તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરાઃ શુભ કામ માટે ઘરની બહાર જતી વખતે શા માટે ખાવામાં આવે છે દહીં-ખાંડ? માત્ર ધાર્મિક નહીં તેની પાછળ છે વૈજ્ઞાનિક કારણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં એક પરંપરા એ પણ છે કે કોઈપણ શુભ કામ પર જતી વખતે દહીં અને ખાંડ ખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે એમ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે. આ પરંપરાની પાછળ વૈજ્ઞાનિક તથ્ય પણ છુપાયેલાં છે. આપણા પૂર્વજો આ વાતને જાણતા હતા, એટલા માટે જ તેમને ધર્મ સાથે જોડ્યું છે. આજે જાણો આ પરંપરાની પાછળ છુપાયેલું સાયન્સ...

 

1-જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિશેષ કામ માટે ઘરેથી નિકળતો હોય તો તેને દિવસભર એનર્જીની જરૂર પડતી હોય છે.

 

2-જો દિવસમાં તેને કઈ ખાવાનું ન મળ્યું તો તેને એક વાડકી દહીં-ખાંડ ખાવાથી તેની એનર્જીનું લેવલ આખો દિવસ રહેશે.

 

3-દહીંમાં પ્રચુર માત્રામાં પ્રોટીન હોય છે. આ એક સ્વાસ્થ્યપ્રદ પોષક આહાર છે. પ્રોટીન સિવાય તેમાં કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન B6 અને B12 જેવા પોષક તત્વો પણ મળે છે, જે શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખે છે.

 

4-ખાંડ ખાવાથી શરીરને ગ્લૂકોઝ મળે છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. ગરમીની સિઝનમાં ઘરેથી નિકળતાં પહેલાં થોડી ખાંડ ખાવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી.

 

5-જ્યારે દહીં અને ખાંડ એક સાથે ખાવામાં આવે છે તો તેનાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે અને નબળાઈનો અનુભવ થતો નથી.

 

6-દહીં ખાવાનો એક બીજો પણ ફાયદો થાય છે- તેનાથી હાંડકાં મજબૂત થાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થતી નથી.

 

7-દહીંમાં ખાંડ મેળવેલી હોય તો તેના બીજા ફાયદા પણ વધી જાય છે. આ એક પરફેક્ટ કોમ્બિનેશન છે શરીરને પર્યાપ્ત માત્રામાં પોષણ આહાર આપવાનો.

અન્ય સમાચારો પણ છે...