ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Fashion» પોખરાજના ફાયદા, Astrological Effects Of Pukhraj according to Zodiac Sign

  સમૃદ્ધિ અને જ્ઞાનનો ભંડાર આપતું આ રત્ન 2 રાશિના લોકોને બનાવી શકે છે પાયમાલ

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 06:35 PM IST

  આર્થિક સમૃદ્ધિ અને જ્ઞાનનો ભંડાર આપતું આ રત્ન 2 રાશિ માટે છે અશુભ
  • સમૃદ્ધિ અને જ્ઞાનનો ભંડાર આપતું આ રત્ન 2 રાશિના લોકોને બનાવી શકે છે પાયમાલ
   સમૃદ્ધિ અને જ્ઞાનનો ભંડાર આપતું આ રત્ન 2 રાશિના લોકોને બનાવી શકે છે પાયમાલ

   ધર્મ ડેસ્ક: કુંડળીમાં ગ્રહ દોષ હોવાથી વ્યક્તિને કોઇપણ કામમાં સરળતાથી સફળતા મળતી નથી. કુંડળીના આ દોષો દૂર કરવા જ જ્યોતિષમાં ઘણા ઉપાય પણ બતાવવામાં આવ્યા છે. બધા જ ગ્રહો માટે અલગ-અલગ રાશિ રત્ન બતાવવામાં આવ્યાં છે.

   જો અશુભ ગ્રહનું રત્ન પહેરવામાં આવે તો તેની ખરાબ અસરને ઓછી કરી શકાય છે. ઉજૈનના જ્યોતિષાચાર્ય પં. દયાનંદ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર ગુરૂ ગ્રહ માટે પોખરાજ ધારણ કરવામાં આવે છે. પોખરાજ પીળો હોય છે અને તેને ઈંડેક્સ ફિંગરમાં પહેરવામાં આવે છે. આ રત્ન બધી રાશિઓ માટે શુભ નથી હોતું.


   અહીં જાણો રાશિ અનુસાર પોખરાજની મહત્વની વાતો


   મેષ: મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ અને ગુરૂ વચ્ચે સારા સંબંધ છે. સાથે-સાથે ગુરૂનો મેષ રાશિમાં નવમા અને ભારમા ભાવ પર પ્રભાવ રહે છે. મેષ રાશિના લોકો ગુરૂનું રત્ન પોખરાજ પહેરી શકે છે. આ રાશિના લોકો આ રત્ન પહેરશે તો, સુખ-સમૃદ્ધિ, બુદ્ધિ અને જ્ઞાન મળે છે.

   વૃષભ: વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને આ ગ્રહના ગુરૂ સાથે સામાન્ય સંબંધો હોય છે. આ સિવાય ગુરૂ, વૃષભ રાશિના આઠમા અને અગિયારમા ભાવનો સ્વામી પણ છે. વૃષભ રાશિના બીજા, ચોથા, પાંચમા, નવમા, દસમા અને અગિયારમા ભાવમાં ગુરૂ હોય તો વ્યક્તિને પોખરાજ પહેરવાથી આર્થિક સદ્ધરતા મળે છે.

   મિથુન: ગુરૂ અને મિથુન રાશિના સ્વામી બુધ વચ્ચે સામાન્ય સંબંધ છે. કુંડળીમાં ગુરૂ બીજા, ચોથા, પાંચમા, સાતમા અને આઠમા ભાવમાં હોય તો, વ્યક્તિએ પોખરાજ રત્ન જરૂર ધારણ કરવો જોઇએ.


   કર્ક: કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્રના ગુરૂ સાથે શાંત અને સૌમ્ય સંબંધ છે. ગુરૂ છઠ્ઠા અને નવમા ભાવમાં હોય તો, કર્ક રાશિના લોકો પોખરાજ પહેરી શકે છે.


   સિંહ: સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્ય અને ગુરૂ વચ્ચે સકારાત્મક સંબંધ છે. આ બંન્ને ગ્રહ એક-બીજા સાથે મૈત્રી સંબંધ રાખે છે.

   ગુરૂ પાંચમા અને આઠમા ભાવનો સ્વામી હોય તો, સિંહ રાશિના લોકો પોખરાજ પહેરી શકે છે. તેઓ સૂર્યનું રત્ન માણેક અને ગુરૂનું રત્ન પોખરાજ એકસાથે પહેરે તો ફાયદો વધુ મળે છે.


   કન્યા: કન્યાનો સ્વામી ગ્રહ બુધ છે, બુધ અને ગુરૂ વચ્ચે મૈત્રી હોવાના કારણે કન્યા રાશિના લોકો પોખરાજ પહેરી શકે છે.

   તુલા: તુલા રાશિનો સ્વામી શુક્ર છે, ગુરૂ અને શુક્ર વચ્ચે સામાન્ય સંબંધ હોવાના કારણે તુલા રાશિના લોકોને પોખરાજથી વધારે ફાયદો મળતો નથી.

   વૃશ્ચિક: વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. ગુરૂ અને મંગળ વચ્ચે મૈત્રી સંબંધ છે. આ રાશિના લોકો લાલ મૂંગા સાથે પોખરાજ ધારણ કરી શકે છે.

   ધન: ગુરૂ ગ્રહ આ રાશિના ચોથા ભાવનો સ્વામી હોય તો વ્યક્તિને પોખરાજ પહેરવાથી લાભ મળી શકે છે. આ રાશિના લોકો પોખરાજ પહેરી શકે છે.

   મકર: મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ અને ગુરૂ વચ્ચે શત્રુ સંબંધ હોવાના કારણે મકર રાશિના લોકોએ પોખરાજ ન પહેરવો જોઇએ. આ રત્ન તેમને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે.

   કુંભ: કુંભ રાશિનો સ્વામી શનિ ગ્રહ છે. શનિ અને ગુરૂ વચ્ચે શત્રુ સંબંધ હોવાના કારણે કુંભ રાશિના લોકોએ પોખરાજ પહેરવાથી બચવું જોઇએ.

   મીન: ગુરૂ આ રાશિના દસમા ભાવનો સ્વામી હોય તો ખૂબજ શુભ ફળ આપે છે. મીન રાશિના લોકોને પોખરાજ રત્ન સામાન્ય ફળ આપી શકે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પોખરાજના ફાયદા, Astrological Effects Of Pukhraj according to Zodiac Sign
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `