वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ મંત્રનો શો અર્થ થાય છે, જાણો ગણેશજીના 5 મહામંત્ર અર્થ

Ganesh Utsav 2018 know ganesha mantra importance and meaning
Dharm Desk

Dharm Desk

Sep 14, 2018, 02:46 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ, અર્થાત્ ઘુમાવડાર સૂંઢવાળા જેમનું વિશાળકાય શરીર છે અને જે કરોડો સૂર્યોના પ્રકાશ સમાન છે. એવા ગણેશજીની પૂજા કરવા માટે કેટલાક મહામંત્રો બતાવ્યા છે. જે આસાન છે અને દરેક સંસ્કૃત નહીં જાણનાર લોકો પણ આ મંત્ર વાંચતા હોય છે. આ મંત્રોને બેલવાથી પૂજા પૂર્ણ થાય છે અને ગણેશજી પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. અર્થ સહિત જાણો ગણપતિના એવા જ ખાસ મંત્રો-

1- वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥;


અર્થ-ઘુમાવદાર સૂંઢ વાળા, વિશાળ શરીરવાળા, કરોડો સૂર્યની સમાન મહાન પ્રતિભાશાળી. મારા પ્રભુ, મારા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરો(કરવાની કૃપા કરો)

2- विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥

અર્થ-વિઘ્નેશ્વર, વર આપનાર, દેવતાઓના પ્રિય, લંબોદર, કળાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનાર, ગજની સમાન મુખવાળા અને વેદ તથા યજ્ઞથી વિભૂષિત પાર્વતીપુત્રને નમસ્કાર. હે ગણનાથ, તમને નમસ્કાર છે.

3- अमेयाय च हेरम्ब परशुधारकाय ते ।
मूषक वाहनायैव विश्वेशाय नमो नमः ॥

અર્થ-હે હેરમ્બ, તમને કોઈ પ્રમાણો દ્વારા માપી નહીં શકાતા, તમે પરશુ ધારણ કરનાર છો, તમારું વાહન ભૂષક છે, તમે વિઘ્નેશ્વરને વારંવાર નમસ્કાર છે.

4- एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः ।
प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥

અર્થ-જેનમનો એક દાંત અને સુંદર મુખ છે, જે શરણાગત ભક્તજનોના રક્ષક તથા પ્રણતજનોની પીડાના નાશ કરનાર છે, એવા શુદ્ધસ્વરૂપ તમે ગણપતિને વારંવાર નમસ્કાર છે.

5- एकदंताय विद्‍महे।

वक्रतुण्डाय धीमहि।

तन्नो दंती प्रचोदयात।।

અર્થ-એક દંતને અમે જાણીએ છીએ. વક્રતુન્ડનું અમે ધ્યાન કરીએ છીએ.તેવા દંતી(ગજાનંદ) અમને પ્રેણા પ્રદાન કરો.

X
Ganesh Utsav 2018 know ganesha mantra importance and meaning
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી