લક્ષ્મીનું જ એક રૂપ છે શ્રીયંત્ર, ઘરમાં રાખીને પૂજા કરવાથી આવે છે માતા લક્ષ્મી, પરંતુ ક્યારેય ઘરના મેનગેટ પર ન લગાવો

લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ધ્યાન રાખો શ્રીયંત્ર સાથે જોડાયેલી ખાસ વાતો

Dharm Desk

Dharm Desk

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 03:39 PM
Astrology and hindu tradition about pur Shriyantra in home

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગના ઘરોમાં લોકો ધન-પ્રાપ્તિ માટે શ્રીયંત્રની સ્થાપના કરતા હોય છે, પરંતુ તેમને શ્રીયંત્ર સાથે જોડાયેલો કોઈ ફાયદો થતો નથી. તેનો અર્થ છે કે શ્રીયંત્રમાં કોઈ દોષ છે, શક્ય છે કે તેને રાખવાના નિયમો વિશે જાણકારી નથી હોવાને લીધે લોકો તેનો ફાયદો લઈ નથી શકતા. આપણા ગ્રંથોમાં શ્રીયંત્રને સાક્ષાત લક્ષ્મી જ માનવામાં આવે છે. શ્રીયંત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવ્યું છે. જો તેને પૂરી વિધિ-વિધાનથી સ્થાપિત કરવામાં આવે અને તેની સાથે જોડાયેલા નિયમો પાળવામાં ન આવે તો તેનો ફાયદો મળતો નથી.

જો તમે પણ ઘરોમાં શ્રીયંત્ર રાખતા હોવ કે રાખવાનો વિચાર કરી રહ્યા હોવ તો તનારે કેટલાક નિયમો જાણી લેવા જોઈએ- જ્યોતિષગ્રંથ યંત્રમ્ માં તેને અનેક નિયમ અને સાવધાનીઓ બતાવી છે. આ નિયમોના પાલન કર્યા વગર કોઈપણ યંત્રનો લાભ પ્રાપ્ત નથી કરી શકાતો.શ્રીયંત્રને લઈને અનેક પ્રકારના ભ્રમ પણ છે અને લોકો ઘરોમાં અનેક પ્રકારના યંત્રને શ્રીયંત્રના નામે રાખી લેતા હોય છે.


આ 5 વાતોનું ધ્યાન રાખો-

1-ઘરમાં એક જ શ્રીયંત્ર રાખો, એકથી વધુ શ્રીયંત્ર ન રાખો.

2-શ્રીયંત્રને જ્યાં પણ રાખો, ત્યાંથી તે અંદરની તરફ આવતું દેખાવું જોઈએ.

3-ઘરના મુખ્ય દરવાજાની સાથે કયારેય પણ શ્રીયંત્ર ન રાખો.

4-પ્રયાસ કરો કે શ્રીયંત્ર ઘરના મંદિરમાં જ સ્થાપિત કરી શકાય.

5-શ્રીયંત્રની રોજ પૂજા થવી જોઈએ. માત્ર રાખવાથી લાભ નહીં પ્રાપ્ત થાય.

આ રીતે ઘરમાં કરો શ્રીયંત્રની સ્થાપના-

1-શ્રીયંત્રની સ્થાપના શુક્રવારે કોઈ શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. આ લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે, શ્રીયંત્રને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

2-સવારે શ્રીયંત્રને ઘરે લાવો, તેને સાફ પાણીમાં ધોયા પછી, પંચામૃત, (દૂધ, દહી, ઘી, મધ અને ખાંડ)થી અભિષેક કરો. અભિષેક દરમિયાન ऊँ महालक्ष्म्ये नमः મંત્રનો જાપ કરો.


3 - અભિષેક કર્યા પછી સ્વચ્છ પાણીથી ધોઈને લાલ કપડા પર સ્થાપિત કરો. અબીર, ગુલાલ, કંકુ વગેરેથી પૂજા કરો.

4 - લાલ ગુલાબનું ફૂલ ચઢાવો. નૈવૈધ્યમાં ખીર કે દૂધ રાખો.

5-પછી મહાલક્ષ્મીનું ધ્યાન કરીને શ્રીસૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરો.

6-શ્રીયંત્રની સ્થાપના કર્યા પછી ઘરમાં રોજ શ્રીસૂક્તનો કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

X
Astrology and hindu tradition about pur Shriyantra in home
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App