની કૃપા ન હોય તો ઈચ્છાઓ અધૂરી રહી જવા પર તેની આત્માને મુક્તિ નથી મળતી.

 

- ઋગ્વેદના શ્રીસૂક્તમાં પણ ભગવતી લક્ષ્મી પાસે પ્રાર્થના કરવામાં આવી છે - ‘હે દેવી, હું તમારું વરણ કરું છું. તમે દરિદ્રતા, અલક્ષ્મીનો નાશ કરી મારા ઘરેથી અસમૃદ્ધિને દૂર કરો.’

 

- ભર્તૃહરિ સંહિતામાં કહેવામાં આવ્યું છે કે જેની પાસે લક્ષ્મી (ધન) છે, તે કુલીન છે, તે પંડિત છે, તે ગુણી છે, તે જ શ્રેષ્ઠ છે, તે દર્શનીય છે. એટલે કે આ તમામ ગુણ લક્ષ્મીના આશ્રિત છે. લક્ષ્મીની કૃપાથી જ આ તમામ સુખની પૂર્ણ પ્રાપ્તિ શક્ય છે. મનુષ્ય તો શું દેવતાઓએ પણ પોતાના દેવત્વ કાર્ય પૂર્ણ કરવા માટે લક્ષ્મીની આરાધના કરવી પડે છે.

 

- શ્રીબ્રહ્મપુરાણમાં લખ્યું છે કે દિવાળીની રાતમાં લક્ષ્મીજી સદગૃહસ્થોના ઘરમાં જ્યાં-ત્યાં વિચરણ કરતી રહે છે. એટલે લક્ષ્મીના સ્વાગત માટે બધા શ્રદ્ધાભાવથી પોત-પોતાના ધરને બધી જ રીતે સ્વચ્છ, શુદ્ધ અને સુંદર રીતે સજાવીને રાખે છે, જેથી લક્ષ્મી પ્રસન્ન થઈને તેમના ઘરમાં પ્રવેશ કરે તથા પોતાની કૃપા દર્શાવે.

અન્ય સમાચારો પણ છે...