તમારી વર્ષો જૂની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ઘરે હળદરથી બનેલી ગણેશ મૂર્તિની કરો પૂજા

ગણેશજીના 4 સર્વશ્રેષ્ઠ સ્વરૂપ જેની પૂજાથી દૂર થઈ શકે છે દુર્ભાગ્ય

Dharm Desk

Dharm Desk

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 05:37 PM
Ganesh Chaturthi 2018 How To Pray To Lord Ganesh, Types Of Ganesh Statue

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુરુવાર 13 સપ્ટેમ્બરથી રવિવાર 23 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ મનાવવામાં આવશે. શ્રીગણેશ પ્રથમ પૂજ્ય દેવ છે અને તેમના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાથી બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. કોઈપણ શુભ કામની શરૂઆત ગણેશજીની પૂજાની સાથે જ થાય છે. તેનાથી કાર્યોમાં સફળતા મળે છે, દરેક કામ અડચણ વગર પૂરું થઈ જાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જાણો શ્રીગણેશના 4 એવા સ્વરૂપ જેની પૂજાથી ઘર-પરિવાર પર દેવી લક્ષ્મી સહિત બધા દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે. ગણેશ ઉત્સવ દરમિયાન આ સ્વરૂપોની પૂજા વિશેષ સ્વરૂપમાં કરવી જોઈએ.

1-હળદરની ગાંઠથી બનેલા ગણેશ-


હળદરની એવી ગાંઠ પસંદ કરો જેમાં શ્રીગણેશની આકૃતિ જોવા મળતી હોય. તમે ઈચ્છો તો હળદર પાવડરમાં પાણી મેળવીને ગણેશજીની મૂર્તિ બનાવી શકો છો. આ હળદરની ગાંઠમાં ગણેશજીનું ધ્યાન કરીને દરરોજ પૂજા કરો. આ ગણેશ મૂર્તિની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો સોનાની ધાતુથી બનેલી ગણેશ મૂર્તિ ન હોય તો હળદરથી બનેલી ગણેશ મૂર્તિની પૂજા કરી શકાય છે. સૂોનાથી બનેલી અને હળદરથી બનેલી ગણેશ મૂર્તિ સમાન ફળ પ્રદાન કરે છે.

2-ગોમય અર્થાત્ ગોબરથી બનેલ ગણેશ મૂર્તિ-

ગાયને માતા માનવામાં આવે છે.ગૌમાતા પૂજનીય અને પવિત્ર છે. પ્રાચીન પરંપરાઓ પ્રમાણે ગાયના ગોબર અર્થાત્ ગોમયમાં મહાલક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે. આ કારણ છે કે ગોમયથી બનેલી ગણેશ મૂર્તિની પૂજા ધનલાભ આપનારી માનવામાં આવે છે. ગોબરથી ગણેશજીની આકતિ બનાવો અને એ પ્રકારે તૈયાર કરેલી ગણેશ મૂર્તિની પૂજા કરો. પ્રાચીન સમયમાં સુખ-સમૃદ્ધિની કામનાથી દરરોજ ઘરની જમીન પર ગોબર લિંપવામાં આવે છે. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને હકારાત્મક બની રહે છે.

3-લાકડાના ગણેશ-


ઝાડ-છોડ પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. પ્રાકૃતિક રીતે ખાસ વૃક્ષોના લાકડામાં પણ લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ખાસ વૃક્ષ જેવા કે પીપળો, આંબો, લીમડો વગેરે.કાષ્ઠ અર્થાત્ લાકડાથી બનેલ ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં મુખ્ય દરવાજાની બહાર ઉપરના ભાગ પર લગાવો. દરરોજ આ મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં વાતાવરણ શુભ બની રહે છે અને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

X
Ganesh Chaturthi 2018 How To Pray To Lord Ganesh, Types Of Ganesh Statue
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App