તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચંદ્ર અશુભ ફળ આપી રહ્યો હોય તો લગાવો સફેદ ચંદનનું તિલક, મંગળથી પરેશાન હોવ તો સિંદૂરનું તિલક લગાવવાથી મળી શકે છે રાહત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં તિલક લગાવવાની પરંપરા ઘણી પ્રાચીન છે. તિલક લગાવવાથી પણ આપણી અનેક સમસ્યાઓનો અંત થઈ શકે છે. સાથે જ ગ્રહોના દોષ પણ દૂર થઈ શકે છે, ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વીવેદીના બતાવ્યા પ્રમાણે અઠવાડિયાના સાત દિવસ અલગ-અલગ ગ્રહો સાથે સંબંધિત છે જેમ કે સોમવારે-ચંદ્ર, મંગળવારે-મંગળ. વાર પ્રમાણે જો રોજ અલગ-અલગ તિલક લગાવવામંાં આવે તો અનેત ફાયદા થઈ શકે છે. આજે જાણો કયા દિવસે કઈ વસ્તુથી તિલક લગાવવું જોઈએ.

 

સોમવાર-


આ દિવસ ભગવાન શિવ અને ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત છે. આ દિવસે સફેદ ચંદનનું તિલક લગાવવાથી ચંદ્ર સાથે સંબંધિત શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને મન શાંત રહે છે.

 

મંગળવાર-


આ દિવસ હનુમાનજી અને મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. આ દિવસે ચમેલીના તેલમાં સિંદૂર મેળવીને તિલક લગાવવાથી મંગળના દોષ દૂર થઈ શકે છે.

 

બુધવાર-


આ દિવસ ભગવાન શ્રીગણેશ અને બુધ ગ્રહ સાથે સંબંધિત છે. આ દિવસે પૂજાની સોપાવી પીસીને તેનું તિલક લગાવવું જોઈએ. તેનાથી બુધ ગ્રહના અનુકૂળ ફળ મળી શકે છે.

 

ગુરુવાર-


આ દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહનો છે. ગુરુ સાથે સંબંધિત શુભ ફળપ્રાપ્ત કરવા માટે આ દિવસે કેસર ચંદન કે હળદરનું તિલક લગાવવું જોઈએ.

 

શુક્રવાર-


આ દિવસ દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. આ દિવસ કસ્તૂરીનું તિલક લગાવવું ફાયદાકારક છે. તેનાથી ધનલાભના યોગ પણ બની શકે છે.

 

શનિવાર-


આ દિવસ શનિદેવ અને શનિ ગ્રહનો છે. શનિ સાથે સંબંધિત શુભ ફલ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ભસ્મ કે વિભૂતિનું તિલક લગાવવું જોઈએ. તેનાથી શનિદોષમાં રાહત મળી શકે છે.

 

રવિવાર-


રવિવાર સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે લાલ ચંદન કે રોલીનું તિલક લગાવવાથી સૂર્યદોષ ઓછા થઈ શકે છે અને માન-સન્માન પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...