તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

9 ગ્રહોની બીમારીના ઉપાય: સૂર્ય અશુભ હોય તો હાર્ટ અને આંખોની બીમારી થઈ શકે, બચવા શિવલિંગ પર જળ ચઢાવવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જન્મ કુંડળીમાં કેટલાક ગ્રહ અશુભ સ્થિતિમાં પણ હોય છે. તેની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર થતી હોય છે. ઈન્દોરના જ્યોતિષી પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે ગ્રહોની અશુભ સ્થિતિને જોઈને જો રોજ શિવજીનો અભિષેક અલગ-અલગ વસ્તુથી કરવામાં આવે તો તેનાથી ગ્રહદોષ તો દૂર થશે જ સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહેશે .આજે અહીં જાણો કયા ગ્રહને લીધે કયો રોગ થઈ શકે છે અને તેનાથી બચવા માટે શિવલિંગ પર શેનો અભિષેક કરવો જોઈએ....

1-જન્મ કુંડળીમાં સૂર્યની અશુભ સ્થિતિને લીધે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ, આંખોની સમસ્યા અને નબળાઈ રહે છે.

ઉપાય-રોજ જળથી શિવલિંગનો અભિષેક કરો.

 

2-જન્મકુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો શર્દી, અસ્થમા અને આંખોને લગતી સમસ્યા થતી હોય છે.

 

ઉપાય-કાચા દૂધમાં કાળા તલ મેળવીને શિવલિંગનો અભિષેક કરો.

 

3-જન્મ કુડળીમાં મંગળ અશુભ સ્થિતિમાં હોય તો લોહી અને પેટને લગતી બીમારીઓ થાય છે.

 

ઉપાય- ગળો(ઔષધી)ની બૂટીના રસથી શિવલિંગનો અભિષેક કરવો.

 

4-જન્મ કુંડળીમાં બુધ અશુભ સ્થિતિમાં હોય તો સ્કીન, દાંત અને કફને લગતી બીમારીઓ થાય છે.

 

ઉપાય-વિધારાની બૂટીના રસથી શિવલિંગનો અભિષેક કરવો.

 

5-જન્મ કુંડળીમાં ગુરુની નીચ સ્થિતિથી પેટ અને ફેંફસાને લગતી બીમારીઓ થવાની આશંકા રહે છે.

 

ઉપાય- દૂધમાં પીળા ફૂલ મેળવીને શિવલિંગનો અભિષેક કરો.

 

6-જન્મ કુંડળીમાં શુક્રની અશુભ સ્થિતિને લીધે યોન સંક્રમણ, નબળાઈ અને ઠંડીને લગતી બીમારીઓ થઈ શકે છે.

 

ઉપાય- પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરો.

 

 

7-જન્મ કુંડળીમાં શનિ નીચનો હોય તો અસ્થમા, ખાસી અને ઘુંટણ સાથે જોડાયેલી બીમારીઓ થઈ શકે છે.

 

ઉપાય-શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો.

 

8-જન્મ કુંડળીમાં રાહુ નબળો હોય તો ડિપ્રેશન, તાવ અને દુર્ઘટના થવાની શક્યતા રહે છે.

 

ઉપાય-ભાંગ અને નાગકેસરથી શિવલિંગનો અભિષેક કરવો.

 

9-જન્મ કુંડળીમાં કેતુ અશુભ સ્થિતિમાં હોય તો શુગર, કાન અને ગુપ્તાંગ સંબંધિત રોગ થતા હોય છે.

 

ઉપાય-સરસિયાના તેલથી શિવલિંગનો અભિષેક કરવો.

અન્ય સમાચારો પણ છે...