ઘરમાં ડાબી સૂઢવાળા ગણેશજીની મૂર્તિ આપશે શુભફળ, જમણી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ ઘરમાં કેમ ન લગાવવી?

ગણેશજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરતાં પહેલાં ધ્યાન રાખવી જોઈએ આ મહત્વની બાબતો

Dharm Desk

Dharm Desk

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:40 PM
Ganesh Utsav which type of Ganesha statue is best for House

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગણેશજીને વક્રતુંડ પણ કહેવામાં આવે છે. આ શબ્દનો અર્થ છે કે વળેલી સૂંઢ. ભગવાન ગણેશજીનું એક સુંદર સ્વરૂપ છે જેમાં તેમની સૂઢ વળેલી હોય છે. ગુરુવાર 13 સપ્ટેમ્બરે શ્રીગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને આ પર્વ રવિવાર 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગુરુવારે અનેક ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ભગવાનની મૂર્તિની સૂંઢના સંબંધમાં અનેક મતભેદો છે. ગણેશજીની સૂંઢ કઈ દિશામાં હોવી વધુ શુભ હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જાણો ઘરમાં સ્થાપિત કરવા માટે ગણેશ મૂર્તિની સૂંઢ જમણા હાથ તરફ વળેલી હોવી જોઈએ કે પછી ડાબા હાથ તરફ.

ઘર માટે વધુ શુભ હોય છે ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોય તેવી મૂર્તિ-

પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે હંમેશાં ડાબી તરફની સૂંઢવાળી ગણેશ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. જો ઘરના દ્વાર પર ગણેશની મૂર્તિ લગાવવા માગતા હોવ તો તે મૂર્તિ પણ ડાબા હાથ તરફ જ વળેલી હોવી જોઈએ.

આ મૂર્તિથી રહે છે સકારાત્મકતા-


ડાબા હાથ તરફ વળેલી હોય તેવી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ રાખશો તો ઘરમાં સકારાત્મકતા ટકી રહે છે. ઘરમાં કોઈપણ જગ્યાએ ડાબી તરફ હોય તેવી સૂંઢવાળી ગણેશ મૂર્તિ સ્થાપિત કરી શકાય છે. આવી મૂર્તિ ઘરના વાતાવરણને સંતુલિત બનાવી રાખે છે.

વાસ્તુદોષ દૂર કરવા માટે બ્રહ્મ સ્થાનમાં રાખો ગણેશજીની મૂર્તિ-

ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે, આ જગ્યાનું કારક પૃથ્વી તત્વ હોય છે. જો ઘરમાં સ્થાપિત મૂર્તિ પીળી માટીની હોય તો શુભ રહે છે. આ પ્રકારે આપણે ઘરમાં ડાબી તરફની સૂંઢવાળી મૂર્તિ સ્થાપિત કરીએ તો તેનાથી ઘરમાં ઉપસ્થિત અનેક પ્રકારના દોષ નાશ કરે છે.

જમણી તરફની સૂંઢવાળી મૂર્તિની પૂજા આસાન નથી-

> શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે જમણી તરફ વળેલી હોય તેવી સૂંઝવાળા ગણેશજીનો સ્વભાવ હઠીલો હોય છે. તેમની પૂજા આસાન નથી હોતી. એવા ગણેશજીની પૂજામાં કોઈપણ પ્રકારની ભૂલ ન થવી જોઈએ. એવી મૂર્તિની પૂજાથી ગણેશજી મોડેથી પ્રસન્ન થાય છે.

> સામાન્ય રીતે જમણી તરફ વળેલી સૂંઢવાળા ગણેશજીની તંત્ર વિધિથી પૂજા થાય છે. તેમની પૂજન વિધિ ખૂબ જ કઠિન હોય છે. એટાલ માટે સામાન્ય લોકોએ ડાબી તરફ વળેલી સૂંઢ હોય તેવા ગણેશજીની પૂજા કરવી જોઈએ.

X
Ganesh Utsav which type of Ganesha statue is best for House
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App