તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપાયઃ પરેશાનીઓથી મુક્ત થવા રવિવારે ભૈરવ મંદિરમાં પ્રગટાવો 21 અગરબત્તીઓ અને ગરીબને આપો ભોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જ્યોતિષની જેમ જ તંત્રશાસ્ત્રમાં પણ પરેશાનીઓને દૂર કરવા માટે સરળ ઉપાય બતાવ્યા છે. તંત્રશાસ્ત્ર ભગવાન શિવજી સાથે સંબંધિત છે. શિવપુરાણ પ્રમાણે શિવજીના અવતાર ભૈરવ મહારાજની પૂજા ખાસ કરીને તાંત્રિક વિધિથી કરવામાં આવે છે. ભૈરવ દેવની પ્રસન્નતાથી મોટી-મોટી પરેશાનીઓ ટળી જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે ભૈરવ મહારાજ સાથે જોડાયેલાં ઉપાય કરવાથી કુંડળીના દોષો પણ દૂર કરી શકાય છે. જાણો કેટલાક ખાસ ઉપાય...

 

પહેલો ઉપાય-


જો તમે ભૈરવ મહારાજને પ્રસન્ન કરવા માગતા હોવ તો દર રવિવારે કોઈ ભૈરવ મંદિરમાં સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. ત્યારબાદ સુગંધવાળી 21 અગરબત્તીઓ ચઢાવો. ભગવાનને પરેશાનીઓ દૂર કરવાની પ્રાર્થના કરો.

 

બીજો ઉપાય-


ભૈરવ ભગવાનની સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવીને ऊँ भैरवाय नमः મંત્રનો જાપ 108 વાર કરો. મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.

 

ત્રીજો ઉપાય-


દર રવિવારે પોતાના શહેરના રેલવે સ્ટેશન પર ગરીબોને ભોજન કરાવો અથવા કોઈપણ ગરીબને ભોજન કરાવો. આ ઉપાયથી પણ ભૈરવ મહારાજની કૃપા મળી શકે છે.

 

ચોથો ઉપાય-


દર રવિવાર અને બુધવારે ભૈરવ મહારાજને સવા કિલો જલેબીનો ભોગ લગાવો, પૂજા કરો. ત્યારબાદ આ જલેબીઓ કોઈ કાળા કૂતરાને ખવડાવો.

 

પાંચમો ઉપાય-


રવિવારે સરસિયાના તેલમાં અડદની દાળના ભજીયા બનાવો. ભગવાન ભૈરવને ભોગ લગાવો. પૂજા કર્યા પછી આ ભજીયા કૂતરાઓને ખવડાવી દો.

અન્ય સમાચારો પણ છે...